સેલ્ફી લેવામાં ભારતને કોઈ ટક્કર ન આપી શકે – ફોટો તો જુઓ..

  • ભારતના લોકોમાં સેલ્ફી લેવામાં એક્સપર્ટ છે. કેવા-કેવા જુગાડ કરીને સેલ્ફી ક્લિક કરે કે આપણને તો આવો વિચાર પણ ન આવ્યો હોય. જુઓ આ સેલ્ફીને તો ખબર પડે કે સેલ્ફી લેવામાં ગધેડાને પણ બાકી નથી રાખ્યો

તમે જાણો છો એમ હમણાં ટીકટોક એપ્લીકેશન પર બંધ ફરમાવવામાં આવ્યું. અમુક લોકોની આ એપ્લીકેશન બંધ થઇ એટલે મોટી પ્રોફાઈલ બનાવી હતી એ પણ ઠપ્પ થઇ પડી અને અમુક લોકો ખુશ પણ છે કે સારું થયું બંધ થયું. ભારતના લોકોમાં એપ્લીકેશનનું દુષણ ફેલાયું હતું. યંગ જનરેશન કેમેરા સામે ડાન્સ કરવા લાગ્યા હતા અને વાત ગંભીર તો ત્યારે બનતી કે જયારે છોકરીઓ પણ અભદ્ર ભાષામાં કે વિકૃત હરકતો કરીને કેમેરા સામે વિડીયો બનાવવામાં થાકતી ન હતી.

બટ નાવ ઈટસ ઓકે, આવી જ રીતે સેલ્ફી એટલે કે મોબાઈલના ફ્રન્ટ કેમેરાથી જે ફોટો ક્લિક કરતા થાકતા નથી આવી વસ્તી ભારતની અંદર જોવા મળે છે. સાથે આ પ્રકારના લોકોને એક હેશટેગ મળે છે જેને ફોટોહોલિક કહેવામાં આવે છે. ગમે ત્યાં ગયા હોય ત્યારે અથવા લાઈફની કોઇપણ મોમેન્ટને કેમેરામાં કેદ કરવમાં લોકો હવે સહેજ પણ અચકાતા નથી. આ ક્રેઝ છે “સેલ્ફી”નો.

(૧) જુઓ, આ સેલ્ફીને અહીં આ સેલ્ફીમાં દેખાતી છોકરી બહુ ટૂંકા કપડામાં ફોટો ક્લિક કરતા પણ શરમ નથી અનુભવતી સાથે તેને અન્ય એક ફોટોમાં એકસાથે બે સજીવને સેલ્ફીમાં ક્લિક કર્યા હતા. સાઈડની તસવીરમાં તમને દેખાશે કે એ તેના ફોટો સાથે સેલ્ફીમાં ગધેડાને પણ ક્લિક કરી રહી છે. છે ને સાચી વાત. ભારત સેલ્ફી લેવામાં બહુ આગળ છે.

(૨) આ તસવીરમાં આ બંદાને કઈ પડી નથી કે કોઈ જુએ તો કેવું લાગશે. પાછળ વાહનો આગમાં બળીને  ભસ્મ થઇ ગયા છે તો પણ આ બંદાને સેલ્ફી લેવાનું સુઝે છે. સારું ટોઈલેટમાં જતી વખતે સેલ્ફી નથી લેતો!!

(૩) ભારતના લોકો જુગાડ કરવામાં તો ક્યાંય પણ અટકે એમ નથી કારણ કે અહીં તો એક પછી એક માસ્ટર માઈન્ડ માણસો છે. જુઓ આ તસવીરમાં પાવડાને સેલ્ફી સ્ટીક બનાવી દીધી પણ ગમે તે થાય સેલ્ફી તો ક્લિક કરવી જ છે.

(૪) હદ થઈને કે નાગ ઘરમાં આવી ચડે તો કૈંક થઇ જાય અને આ ભાઈ નાગ સાથે સેલ્ફી ક્લિક કરવામાં મશગૂલ છે. આજ તસવીર જોઇને હવે એમ લાગે છે કે નાગને પણ સેલ્ફી ક્લિક કરવાનો શોખ છે એટલે તો એ પણ પોઝ આપે છે. આ શખ્સને તેના જીવની જરા પણ ફિકર નથી અને નાગ સાથે સેલ્ફી ક્લિક કરવા નીકળી પડ્યો છે.

(૫) આ છે સાધુની સ્વેગ સ્ટાઈલ. પહેલો તો પ્રશ્ન એ જ આવે કે સાધુને પણ મોબાઈલ અને સેલ્ફીની જરૂર પડતી હોય તો સંસારી અને સાધુ વચ્ચે ફરક શું? આ સાધુએ જાહેર કરી દીધું કે અમે માત્ર કહેવાના જ સાધુ છીએ!!

(૬) આ મહાન સેલ્ફી નાયકને અત્યારે સેલ્ફી ક્લિક કરવાનું સુઝે છે પણ ટ્રક નીચે કાર દબાયેલ છે તેને કોણ બહાર નીકાળશે. આ સમયમાં મદદ કરવાને બદલે આ શખ્સને સેલ્ફી લેવાનો શોખ ચડ્યો છે. આ સેલ્ફીને દર્દનાક કહેવાય કે યાદગાર એ નક્કી કરવું મુશ્કેલ છે.

(૭) સેલ્ફી સ્ટીકની ખાસ્સી જરૂર પડે એ ભારત નહીં. અહીં લોકો એટલા માઈન્ડેડ છે કે ટેકનોલોજીની વાટ લગાડી દે એમ છે. અહીં લોકોને નવા આઈડિયા ડેવલપ કરવા એટલે જાણે રમત વાત. જુઓ આ તસવીરમાં તમને સાફ દેખાશે કે આ ભાઈ સેલ્ફી સ્ટીક અને વાઈપરને સરખું જ સમજે છે.

તો આ એવા સેલ્ફીના શોખીનો છે કે તેની પાસે ખૂદ મોબાઈલ કંપનીઓ ટૂંકી પડે. કંપનીઓને ખબર પણ નહીં હોય કે આવી રીતે પણ સેલ્ફી ક્લિક કરી શકાય.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close