પાણીથી દીવો થાય? ભારતના આ મંદિરમાં આજે પણ નદીના પાણીથી અખંડ દીવો કરવામાં આવે છે…

વિશ્વ આખામાં ધાર્મિકતા જોવા મળે છે. જેમાં દેશ મુજબ અલગ-અલગ દેવ-દેવીઓને પૂજવામાં આવે છે. એવી રીતે આજે ભારતના એક મંદિરની વાત જાણીને તમે મોઢામાં આંગળી નાખી જશો. કાલીસિંધ નદીના કિનારે આવેલા આ મંદિરમાં સાક્ષાત માતાજીનો વાસ છે. એટલે તો લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે અચૂક આવે છે.

આ મંદિર તેની અનોખી ઘટના માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આજના આર્ટીકલમાં આપણે જાણવાના છીએ આ અદ્દભુત મંદિર વિશેની વાત. અહીં દેવી શક્તિ હાજરાહજૂર છે. આ મંદિરમાં નદીના પાણીથી પાંચ વર્ષથી વધારે સમયથી દીવો કરવામાં આવે છે. આ હજુ પણ બનતી ઘટના છે જે જાણીને તમને નવી લાગશે.

મધ્યપ્રદેશના ગડીયાઘાટ માતાજી મંદિરમાં આ અનોખી ઘટના બને છે. કાલીસિંધ નદીના કિનારે આ મંદિરમાં દીવા માટે ઘી કે તેલને બદલે પાણી ઉમેરવામાં આવે છે. આ લાહવો નિહાળવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ મંદિર ગડીયાઘાટવાળા માતાજીના નામથી પ્રચલિત છે. માલવાના નલખેડા ગામથી લગભગ ૧૫ કિમી દૂર ગડીયા ગામની પાસે આવેલુ આ મંદિર અત્યારે તો બહુ ફેમસ થઇ ચુક્યું છે.

મંદિરના પૂજારી જણાવે છે કે, પહેલા તો અહીં તેલનો દીવો કરવામાં આવતો પણ પછી માતાજીએ સપનામાં આવીને દર્શન આપ્યા અને પાણીમાંથી દીવો પ્રગટાવવાનું કહ્યું. સવારે ઉઠીને તેને નદીના પાણીથી દીવો પ્રગટાવ્યો તો ખરેખર સપનામાં જે બન્યું હતું એ સાચું પડ્યું. આવું થયું ત્યારે પૂજારી ખૂદ વિચારમાં પડી ગયા હતા.

બે-ત્રણ મહિના સુધી આ વાત કોઈને જણાવી પણ ન હતી. પછી ધીમે-ધીમે ગામના વ્યક્તિઓને આ વાત ખબર પડી. સૌ પહેલા તો લોકો વિશ્વાસ કરતા ન હતા પરંતુ દીવામાં ઘી કે તેલને બદલે નદીનું પાણી લઈને પ્રગટાવવામાં આવ્યો તો ખરેખર દીવો પ્રગટ્યો ત્યાર બાદ બધા આ મંદિરને માતાજીના ચમત્કારના રૂપમાં માનવા લાગ્યા.

ચોમાસાની મૌસમમાં આ મંદિર નદીના પાણીમાં ડૂબી જાય છે ત્યારે આ મંદિરમાં પૂજા કરવી સંભવ બનતી નથી. પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરની શરદ નવરાત્રીએ ફરીથી નદીનું વોટર લેવલ ઓછું થતા જ્યોત જલાવી દેવામાં આવે છે. જે આવનારા બીજા ચોમાસા સુધી અખંડ રાખવામાં આવે છે. ખરેખર માતાજી પરચારૂપે અહીં આ મંદિરનો દીવો છે, નહીતર પાણીમાંથી દીવો પ્રગટી જાય એ વાત શક્ય નથી.

મધ્યપ્રદેશના ગડીયાઘાટનું મંદિર દેવી શક્તિનું આહ્વાન કરે છે તેમજ માતાજીની હાજરી દર્શાવે છે. એટલે તો દેશ-વિદેશમાંથી મંદિરની મુલાકાતે આવનારા લોકોની સંખ્યા ઓછી હોય કાંઈ ખરી!!

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!