આ ઉંમરથી નાના ભાઈ બહેનને સાચવવા લાયક થઇ જાય છે બાળકો, માતા પિતા ની ચિંતા થાય છે ઓછી 

Image Source

બહાર જોબ કરતા માતાપિતાને પોતાના બાળકોને ઘરમાં એકલા મૂકવા પડે છે એવામાં બાળકોને યોગ્ય પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે તો બાળકો જાતે સુરક્ષિત રહીને એકબીજાની દેખભાળ કરી શકે છે.

લગભગ ના ઈચ્છતા પણ આપણે આપણા બાળકોને ઘરે એકલા છોડીને ક્યાંક ને ક્યાંક જવું પડે છે એવામાં જો તમે એકથી વધુ બાળકો છે અને ઈચ્છો છો કે મોટો બાળક બીજા નાના બાળકનું ધ્યાન રાખે પરંતુ તમને એ ચિંતા પણ રહે છે કે બંને બાળકો સુરક્ષિત રહેશે કે નહીં.

Image Source

કઈ ઉંમરથી દેખભાળ કરી શકે છે

અહીં ઉંમર વિશેષ રૂપથી જવાબ આપી શકાતો નથી કારણ કે દરેક બાળકને માનસિક ક્ષમતા અલગ અલગ જોવા મળે છે. જો બાળક મેચ્યોર છે અને તે પોતાના નાના ભાઇ બહેનનું ધ્યાન રાખી શકે છે.

ઉંમર ની વાત કરવામાં આવે તો મોટું બાળક ઓછામાં ઓછું 11 થી 12 વર્ષના હોવું જોઈએ અને નાનો બાળક બે વર્ષનું હોવું જોઈએ આ વિષય પર દરેક દેશની સરકારે એક ગાઈડ લાઈન પણ જાહેર કરી છે તમારે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Image Source

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ઉંમર સિવાય બાળકને શારીરિક માનસિક અને ઇમોશનલ હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ધ્યાન રાખો કે તું મોટો બાળકના બાળકનું ધ્યાન સંપૂર્ણ મનથી કરવા માંગે છે? શું બાળક ઘરે દરેક નિયમોને જાણે છે? શું મોટુ બાળક કોઈ પણ નિર્ણય લેવા માટે સક્ષમ છે? તેનો વ્યવહાર કેવો છે? તે તણાવમાં કયા પ્રકારનો વ્યવહાર કરે છે? તમારે તમારા બંને બાળક સાથે બેસીને વાત કરવી જોઇએ તેમને એકબીજાનું ધ્યાન રાખવા માટે પહેલાં જ શીખવાડવું જોઈએ.

Image Source

બહારના વ્યક્તિ સાથે વ્યવહાર કરતા શીખવાડો

તેમને તમારા શહેર નો ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર, તમારો ફોન નંબર તથા પરિવારજનો અને જાણીતા લોકોનો ફોન નંબર યાદ હોવો જોઈએ. બાળકને એ પણ જણાવવું કે તેમને કોઈપણ અજાણ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી છે અને કોની સાથે વાત કરવાની છે અને કોની સાથે નહીં.

Image Source

નાની-નાની વાતોની આપો જાણકારી

બાળકોને સક્ષમ બનાવો જેથી તે પોતાના માટે જમવાનું ગરમ કરી શકે, ઘરમાં ઇન્ટરનેટ નો ઉપયોગ સુરક્ષાની સાથે કેવી રીતે કરવાનો છે તે તેમને જણાવો. જો ભૂલથી પણ કંઈક વાગી જાય તો તૈયારીમાં ઉપચાર કરવાનું પણ શીખવાડો.

ઘરની બહાર જવાના બે રસ્તા તમારા બાળકને ખબર હોવા જોઈએ. જો તમે દરરોજ બહાર જાવ છો તો પાછા આવતા જ આખા દિવસની વાતો તેમને પૂછો.

મિત્ર જેવો વ્યવહાર રાખો જેથી તમને કોઈ પણ વાત કહેવાથી ગભરાશે નહીં અને તમારાથી ડરશે નહીં.બાળકોને જણાવો કે ચપ્પુ, છરી, દવા અને સફાઈ નો સામાન ખૂબ જ ખતરનાક હોય છે.

Image Source

મોટા બાળકને જવાબદારીની સાથે ગિફ્ટ પણ આપો

જેમ પોતાના નાના ભાઈ બહેનની સંભાળ રાખવી મોટા બાળકની જવાબદારી છે તેવી જ રીતે તેમના ઈમોશન નું ધ્યાન રાખવું તે આપણી જવાબદારી છે. બાળકોને તેમના સારા કામ માટે તેમનો જરૂરત નો સામાન ગિફ્ટના રૂપમાં લાવીને આપો. તેનાથી તે પ્રોત્સાહિત થશે અને તમારી સમસ્યાઓને પણ ધ્યાનથી સાંભળશે અને તેનું સમાધાન કરી શકશે.

Image Source

ઘરના અમુક સામાન્ય નિયમ અને સાવધાની

તમારા ઘરમાં અમુક સામાન્ય પરંતુ જરૂરી નિયમ બનાવો. બાળકોને તે નિયમો સાથે સંમત કરો. તમે ઘરે જ્યારે પણ હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બાળકો તે દરેક નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં.

તેમને અમુક સાવધાની પણ શીખવાડો જેમ કે જો રસોડા માં આગ લાગી જાય ત્યારે શું કરવું જોઈએ? ફાયર એલારામ વાગે તો શું કરવાનું છે? જો ખૂબ જ વરસાદ પડે અને તોફાન આવવાનો હોય ત્યારે કેવી રીતે પોતાને સુરક્ષિત કરવાનું છે?. લાઈટ જતું રહે ત્યારે શું કરવાનું છે? કોઈપણ  ફોન અથવા તો દરવાજા પર વ્યક્તિ આવે ત્યારે તેમને કેવી રીતે જવાબ આપવાનો છે.

Image Source

માતા પિતાની જવાબદારી

બાળકોની સાથે સાથે માતા પિતાની જવાબદારી પણ છે કે તે બાળકો ની જરૂરત નો બધો જ સામાન ઘરે લાવીને મૂકે જો તમારા પાડોશી સારા છે તો પાડોશીને જણાવો કે તમારા બાળકો ઘરે એકલા છે.

પહેલા ઓછામાં ઓછા સમય માટે બહાર જાવ અને ઘરે આવીને ઘરની સ્થિતિ અને બાળકો ના વ્યવહાર ની જાણકારી મેળવો. ત્યારબાદ તેમને લાંબા સમય માટે એકલા મૂકીને જઈ શકાય છે.જો તમારા બાળકો એકબીજાને પ્રેમ કરે છે અને બંને એકબીજાને ધ્યાન પણ રાખી શકે છે તો તમે નિશ્ચિત રહીને બહાર જઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment