ત્વચા અને વાળ માટે લસણના તેલના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે જાણો

લસણ લગભગ દરેક ઘરમાં રહેલું હોય છે. તેને રસોઈમાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે, સાથે જ સ્વાસ્થ્ય પર પણ ઘણો ફાયદો થાય છે. લસણમાં સૌથી વધારે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. સવારે ભૂખ્યા પેટે લસણ ખાવાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ પણ રહેલું હોય છે, જે કેન્સર જેવી જોખમી બીમારીઓથી બચાવે છે. તેવીજ રીતે લસણની કળીઓ માંથી તૈયાર થયેલું તેલ પણ વાળ અને ત્વચા માટે સ્વસ્થ હોય છે.

garlic-oil-benefits-for-skin-and-hair

Image Source

લસણનું તેલ ત્વચા પર લગાવવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળે છે. વાળમાં લસણનું તેલ લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. આ તેલના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કાનમાં થનારા સંક્રમણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. જાણો લસણનું તેલ ચેહરા અને વાળની સુંદરતા વધારવા માટે કેવી રીતે ફાયદાકારક થાય છે.

ત્વચા માટે લસણના તેલના ફાયદા -:

garlic-oil-benefits-for-skin

Image Source

૧) લસણનું તેલ એન્ટી ફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે અને તે બંને તત્વ ત્વચાને રોગમુક્ત રાખવા માટે જરૂરી હોય છે. ઘણા પ્રકારની ત્વચાની સમસ્યા જેમકે દાદર, ખરજવું, ખંજવાળ, સોરાયસીસ, કોર્ન વગેરે રોગોથી બચાવે છે. તમને ત્વચા પર ખંજવાળ, શુષ્કતા, દાદર, ફોડલીઓ જેવી સમસ્યા થાય તો રુની મદદથી લસણનું તેલ ત્વચા પર લગાવો. તેને થોડી વાર માટે તેમજ લગાવેલું રેહવા દો. તે ત્વચાના ચેપને દૂર કરે છે.

૨) ખીલ અથવા ફોડલીઓની સમસ્યાથી ચેહરો દાગ ધબ્બા થી ભરાય ગયો હોય, તો લસણનું તેલ ચેહરા પર લગાવી જુઓ. આ તેલ ખીલને ઓછા કરવામાં મદદ કરે છે. એક ચમચી મુલતાની માટીમાં અડધી ચમચી લસણનું તેલ ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ લગાવીને તેમજ રહેવા દો. પછી ચેહરો પાણીથી સાફ કરી લો.

વાળ માટે લસણના તેલના ફાયદા -:

garlic-oil-benefits-for-hair

Image Source

૧) લસણનું તેલ વાળમાં થતો ખોડો, માથાની ચામડી પર થતા લાલ ચકતા, ખંજવાળ વગેરેને ઓછી કરે છે. માથાની ચામડી અને વાળના મૂળને પોષણ આપે છે. બાળકોના માથામાં જૂ થયા હોય, તો લસણનું તેલ ગરમ કરીને લગાવો. સવારે વાળને શેમ્પુથી ધોઈ લો. વાળ કાળા, ઘાટા અને મૂળમાંથી મજબૂત બનશે.

૨) વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન રહો છો, તો લસણનું તેલ લગાવો, વાળમાં આ તેલ લગાવીને ૧ કલાક શાવર કેપ પેહરીને પછી શેમ્પૂ કરો. વાળની સમસ્યા પણ દુર થશે અને ફાયદો થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *