જો ઘેરાઈ ગયા છે દુ:ખના વાદળ તો કરી લો બુધવારના રોજ આ દિવ્ય મંત્રનુ મંત્રોચાર અને કરો દરેક મનોકામના પૂર્ણ…

મિત્રો, અમુક પૌરાણિક માન્યતાઓ મુજબ કોઈપણ શુભ કામમા સૌથી પહેલા પ્રભુ શ્રી ગણેશજી નું પૂજન કરવામાં આવે છે. પ્રભુ શ્રી ગણેશ એ રિદ્ધિ-સિદ્ધિના દેવ મનાય છે. તે પ્રથમ પૂજનીય દેવ છે. જો તેમની કૃપાદ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી જાય છે તો તે વ્યક્તિના જીવનમારહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘર-પરિવારની ગરીબી પણ દૂર થઇ જાય છે. બુધવાર એ પ્રભુ શ્રી ગણેશ નો પ્રિય દિવસ છે. જો આ તમે બુધવારના દિવસે થોડા સરળ ઉપાય અજમાવો તો તમે તમારા દુ:ખ અને દર્દમાંથી મુક્તિ મેળવી શકો છો.

Image source

આજે અમે તમને પ્રભુ શ્રી ગણેશના ચમત્કારિક મંત્રો વિશે માહિતી આપીશુ. જો તમે એક મંત્રનો મંત્રોચ્ચાર ૧૦૮  વાર કરો છો તો તેનો લાભ તમને અવશ્ય મળશે. થોડા દિવસમા જ ઘરની તમામ સમસ્યાઓનો અંત થશે કારણકે,શાસ્ત્રોમા તેને ખુબ જ પ્રભાવશાળી માનવામા આવે છે.

બુધવારના દિવસે કરો આ ચમત્કારિક મંત્રો નો મંત્રોચ્ચાર :

Image source

કાર્યો થશે સફળતાપૂર્વક પૂર્ણ :

જો તમારાકોઈ અગત્યના પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય અને તેમા તમે સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો આ મંત્ર “ॐ वर वरदाय विजय गणपतये नमः”નો મંત્રોચ્ચાર કરો. આ સિવાય ઘરમા કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ ચાલી રહ્યો હોય, કોર્ટ કચેરીમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આ મંત્ર “ॐ गं गणपतये सर्वविघ्न हराय सर्वाय सर्वगुरवे लम्बोदराय ह्रीं गं नमः”નો મંત્રોચ્ચાર કરો.

તમામ ઈચ્છાઓ થશે પૂર્ણ :

જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને તમે જલ્દી જ મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો તે સમયે આ મંત્ર “ॐ अन्तरिक्षाय स्वाहा”નો મંત્રોચ્ચાર કરો. આ મંત્રના મંત્રોચ્ચારથી અનેક મનોકામના પૂર્ણ થાય છે.

Image source

ગરીબી થાય છે દૂર :

દરેક વ્યક્તિ તેના જીવનમા પૈસાદાર બનવાની જ ઈચ્છા ધરાવતા હોય છે. માણસ તેના જીવનમા કમાવવાના અનેકવિધ પ્રયાસ  કરતા હોય છે. ઘણા લોકો અથાગ પરિશ્રમ કરવા છતા પણ નાણા કમાવવામા સફળ નથી રહેતા. ઘર-પરિવારમા ધનનો અભાવ રહે છે. ઘરમા ગરીબી રહે છે. જો તમે ઈચ્છો તો ઘર-પરિવારની ગરીબાઈ જલ્દી જ દૂર કરી શકો છો. તમારે બુધવારના દિવસે “ॐ गं लक्ष्म्यौ आगच्छ आगच्छ फट्।અથવા  તો ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः फट।।”નો મંત્રોચ્ચાર કરી શકો છો.

યાત્રા થશે સફળતાપૂર્વક પૂર્ણ :

જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોવઅથવા તો તમે યાત્રા પર જવા ઇચ્છતા હોય અને યાત્રામાં સફળતા મળે તો આ સ્થિતિમાં “ॐ नमः सिद्धिविनायकाय सर्वकार्यकर्त्रे सर्वविघ्न प्रशमनाय सर्व राज्य वश्य कारनाय सर्वजन सर्व स्त्री पुरुषाकर्षणाय श्री ॐ स्वाहा।।”મંત્રનો મંત્રોચ્ચાર કરો.

Image source

જીવનમા સુખ-શાંતિ મળે :

આપણે સૌ એવી ઈચ્છા ધરાવતા હોઈએ છીએ કે જીવનમા આપણને સુખ અને શાંતિ મળે. જો તમે એવુ ઇચ્છો છો કે, જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય અને તમારા જીવનમા બધુ જ સારું થાય તો તે માટે તમારે બુધવારના દિવસે “ॐ हुं गं ग्लौं हरिद्रा गणपत्ये वरद वरद सर्वजन हृदये स्तम्भय स्वाहा”નો મંત્રોચ્ચાર કરવો પડશે. જેનાથી તમને જલ્દી જ લાભ થઇ શકે છે. આ ગણેશ સાધનાનો ચમત્કારિક મંત્ર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *