ગણેશ ચતુર્થી ૨૦૧૮ : બાપ્પા ની મૂર્તિ કેવી હોઈ જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ તેમની સ્થાપના🙏

ગણેશ ચતુર્થી ૨૦૧૮ આ વર્ષે ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ આવે છે. મહારાષ્ટ્ર સ્મિત સમગ્ર દેશ-વિદેશ માં પણ ગણેશ ઉત્સવ ખુબજ ધૂમ-ધામ થી ઉજવવામાં આવે છે. ગણેશ ચતૂર્થીના આ પ્રસંગે, દરેક વ્યક્તિ પોતાના ઘરોમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ગણેશજી ની પ્રતિમા કેવી રીતે કરવી અને કેવી રીતે ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવી.

તેથી આજે અમે તમને જણાંવશું કે બપ્પા ને ઘરમાં પ્રવેશતા પહેલાં તમારે કઈ ખાસ બાબતોની કાળજી લેવી જોઈએ, જેથી પૂજા દરમિયાન તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

૧. ઘરમાં હમેશા એવા ગણપતી લાવો જેમની સુંઢ જમણી બાજુ વળેલી હોય. આમ કરવાથી ઘરમાં હમેશા શાંતિ અને ખુશીયો નો વાસ રહે છે.

૨. બાપ્પા ની મૂર્તિ ને ઘરમાં સ્થાપિત કરતા સમયે હમેશા ધ્યાન રાખો કે ગણેશજી ની પીઠ દીવાલ તરફ હોવી જોઈએ. કારણકે શાસ્ત્રો અનુસાર, બાપ્પા પાછળ ટેકો હોય તે શુભ ગણાય છે..

3. જો તમે ઘરમાં ગણેશજી ની તસ્વીર અથવા ઓઈ ચિત્ર લાવી રહ્યા છો તો ધ્યાન રાખજો કે ચિત્ર માં તેમની સાથે મોદક અને ઉંદર જરૂર હોય. આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસા ની કમી નહી રહે.

૪. જે ઘરોમાં નજર લાગવાની અથવા કલેશ ની સમસ્યા રહે છે, તેમણે ઘરમાં સફેદ રંગ અથવા ધુમ્રવર્ણી ગણપતી ને સ્થાપિત કરવા જોઈએ.

૫. ઘરના વાસ્તુ દોષ નો નિવારણ કરવા માટે તમે ગોલ્ડેન કલરના ગણેશજી પણ લાવી શકો છો, આ કલરમાં નેગેટીવ એનર્જી ને સમાપ્ત કરવાની ક્ષમતા હોય છે, અને ઘર- સંસાર ની રક્ષા પોતે ગણેશજી કર છે.

અમે આશા કરીએ છીએ કે આ થોડી ઘણી સુચીઓ તમને મદદ થશે અને આ વખતની ગણેશ ચતુર્થી યાદગાર બનશે.. તો બોલો ગણપતી બાપ્પા મોરિયા….!!!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *