5 મિનિટમાં ઝટપટ બનવો સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપુર ટેસ્ટી ચણા ડીલાઇટ

Image Source

સ્વાસ્થ્ય માટે ચણા ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ચણા ડીલાઇટનો સ્વાદ ખુબજ સારો લાગે છે. જો એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે. તો ચાલો જાણીએ ચણા ડીલાઇટ રેસિપી.

પ્રોટીનથી ભરપૂર કાળા ચણા ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળા ચણાનું સેવન ફાયદાકારક છે. કાળા ચણામાં ફાઇબર હોય છે જે લોહીમાં શુગર લેવલને નિયંત્રિત રાખે છે. કાળા ચણાને ખાવા માટે ઘણી રીતે તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપુર ચણા ડીલાઇટ બનાવવાની રેસિપી.

ચણા ડીલાઇટ બનાવવાની સામગ્રી

 • 1 વાટકી કાળા ચણા ( બાફેલા )
 • 1 કાંદો ( જીણો સમારેલો )
 • 1 ટામેટું ( જીણું સમારેલું )
 • 1 લીલુ મરચુ ( જીણું સમારેલું )
 • 1 લીંબુ
 • 1 ચમચી લીલા ધાણા
 • ચપટી લાલ મરચાનો પાવડર
 • મીઠું સ્વાદ મુજબ

Image Source

ચણા ડીલાઇટ બનાવવાની રીત

 • એક બાઉલમાં ચણા, કાંદા, ટામેટા, લીલું મરચું, લીંબુનો રસ, લાલ મરચાનો પાવડર અને મીઠું ઉમેરો.
 • બધી સામગ્રીઓને સરખી રીતે મિક્સ કરો.
 • તમારી ચણા ડીલાઇટ તૈયાર છે, તેની ઉપરથી લીલા ધાણા નાખીને પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *