આ ઉપાય અપનાવીને જલ્દી મેળવો આંખો નીચેના કાળા ધબ્બા થી છુટકારો

ચેહરા પર બેશક દાગ ધબ્બા હોય, પરંતુ આંખોની નીચે કાળા વર્તુળો અને ખાડાઓ તમારી સુંદરતા ને સંપૂર્ણ રીતે બગાડે છે.

Image Source

ચેહરા પર બેશક દાગ ધબ્બા હોય, પરંતુ આંખોની નીચે કાળા વર્તુળો અને ખાડાઓ તમારી સુંદરતા ને સંપૂર્ણ રીતે બગાડે છે. ખરેખર આંખોની નીચેના કાળા ધબ્બા થવાથી એવું લાગે છે જેમ કે મનુષ્ય કોઈ રોગ થી લડી રહ્યો છે, જો તમારી સાથે આવીજ કઈ સમસ્યા થઈ રહી છે તો તમારે તેના માટે ખૂબ વધુ મેહનત કરવાની જરૂર નથી પરંતુ તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવા પડશે. જેનાથી તમે થોડાક જ દિવસોમાં આંખો ની નીચે કાળા ધબ્બા જેવી થનારી સમસ્યા થી છુટકારો મેળવી શકશો. તો આવો જાણીએ એવા કેટલાક અસરકારક ઉપાય વિશે.

Image Source

૧. હર્બલ પેક

આંખોની નીચે ના કાળા વર્તુળો થી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા ૫૦ ગ્રામ તુલસી ના પાન અને ફુદીના ના પાન ને ગુલાબજળ માં મિશ્રણ કરીને પીસી લેવું. આ રસ માં થોડોક હળદર પાવડર મિશ્રણ કરીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટ ને કાળા ધબ્બા પર લગાવો, આમ કરવાથી જલ્દી થી કાળા વર્તુળો ની સમસ્યા થી છુટકારો મળી જશે.

Image Source

૨. બદામ તેલ થી માલીશ

સાંજે સૂતા પહેલા અડધી ચમચી બદામ તેલ માં ત્રણ ટીપા ઓરેન્જ આયન અને બે ટીપા મધ એક સાથે મિશ્રણ કરી લેવું. હવે આ મિશ્રણને ટચલી આંગળીમાં લઈને આંખો ની ચારેય બાજુ હળવા હાથ થી ગોળાઈ માં માલીશ કરો. એનાથી તમારા આંખોની નીચે નો ભાગ થોડાક જ દિવસોમાં ધીરે ધીરે સાફ થઈ જશે.

Image Source

૩. કાકડી નો ઉપાય.

કાળા વર્તુળો ની સમસ્યા થી છુટકારો મેળવવા માટે તમે કાકડી નો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલાં કાકડી ના ટુકડા ને આંખો પર રાખો. આ પછી થોડી વાર સુધી આંખો બંધ રાખ્યા પછી ડાર્ક સર્કલ વાળા ભાગ પર તેને હળવે હળવે થી ફેરવો.

Image Source

૪. ચા ની થેલી.

ચા ની થેલી ની મદદ થી પણ ડાર્ક સર્કલ દૂર થાય છે. ખરેખર, ચા ની થેલી માં હાજર રહેલું તત્વ ટેનિન આંખો ની આસપાસ ના સોજા અને કાળા ધાબા ને દૂર કરે છે.

Image by silviarita from Pixabay

૫. સારો આહાર.

આંખો નીચેના કાળા ઘેરા થી છુટકારો મેળવવા માટે તમારા આહાર માં દૂધ, દહીં, લારી નો ખોરાક, દાળ, લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment