વેક્સિંગ પછી ત્વચા પર થતી ફોલ્લીઓથી મેળવો છૂટકારો

વેક્સિંગથી ઘણીવાર ત્વચા પર ફોલ્લીઓ થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે, અહીં જણાવેલ ઘરેલું ઉપાયને ફોલો કરી શકો છો.

વેક્સિંગ એ ફક્ત ફેશનને બદલે એક જરૂરિયાત બની ગઈ છે. ખાસ કરીને જ્યાં સુધી છોકરીઓ હાથમાં અથવા પગમાં વેક્સ ન કરાવે ત્યાં સુધી તેમની સુંદરતામાં કંઇક ઓછું  હોય તેવું લાગે છે. ભલે વેક્સિંગનો અનુભવ થોડો દુખદાયક હોય, પરંતુ છોકરીઓ હાથ-પગની સુંદરતા વધારવા માટે સમય-સમયે વેક્સિંગ કરાવે છે. અમુક સમયે વેક્સિંગ કરાવું દુખદાયક હોય છે, આ ઉપરાંત, વેક્સિંગ પછી,  શરીર પર ફોલ્લીઓ દેખાય છે જે ખૂબ ખરાબ  લાગે છે.

વેક્સિંગ બાદ આ ફોલ્લીઓથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકાય છે. ચાલો આપણે જાણીએ કે ચામડી પર ફોલ્લીઓ કયા કારણોથી  થાય છે અને વેક્સિંગ પછી ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી શકાય છે.

શા માટે થાય છે ફોલ્લીઓ

Image Source

આપણા વાળ ત્વચાના છિદ્રોમાં રહે છે. જ્યારે વેક્સ લગાવે છે, ત્યારે આ વાળ બળથી ખેંચાય છે અને તેનાથી ત્વચા પર તાણ આવે છે. ત્વચા પરના આ તાણને લીધે, ત્વચા પર ઊભાર આવે છે, જે ફોલ્લી ના રૂપ માં દેખાય છે. આમ તો વાળના રોમ ના આ સોજા સામાન્ય રીતે એક કે બે દિવસમાં ઓછા થવા લાગે છે. પરંતુ ઘણી વખત, આ ફોલ્લીઓ રોમ સંક્રમિત હોય છે અને તરલ થી ભરેલા ફોલ્લા નો વિકાસ કરે છે. આ સફેદ ફોલ્લા ના રૂપ માં દેખાય છે તેનાથી ઝડપથી છૂટકારો મેળવવા માટે, અહીં જણાવેલ ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

  • એલોવેરાનો ઉપયોગ
  • ટી ટ્રી ઓઇલ નો ઉપયોગ
  • એપલ સીડર નો ઉપયોગ
  • નાળિયેર તેલનો ઉપયોગ

એલોવેરા નો ઉપયોગ

Image Source

વેક્સિંગ કર્યા પછી, વેક્સિંગ એરિયા પર એલોવેરા જેલથી સારી રીતે મસાજ કરો. વેક્સિંગ એરિયા પર એલોવેરા જેલ રાતભર માંટે રાખી મૂકો. તમે એલોવેરાના તાજા પાંદડા થી પણ ઘરે જેલ તૈયાર કરી શકો છો અથવા તમે બજારમાંથી એલોવેરા જેલ લઈ શકો છો. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચાની બળતરા અને ખંજવાળને દૂર કરવા માંટે થાય  છે તેમજ ફોલ્લીઓથી રાહત આપે છે. તે ત્વચાને હાઇડ્રેટ પણ કરે છે. ઘરે એલોવેરા જેલ બનાવવા માટે તાજી એલોવેરાના પાન લો અને વચ્ચેથી કાપી લો અને જેલને છરી વડે બહાર કાઢો. આ જેલને એર ટાઇટ કન્ટેનરમાં રાખો.

ટી ટ્રી ઓઇલ નો ઉપયોગ

Image Source

ટી ટ્રી ઓઇલ એક જીવનરક્ષક બની શકે છે અને વેક્સિંગથી થતી ફોલ્લીઓ ની  સારવાર માટે એક બેસ્ટ તેલ છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણધર્મોને કારણે ત્વચામાં થતાં કોઈપણ ચેપને અટકાવે છે. તે ત્વચાની પ્રાકૃતિક ઉપચાર પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે. ફોલ્લીઓ પર  ટી ટ્રી તેલના 2-3 ટીપાંને 1 ચમચી નાળિયેર અથવા ઓલિવ ઓઇલ ને મિક્સ કરી ને ત્વચા પર લગાવો. આ તેલથી ત્વચાની માલિશ કરો અને તેને રાતભર તેમ જ રાખો. તમારી ત્વચા પર ઉપયોગ કરતા પહેલા એક પેચ ટેસ્ટ જરૂર થી  કરો.

એપલ સિડર નો ઉપયોગ

Image Source

એપલ સીડર  ત્વચાના પીએચને સંતુલિત કરે છે અને સોજા ને પણ ઘટાડે છે. ચહેરા અને બિકિનીના વિસ્તારમાં વેક્સિંગથી થતી ફોલ્લીઓ થી છુટકારો મેળવવા માટેનો આ એક સરળ ઘરેલું ઉપાય છે. એપલ સીડર ના  એન્ટિસેપ્ટિક ગુણધર્મો આ કિસ્સામાં ફાયદાકારક સાબિત થાય છે. તેને ત્વચા પર ઉપયોગ કરવા માટે, પાણી અને એપલ  સીડર ને સરખા પ્રમાણમાં મિક્સ કરો. આ મિશ્રણમાં કોટન બોલ ડૂબવો અને તેને પ્રભાવિત  વિસ્તારમાં લગાવો. તેને પ્રાકૃતિક રીતે સૂકવવા દો અને પ્રભાવિત એરિયા માં ઓછામાં ઓછી ત્રણ વખત આ પ્રક્રિયાને રિપીટ કરો.

નાળિયેર તેલનો ઉપયોગ

Image Source

વેક્સિંગ કર્યા પછી નીકળતી ફોલ્લીઓ ઘટાડવા માટે નાળિયેર તેલ એ એક નિવારક ઉપાય છે. તે સોજા અને લાલ ત્વચાની સમસ્યાને ઘટાડે છે. તે ખંજવાળ ને પણ ઓછી કરે છે જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી શકે છે. તેની એન્ટીઓકિસડન્ટ સામગ્રી વેક્સિંગ કર્યા પછી ત્વચાની રિકવરી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ત્વચા પર કરતા પહેલા, તમારી ત્વચાને હળવા ક્લીન્સરથી સાફ કરો. વેક્સિંગ કર્યા પછી ત્વચાને સૂકવી લો અને ત્વચા ઉપર થોડુંક નાળિયેર તેલ લગાવો. શક્ય હોય ત્યાં સુધી તેને લગાવી રાખો. દર વખતે સ્નાન કરતાં પહેલાં  નાળિયેર તેલ લગાવુ.  આ કરવાથી, વેક્સિંગ થી થતી ફોલ્લીઓ માં રાહત મળે છે અને  સાથે ત્વચાની ડ્રાયનેસ  પણ દૂર થાય છે.

આ બધા ઘરેલું ઉપાયો સંપૂર્ણ રીતે પ્રાકૃતિક  છે. તેથી તેમની ત્વચા પર કોઈ આડઅસર થતી નથી પરંતુ આ બધા ઉપાયને વેક્સિંગ પછી તરત જ અજમાવો નહીં,  થોડા કલાકો પછી જ કરો. ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચા પર પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment