સ્ટિકી અને નિર્જીવ વાળથી મેળવો ત્વરિત છુટકારો, આ નાની બાબતો મોટી અસર બતાવે છે અને ખૂબ ફાયદાકારક છે

Image Source

હેર ડેમેજથી બચવું છે તો ઉનાળાની ઋતુમાં કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવુ. જે કામો તમે શિયાળાની ઋતુમાં કરતાં ન હતા, હવે તેમાંથી કેટલાક કામને કરવાનો સમય આવી ગયો છે. અહી જાણો, ઉનાળામાં હેર ડેમેજ, ફ્રીઝી હેર અને વાળ ખરવાથી બચવા માટે કઈ કઈ સરળ રીત તમને કામ આવશે.

ગરમી અને પરસેવાને કારણે વાળમાં ચીકાશ વધવી એક સામાન્ય વાત છે. પરંતુ આ કારણે વાળની જે ખરાબ હાલત થાય છે, તેની પીડા આપણે બધા જાણીએ છીએ. સતત ભેજને કારણે વાળના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે.

સાથેજ તડકો અને ગરમ હવાને કારણે વાળ ઝડપથી ખરાબ પણ થાય છે. આ બધી સમસ્યાઓથી બચવાની સરળ રીત અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

Image Source

વાળને આવી રીતે સુરક્ષિત કરો -:

સખત તાપથી તમારી ત્વચાના રક્ષણ માટે તમે જે રીતે સન સ્ક્રીનનો ઉપયોગ કરો છો, બિલકુલ તેવીજ રીતે તમારા વાળના રક્ષણ માટે સ્કાફ નો ઉપયોગ કરો. બજારમાં તમને ઘણા સ્ટાઇલિશ અને સુંદર સ્કાફ મળી રેહશે, જે વાળને સુરક્ષા આપવાની સાથે જ તમારા દેખાવને પણ આકર્ષિત બનાવશે.

ધ્યાન રાખો કે તમારે ફક્ત કોટન અથવા સિલ્કનો સ્કાફ ખરીદવાનો છે. કેમકે ઉનાળાની ઋતુમાં આ બંને કાપડ જ સૌથી વધારે ત્વચા અને વાળ માટે અનુકૂળ માનવામાં આવે છે.

Image Source

દરરોજ હેર ડેમેજને દુર કરો -:

સામાન્ય રીતે અમે તમને એ સલાહ આપીએ છીએ કે શેમ્પૂનો ઉપયોગ ખૂબ વધારે કરવો નહિ. પરંતુ જો ઉનાળાની ઋતુમાં તમારા કામને લઈને વધારે સમય તડકા અથવા પરસેવાની સાથે વિતાવવો પડે છે તો તમે દરરોજ માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ શકો છો.

તેના પહેલા રાત્રે વાળમાં તેલથી માલિશ જરૂર કરો. એટલે રાત્રે તેલ લગાવો અને સવારે માઈલ્ડ શેમ્પુથી વાળને ધોઈ લો. તેમ કરવાથી વાળના મૂળ પણ નબળા થતાં નથી અને વાળને તડકો અને ગરમી નુકશાન પણ નહિ કરી શકે.

Image Source

અઠવાડિયામાં એક દિવસ આ કામ કરો -:

વિકેન્ડમાં એકવાર તમે તમારા વાળને ડીપ કલીનિંગ અને હાઇડ્રેશન કરો. તેના માટે અઠવાડિયામાં એકવાર ૩૦ થી ૪૦મિનિટનો સમય કાઢીને હેર માસ્ક જરૂર લગાવો. આ કામ માટે તમારો રજાનો દિવસ સૌથી ઉત્તમ રેહશે.

હેર માસ્ક તમારા વાળને એક અઠવાડિયામાં થયેલ નુકશાનની ભરપાઇ કરે છે. સાથેજ વાળના આવનારા અઠવાડિયા સુધી તડકો, ધૂળ, પ્રદૂષણ, ગરમી અને પરસેવા જેવા કારણથી થનારી સમસ્યાઓથી વાળને બચાવે છે.

Image Source

બે કારણોસર દરરોજ આ કામ કરો -:

અમે તમને રોજ વાળમાં તેલ લગાવવાની સલાહ એટલા માટે આપી રહ્યા છીએ કેમકે તેલ તમારા વાળથી થતાં ઘણા નુકસાનથી બચાવે છે. ઉનાળાની ઋતુમાં તેમાં બે મોટી વસ્તુઓ શામેલ છે.

પહેલી વાત તો એ છે કે વાળની સફાઈ માટે તમે રોજ શેમ્પુ કરશો તો શેમ્પુના કારણે વાળમાં શુષ્કતા થશે નહીં. તેમજ બીજું કારણ એ છે કે તેલ તમારા વાળના ઉપરના ભાગને સખત તડકામા થતાં નુકશાનથી બચાવે છે. તમે નારીયલ તેલ, સરસવ તેલ અથવા તો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.

હેર સિરમનો ઉપયોગ કરો -:

શેમ્પુ કરવાની સાથે જ તમે તમારા વાળ પર હેર સિરમનો ઉપયોગ જરૂર કરો. તેમ કરવાથી વાળને ગરમી અને તડકાને કારણે નુકસાન પણ ઓછું થાય છે, સાથેજ તમારા વાળ મુલાયમ અને ચમકદાર બનેલા રહે છે.

પરંતુ તેની સાથે જ અમે તમને તે શેર જરૂર કરીશું કે તમારા વાળ પર ઓછામાં ઓછા પ્રોડક્ટનો ઉપયોગ કરો. તેલ, શેમ્પુ, કન્ડિશનર અને સિરમ. તેનાથી વધારે કંઈપણ વાપરવાની સલાહ અમે તમને આપીશું નહિ.

કેમકે જેટલી વધારે પ્રોડક્ટનો તમે ઉપયોગ કરશો, ગરમીમાં તેટલીજ હેર ડેમેજની સમસ્યા વધી શકે છે. જી હા, તમે બરાબર સમજી રહ્યા છો કે અમે હિટિંગ ટૂલ હેર સ્ટ્રેટનર, હેર ડ્રાયર જેવા સાધનોનો ઉપયોગ કરવાની મનાઈ કરી રહ્યા છીએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *