વજન ઘટાડવાથી લઈ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ગુણકારી ફ્લાવર

મિત્રો, આપણામાંથી એવા ઘણા લોકો હશે જેને ફ્લાવર ખાવું ગમતું નથી હોતું. ફ્લાવર સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે, તેનાથી શરીરને ખુબ જ લાભ થાય છે. તેનાથી મોટામાં મોટી બીમારીઓ પણ દુર ભાગી જાય છે. આજે અમે તમને ફ્લાવર ખાવાના એવા ફાયદાઓ વિશે જણાવીશું કે જેને જાણી તમે ફ્લાવરને ખુબ જ પસંદ કરવા લાગશો.

તમને જણાવી દઈએ કે ફ્લાવરમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભકારી સાબિત થાય છે. ફ્લાવર વજન ઘટાડવાથી લઈ બીજા ઘણા જ ફાયદાઓ આપે છે. લીલા શાકભાજીની યાદીમાં આવતું ફ્લાવર કઈ રીતે શરીરને લાભ કરે છે આવો જાણીએ..

૧. ફ્લાવરમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનતંત્રને સારી રીતે એક્ટિવ રાખે છે. તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. 

2. ફ્લાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન અને એંટી ઓક્સીડેંટ્સ હોય છે જે શરીરને લાભ કરે છે. 100 ગ્રામ ફ્લાવરમાં વિટામિન સી 77 ટકા, વિટામિન કે 20 ટકા હોય છે. સાથે જ તેમાં લોહતત્વ, મેન્ગીશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફોલિક એસિડ હોય છે. 

3. ફ્લાવર અન્ય લીલા શાકના પ્રમાણમાં વજન ઘટાડવામાં વધારે મદદ કરે છે. 100 ગ્રામ ફ્લાવરમાં લગભગ 30 કેલેરી અને 3 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. 

4. ફ્લાવરમાં એંટીઓક્સીડેંટ વધારે હોય છે. જે કેન્સર વધારતી કોશિકાઓને પ્રભાવિત કરે છે અને તેને વધતી અટકાવે છે. તેમાં રહેલા તત્વો ડીએનએને નુકસાનથી બચાવે છે અને સ્વસ્થ સેલને વધારે છે. 

5. ફ્લાવર નિયમિત ખાવાથી રક્ત સંચાર વધે છે. જેના કારણે હૃદય સ્વસ્થ્ય રહે છે. 

6. ફ્લાવરમાં ફોલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. તેથી તે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેનાથી ભ્રૂણનો વિકાસ યોગ્ય રીતે થાય છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *