મજેદાર 8 લવ ટીપ્સ જે કાચા રીલેશનની દોરને બનાવશે એકદમ મજબુત : પાંચ મિનીટમાં વાંચો બધું…

જિંદગી બધાની ચાલતી રહે છે અને ચાલતી જ રહેવાની! એમાં ઘણા ઉતાર-ચડાવ આવતા રહે છે અને કોઇપણ વ્યક્તિએ એ પાર કરવા જ પડે છે. એટલા માટે જ જિંદગીની મંઝીલ બધાની અલગ અલગ રહે છે. કોઈ થોડામાં સંતોષ મને છે તો કોઈને ઘણું બધું મળે છતાં આનંદ ક્યાંથી મળે એ ખબર હોતી નથી.

જીવન વહેતા પાણી જેવું હોય છે, જેમ એક એક દિવસ જિંદગીનો વીતતો જાય એમ સમસ્યા અને સમજદારી બંનેના વધારો થવા લાગે છે. અને યુવાન અવસ્થાની મજા લીધા પછી લગ્ન માટે જીવનસાથી શોધવાનો સમય પણ ક્યારે આવી જાય એ ખબર પડતી નથી. જીવનસાથે અને જીવનસાથી સાથે જીવવાની મજા અનેરી છે, જો પાર્ટનર સામે યોગ્ય હોય તો!!

પાર્ટનર સાથે લાગણી જોડાયેલ હોય, સંબંધની મહેસૂસ જોડાયેલ હોય અને ખાસ કરીને વિશ્વાસની દોર પણ જોડાયેલ હોય છે. એટલે પૂર્ણ અર્થમાં કહો તો આપણા જેવું જ એક વ્યક્તિ જે જીવન જીવવા માટેના જોશમાં વધારો કરે છે.

આજના આર્ટીકલમાં એ વિશ્વાસ, કોમળ અહેસાસ અને એકબીજા પ્રત્યેના ભાવને વધારવા તેમજ સંબંધને મજબુત કરવા માટેની ચાવી લખવામાં આવી છે. તો આપ સૌ ને વિંનતી છે કે આજના આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

આ આર્ટિકલ તમને ક્યાં કામ આવશે? તો આપને એ પણ જણાવી દઈએ કે જો તમને પાર્ટનરના વિશ્વાસમાં વધારો કરવા ઇચ્છતા હોય અથવા પાર્ટનર સાથે આખી જિંદગી સુખમય વિતાવવા ઇચ્છતા હોય તો આ આર્ટિકલની માહિતી તમારા માટે સંબંધની જડીબુટ્ટી બનશે.

તો  ચાલો, જાણીએ મજેદાર 8 લવ ટીપ્સ, જે પાર્ટનર સાથેના સંબંધની દોરને બનાવશે એકદમ મજબુત..

1. નીકટતા :

કોઇપણ સંબંધમાં વ્યક્તિઓ એકબીજાની નજીક હોવા જોઈએ. સહેજ માત્ર અંતર થતા કોઇપણ સંબંધને બગડતા વાર લાગતી નથી. એટલે હંમેશા પાર્ટનરની નજીક રહેવાના પ્રયત્નો કરવા જોઈએ. અહીં ખાસ એ પણ જણાવી દઈએ કે એકબીજાની નજીક આવવા માટે સૌ પ્રથમ પ્રાથમિક જરૂરિયાત પડે એવી વાત ‘વિશ્વાસ’ છે. એટલે તમે પાર્ટનરને પહેલા વિશ્વાસ અપાવો કે તમે તેને સાચો પ્રેમ કરી રહ્યા છો અથવા તો સાચા પ્રેમીની જેમ સાચવી રહ્યા છો. પાર્ટનરને વિશ્વાસ આવવામાં થોડી વાર પણ લાગી શકે છે તો તેને પુરતો સમય આપો અને સંબંધને સમજવાના પ્રયત્નોમાં ભાગ લેવા દો. બસ, આ જ છે એકબીજાના નિકટ આવવાની રીત…

2. ખાનગી વાત :

જેમ જેમ સંબંધ વધે તેમ એ ‘સેફટી’ માંગે છે. ઘણા લોકો એવું કહેવા હોય છે કે લાંબા સમય પછી સંબંધને સાચવવો નથી પડતો તો આ એકદમ વાહિયાત વાત છે. આ દુનિયામાં જુનું છે એ જ સોનું છે. એટલે સંબંધમાં પણ એવું જ છે! પાર્ટનર સાથે થયેલ વાત કે ચર્ચાને સાર્વજનિક ન બનાવો. કાયમ યાદ રાખો કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતને હંમેશા બે વ્યક્તિ વચ્ચે જ રહેવા દો. વાત એ કોઇપણ હોઈ શકે પણ ત્રીજી વ્યક્તિને વચ્ચે ઉમેરવાથી એ વાત વિવાદમાં પરિણમે છે એટલે પાર્ટનર સાથેના કોમળ સંબંધને કાયમી સાચવી રાખવા વાતને બહાર જાહેર ન કરવી જોઈએ. બંને પક્ષે આ જ થવું જોઈએ અને આ જ છે સંબંધની કાચી દોરને મજબુત કરવાની ચાવી…

3. બે વચ્ચે ત્રીજી વ્યક્તિ :

તમે અને તમારું પાર્ટનર જો એકબીજા પર અતુટ ભરોષો કરતા હશો તો તેની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિને આવવાની જગ્યા ન આપો. કારણ કે અહીંથી મોટાભાગના સંબંધોમાં તિરાડ પડે છે. દુનિયાને એક નાની વાતને મરી મસાલા ઉમેરી કહેવાની ખરાબ આદત છે. અને એનો જ શિકાર સારા સંબંધની કાચી દોર બની જતા હોય છે. એટલે ખાસ યાદ રાખો કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચેના ભરોષામાં ક્યારેય ત્રીજા વ્યક્તિનો ઉમેરો થવા ન દો.

4. ‘તુંજરૂરી છે મારા માટે…

જે વ્યક્તિને ઘમંડ રહેતું હોય તેની તો વાત જ અલગ છે બાકી જે નિર્દોષ રહીને પ્રેમને નિભાવે છે તેને ખાસ કહેવાનું કે પાર્ટનરને કહો કે,’ તું જરૂરી છે મારા માટે…’ આ વાક્ય સંબંધમાં ઈંઘણ માફક કામ કરે છે. પાર્ટનરને શાંતિથી બેઠા હોય ત્યારે અથવા તો રોમેન્ટિક ક્ષણમાં કહો કે તું જરૂરી છે મારા માટે…આ વાતમાં ઘણી જ શક્તિ રહેલી છે, જેને સહારે આજીવન જિંદગી જીવી જવાય છે. અને આમ પણ આ વાક્ય કાચા સંબંધની દોરને મજબુત બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.

5. બંનેની પસંદ :

જુઓ, પ્રેમી કોઇપણ પ્રકારના હોય, એ લગ્નથી જોડાયેલ હોય કે નહીં પણ કોઇપણ સંબંધમાં એ જરૂરી નથી કે તમારા પાર્ટનરની પસંદગી તમારા જેવી જ હોય અને એને એ જ વસ્તુઓ ગમતી હોય જે તમને અતિ પ્રિય હોય. તો બંનેના પ્રેમને કાયમી જીવવા માટે જીવનના થોડા બદલાવને અપનાવતા રહો અને ખુશીના કારણ શોધતા રહો.આમ પણ જિંદગી કોઈને ક્યાં બે ભવની મળી છે તો આપણને મળે! એકબીજા સાથે ચર્ચા કરો અને એ જાણો કે શું પસંદ છે અને શું પસંદ નથી? આ પણ કાચા સંબંધને મજબુત બનાવવા માટે કામ લાગે એવો મુદ્દો છે.

6. સંબંધનું બીજું નામ આઝાદી :

ભલે તમે તમારા સાથીને ગમે તેટલો પ્રેમ કરતા હોય પણ તેને જીવવા માટે પોતાની જગ્યા જોઈતી હોય છે. નાની નાની વાતમાં તેને રોકટોક કરવાથી સંબંધની મીઠાશ મરી શકે છે અને અંતે સાથી નિ:રસ થઇ જાય છે. મોટાભાગના લગ્નજીવન આ કારણે ક્ષતિ પામતા હોય છે, તો ખાસ યાદ રાખો કે પાર્ટનર પર વિશ્વાસ રાખો અને તેને આઝાદી સાથે જીવવાનો મોકો પણ આપો.

7. બંનેનું સમ્માન :

સ્ત્રી-પુરૂષ બંનેને જોવાની દ્રષ્ટિ અલગ અલગ ન કરો. તમારા પાર્ટનર સાથે જીવવાની ઈચ્છાને કાયમી સાચવી રાખવા માટે બંનેનું સમ્માન જરૂરી છે. સમાજ, પરિવાર કે મિત્ર વચ્ચે પાર્ટનરને માન આપતા રહો. બધા વચ્ચે જીવનસાથી તરીકે જો તમે જ માન આપવાનું ચાલુ કરશો તો અન્ય લોકો આપમેળે એ જોશે અને માન પણ આપશે. એટલે બંનેનું માન એકસરખું રહે એવા પ્રયાસ કરવાનું નિરંતર ચાલુ રાખો. આખી જિંદગી…

8. આપણે બંને…

લગ્ન પછી માણસ એકમાંથી બે થતો હોય છે અને બાળકો પછી બે કરતા વધારે. પણ લગ્ન પછી અથવા સંબંધમાં જોડાયા પછી એકલાની ભાવના હંમેશા દૂર રાખવી જોઈએ કારણ કે જ્યાં સુધી આ એકલવાયુ જીવન જીવશો ત્યાં સુધી ક્યારેય ‘આપણે બંને’ શબ્દ નહીં વાપરી શકો. એટલે સંબંધને મજબુત બનાવો અને ખાસ કરીને પાર્ટનરને રોજ એ મહેસૂસ કરવો કે ‘આપણે બંને…,’ માત્ર હું એક કે તું એક નહીં…

તો સમજ્યાને આ મુદ્દાઓને…અહીં જણાવેલ ટીપ્સ તમને આપી શકે છે સ્ટ્રોંગ રીલેશન ફીલિંગ્સ વિથ ટ્રૂ લવ … કોઇપણ સંબંધને મજબુત બનાવી શકાય છે, જો અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરવામાં આવે તો! તો તમે પણ આજથી પાર્ટનર સાથેના સંબંધમાં સુધાર લાવો…

આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે અને જો આ માહિતી આપના પાર્ટનર સાથે શેયર કરવા ઈચ્છતા હોય તો બિન્દાસ્ત આ માહિતીને પાર્ટનરને મોબાઈલમાં મોકલી શકો છો.

આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *