આ પ્રકારની હેર સ્ટાઈલ કરવાથી થી મહેંદીના ફંક્શનમાં તમે લાગશો એકદમ સુંદર 

Image Source

મહેંદીનુ ફંક્શન એ લગ્ન પહેલા કરવામાં આવતી અમુક મહત્વપૂર્ણ રિવાજમાંથી એક છે. જ્યાં સુધી દુલ્હનના હાથ પર મહેંદી ના લાગી જાય ત્યાં સુધી લગ્નની તૈયારી પૂરી થતી નથી. આમ તો આપણે પણ મહેંદી ના ફંકશન માટે ઘણા દિવસ પહેલા તૈયારી શરૂ કરી દઈએ છીએ. આ ખાસ પ્રસંગ ઉપર આપણે શું પહેરીએ છે અને આપણા હાથમાં કયા પ્રકારની મહેંદી લગાવીશું, આ બધા વિશે આપણે પહેલેથી જ બધું નક્કી કરી દઈએ છીએ. અને મહેંદી ના ફંકશન પહેલા આ દરેક બાબતો વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે.

પરંતુ તમારો દેખાવ હેર સ્ટાઈલ વગર અધૂરો છે. ભલે તમે ગમે તેટલા સુંદર કપડાં મહેંદીના ફંકશનમાં પહેરશો પરંતુ જો સારી હેર સ્ટાઇલ નહી હોય તો તમને સારો લુક મળશે નહીં. જેની તમને ઈચ્છા હતી. તેથી આ વાત ખૂબ જ જરૂરી છે કે તમે તમારા કપડાં અથવા મહેંદી ની ડિઝાઇન ની સાથે સાથે તમારી હેર સ્ટાઈલ ઉપર પણ ધ્યાન આપો.

જો તમે પણ આ દ્વિધામાં છો તો તમારે મહેંદીના કપડાંની સાથે કયા પ્રકારની હેરસ્ટાઈલ કરવી જોઈએ તો, તમારે પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને અમુક એવી આસન અને સુંદર હેર સ્ટાઈલ વિશે જણાવીશું, જેને તમે મહેંદીના ફંકશનમાં કોઈપણ તકલીફ વગર બનાવી શકો છો અને તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી શકો છો.

Image Source

ફિશટેલ બ્રેડ

મહેંદીના ફંક્શન માટે જો તમે સુંદર હેર સ્ટાઈલ શોધી રહ્યા છો તો તમે ફિશટેલ બ્રેડ હેર સ્ટાઇલ બનાવો, તેની સાથે તમે ફૂલોનો ઉપયોગ કરવાનો બિલકુલ ભૂલશો નહીં. તેનાથી તમારી હેર સ્ટાઈલ ખૂબ જ સુંદર થઈ જશે, આમતો તમે ઈચ્છો તો હેર સ્ટાઈલ ની સાથે સ્ટેટમેન્ટ હેડપીસ પણ પહેરી શકો છો.

Image Source

પફ વિથ કર્લ્સ

જો તમે તમારી હેરસ્ટાઈલને સિમ્પલ લૂક આપી ને પણ એક ખૂબ જ સારો દેખાવ આપવા માંગો છો તો તમે વાળને થોડું કર્લ કરો, અને તેની સાથે જ ક્રાઉન એરિયા એટલે કે આગળથી પફ બનાવો. તમે તમારા લુકને વધારવા માટે ટીકો પહેરવાનું બિલકુલ ન ભૂલો. હેર સ્ટાઈલ સાંભળવામાં ભલે સિમ્પલ લાગે પરંતુ દેખાવમાં ખૂબ જ સારી લાગે છે.

Image Source

કર્લ્સ વિથ માથાપટ્ટી

આ એક એવી સ્ટાઈલ છે જે દેખાવમાં ખૂબ જ ટ્રેન્ડી લાગે છે, અને આ હેર સ્ટાઈલ ને તમે જાતે ખુબ જ આસાનીથી બનાવી શકો છો. તેની માટે તમારે સૌ પ્રથમ પહેલા વાળને કર્લ કરો ત્યારબાદ તેને ત્રણ લેયર માથા પટ્ટીને તમારા માથા ઉપર સજાવો. આ માથા પટ્ટી તમારા સંપૂર્ણ હેર સ્ટાઈલ ને ખુબ જ આકર્ષક બનાવશે.

Image Source

બન વિથ સાઈડ ફ્રિન્જ

જો તમે બન સ્ટાઈલને તમારી હેર સ્ટાઇલનો ભાગ બનાવવા માંગો છો તો તેને થોડા સ્ટાઇલ સાથે બનાવો. તમે લો બન બનાવવા ની સાથે સાઈડ ફ્રિન્જ બહાર કાઢો તે સિવાય તમે  હેર સ્ટાઇલ ને સુંદર બનાવવા માટે ફૂલોનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો માંગ ટીકાને પણ હેર સ્ટાઈલ નો ભાગ બનાવી શકો છો.

Image Source

સ્ટ્રેટ લુક વિથ મિડલ પાર્ટ

આ એક ખુબજ સિમ્પલ સ્ટાઈલ છે, પરંતુ કદાચ તમારી હેર સ્ટાઇલ પણ છે. જેને તમે મહેંદી સેરેમનીમાં ટ્રાય કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમારા લગ્નના દરેક ફંકશનમાં અલગ લૂક મેળવવા માંગો છો તો મહેંદી સેરેમનીમાં તમારા વાળ ને સ્ટ્રેટ રાખો. તમને લાગશે કે આ એક બોરિંગ હેર સ્ટાઈલ છે, પરંતુ એવું નથી, ત્યાં સુધી કે બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્માએ પણ પોતાની મહેંદી સેરેમનીમાં આ લુક અપનાવ્યો હતો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment