વરસાદની મઝા લેતા જોવા મળ્યા સુહાના સંગ ગૌરી ખાન, ફોટો થઈ વાઈરલ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજકાલ સોશલ મીડિયામાં ભારે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણી વરસાદ ની મઝા લઈ રહી હોઈ તેવો એક ફોટો સોશલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને જે ખુબ જ વાયરલ થયો હતો. સુહાના સંગ તેની માતા ગૌરી ખાન પર તેની સાથે આ મઝામાં શામેલ હતી.

image source

હાલ મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાને કારણે જોરદાર વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ઘણા લોકોને તકલીફ પડી હતી તો ઘણાએ તેની ભરપુર મજા પણ માણી હતી. આ મજા માણનારાઓમાં શાહરુખની પત્ની ગૌરી ખાન અને તેની પુત્રી સુહાના ખાન પણ સામેલ હતા. સુહાનાએ ભરપુર વરસાદ ની મઝા માણતા સોશલ મીડિયાના કેપ્શનમાં લખ્યું છે… મુંબઈના પહેલા વરસાદની મજા માતા ગૌરી ખાન સાથે. સુહાનાનો આ ફોટો તેની ફેન ક્લબે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

Exclusive: Enjoying 1st rain with mum💙🌧 #suhanakhan

A post shared by Suhana Khan (@suhanakhan__fb) on

સુહાના ગૌરી ખાન સાથે બાલ્કનીમાં બેઠી છે

સુહાના ખાન લોકડાઉન અગાઉ તેના પરિવાર સાથે અમેરિકામાં હતી. વાયરલ થયેલા ફોટોમાં તે પોતાની માતા સાથે બાલ્કનીમાં બેઠી છે. તે ખુરશીમાં બેઠી છે અને સામે રાખેલા ટેબલ પર પગ રાખીને બેઠી છે. ફોટોમાં દેખાય છે કે વરસાદ પડી રહ્યો છે અને બંને મા-દિકરી વસાદની મજા માણી રહ્યા છે.

image source

બોલિવુડમાં એન્ટ્રી વગર જ સુહાના લોકપ્રિય

સુહાના ખાને હજી સુધી બોલિવૂડમાં એન્ટ્રી લીધી નથી પરંતુ તે છતાં તે કોઈ સ્ટાર કરતાં ઓછી લોકપ્રિય નથી. સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ તેને ફોલો કરતા હોય છે. જે આ ફોટો ક્યારનો છે તે તો જાણી શકાયું નથી પરંતુ હાલમાં મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને એ જ વખતે તેનો આ ફોટો વાયરલ થયો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *