જોર્જિયા ની આ ૧૩૦ ફૂટ ઉંચી પહાડી પર રહે છે એકલો એક માણસ, જાણો શા માટે

જોર્જિયાનું ૧૩૦ ફૂટ ઊંચું કાત્સ્ખી પીલ્લર સદિયોથી ઉજાડ પડ્યું રહ્યું. અત્યારે હવે ત્યાં મેક્ઝીમ નામક એક ખ્રિસ્તી મોન્ક એકલા રહે છે.આ ૧૩૦ ફૂટ ઊંચું, એકદમ સીધું, ખમ્ભા જેવો પહાડ છે. આ પહાડના શિખર પર એકલું રેહવાની કલ્પના પણ ડરાવની લાગે છે. પણ ૬૩ વર્ષના આ વ્યક્તિ લગભગ ૨૫ વર્ષોથી આ ઉંચી પહાડી પર રહે છે. આ વ્યક્તિ માને છે કે ખતરનાક દેખાતી આટલી લાંબી અને ઉંચી ટોચી પર રેહવું મને ભગવાનમી વધુ નજીક અનુભવ કરાવે છે.

૧૯૯૩ થી મેકઝીમ ૧૩૦ ફુટ ઊંચી ‘કાત્સકી પિલર’ પર જીવે છે. તેઓ ત્યાં એકલા રહે છે અને અઠવાડિયામાં ફક્ત બે વાર જ નીચે ઉતરે છે. 

નીચે ઉતરવા માટે 131 ફૂટની સીડી છે, જેમાં મેક્ઝીમને ૨૦ મિનીટ લાગે છે. બાકી જરૂરત નો સમાન મેક્ઝીમના ફોલોવર્સ તેમને ચક્કરઘીની મદદથી પહુંચાડે છે. 

ખંભા જેવો દેખાતો આ પહાડની ચોટી પર એક નાનકડું કોટેજ છે, તેમાં એક પ્રાર્થના કક્ષ પણ છે, કેટલાક પ્રીસ્ટ અને યુવાનો ક્યારેક ક્યારેક આવી અહી પ્રાર્થના કરે છે. 

મોન્ક બનતા પહેલા મેક્ઝીમ ક્રેન ઓપરેટર નું કામ કરતા હતા, જેમણે જણવ્યું કે યુવાવસ્થામાં તેમને દારુ અને ડ્રગ્સની લત લાગી હતી. અને આ ચક્કરમાં એક વાર જેલ પણ જવું પડ્યું અને જેલ ગયા પછી તેમને પોતાનું જીવન બદલવાનનો નિર્ણય કર્યો. 

સળીયો સુધી આ જગ્યા ઉજાડ પડી રહી, સ્થાનીય લોકોને પર્વત ચોટી પર ખંડર તો નજર આવ્યા પરંતુ કોઈએ ત્યાં પહોંચવાનો પ્રયાસ કર્યો નથી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *