આ રીતે કારેલાંની કડવાશને કરો દૂર, દરેક લોકોને આવશે પસંદ 

Image Source

કારેલામાં અનેક પ્રકારના વિટામિન્સ અને ખનિજ રહેલા હોય છે. સ્વાદમાં કડવા હોવાથી લોકો કારેલા ખાવાથી દૂર રહે છે. ઔષધીય ગુણધર્મ ધરાવતા કારેલા શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. ત્વચા અને વાળ માટે કારેલા ઘણા ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓ માટે આ એક રામબાણ માનવામાં આવે છે. પરંતુ જો આપણે તેના સ્વાદ વિશે વાત કરીએ, તો તે ખોરાકમાં ખૂબ કડવો છે.

ચાલો જાણીએ આવી જ કેટલીક ટિપ્સ વિશે, જેની મદદથી તમે કડવા કારેલા ની કડવાશ દૂર કરી શકો છો અને તેના પોષક તત્વોનો પૂરો લાભ લઈ શકો છો.

દરેક વ્યક્તિ કારેલા ના ફાયદા વિશે જાણે છે.  પરંતુ તમે આ ફાયદાઓનો લાભ ફક્ત એટલા માટે લેતા નથી કે તે ખોરાકમાં કડવા છે. તેની કડવાશને લીધે તે ઘણા લોકોની મનપસંદ ખોરાકની સૂચિ માંથી બહાર નીકળી જાય છે.

કારેલા સ્વાદમાં ભલે કડવા હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તેના ઘણા ફાયદા છે. કારેલા ત્વચાને ચમકદાર બનાવે છે અને બ્લડ સુગર ને નિયંત્રણમાં રાખે છે. પરંતુ જો તમે ઇચ્છતા હોવ કે તમારા ઘરના લોકો કડવા કારેલા નો ફાયદો ઉઠાવે અને તેને સ્વાદિષ્ટ રીતે ખાય, તો પછી તમે તેની કડવાશ દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો.

કારેલાની કડવાશ ઘટાડવાની ટિપ્સ:

ચાલો આવી જ કેટલીક ટિપ્સ વિશે જાણીએ, જેની મદદથી તમે કારેલા ની કડવાશ દૂર કરી શકો છો અને તેના પોષક તત્વોનો પૂરો લાભ લઈ શકો છો.

Image Source

કારેલા ના બીજ ને બહાર કાઢી દો

કારેલાની કડવાશ સૌથી વધારે તેના બીજમાં જોવા મળે છે. જો તમે તેની કડવાશ ને દુર કરવા માંગો છો તો તેના બીજ કાઢીને તેને બનાવો. જો તેનું જ્યુસ બનાવવાનું હોય તો પણ તેના બીજ કાઢીને તેનો જ્યુસ બનાવો તેનાથી તે કડવું નહીં લાગે અથવા તો ઓછું કડવું લાગશે.

Image Source

મીઠું કરશે કડવાશ ની છુટ્ટી

મીઠું કારેલાની કડવાશ ને પૂરેપૂરી રીતે દૂર કરી શકે છે ખરેખર તો મીઠા માં ઉપસ્થિત મિનરલ્સ કારેલાનો કડવો રસ બહાર કાઢી નાખે છે. કારેલા સમારીને તેની અંદર 15 થી 20 મિનિટ મીઠું નાખીને તેને રહેવા દો. આવું કરવાથી કારેલાના અંદર નો કડવો રસ બહાર આવી જશે.

Image Source

તેની છાલ કાઢી લો

કારેલાની છાલ કાઢીને તેને બનાવો આવું કરવાથી કારેલાની કડવાહટ ઘણી ઓછી થઈ જાય છે

દહીં

તમે કારેલા ની કડવાશ દૂર કરવા માટે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે કારેલાને નાના ટુકડામાં કાપીને તેની અંદર દહીં ઉમેરી તેને એક કલાક સુધી રહેવા દો પછી તેનો ઉપયોગ કરો. તદુપરાંત તમે દહીને કારેલાના શાકમાં પણ નાખી શકો છો.

Image Source

ડીપ ફ્રાય( તળવા )

કારેલા ડીપ ફ્રાય કરી ને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Image Source

ચોખાનું પાણી

કારેલા નાના-નાના ટુકડા કરીને તેને ચોખાના પાણીમાં રાખો. તેને ઓછામાં ઓછા અડઘા કલાક સુધી પાણીમાં ડૂબાડીને રાખો. આવું કરવાથી કારેલાની કડવાહટ ઓછી થઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *