તુલસીથી લઈ આંખમાં કાજળ આંજવા સુધી, જાણો આ પરંપરાઓ વિશે

આપણે બધા જ આપણા સ્વાસ્થ્ય ને લઈને અનેક ઉપાયો કરતા હોઈશું. વાત કરીએ તુલસીની તો તુલસીના છોડનો આયુર્વેદ માં ખુબ જ મોટા પ્રમાણ માં ઉપયોગ થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે. આપણી કેટલીક પ્રાચીન પરંપરાઓ છે જેનું પાલન ઘણા ઓછા લોકો કરે છે. પરંતુ તેને અનુસરવાથી ઘણા જ ફાયદાઓ થાય છે.

તુલસી અને પંચામૃત

રોજ તુલસી અને પંચામૃતનું સેવન કરવું જોઈએ. તેથી પ્રાચીનકાળ ઘરના આંગણમાં તુલસીનો છોડ જરૂર રહેતો હતો અને ભગવાનને પંચામૃત ચઢાવવામાં આવતું હતું. એવું કરવાથી કેન્સર સહીત ઘણા મોટા રોગોથી બચાવ રહેતો હતો.

પીપળને પાણી ચઢાવવું

પીપળનું ઝાડ સૌથી વધારે ઓક્સીજન ઉત્પન્ન કરે છે. જ્યાં અન્ય ઝાડ-છોડ રાતના સમયમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસનું ઉત્સર્જીત કરે છે, તેમજ પીપળનું ઝાડ રાતે પણ વધારે માત્રામાં ઓક્સીજન મુક્ત કરે છે. આ કારણથી મોટા વડીલો એ આનું સંરક્ષણ પર વિશેષ બળ આપ્યું છે. પીપળના ઝાડ પર પાણી ચઢાવવાથી શરીરને શુદ્ધ ઓક્સીજન મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.

ગોળ – ચણા તેમજ સત્તુનું સેવન

પ્રાચીનકાળ માં લોકો જયારે યાત્રા, ફરવા અથવા અન્ય કોઈ બીજા ગામ જતા હતા તો સાથે ગોળ, ચણા તેમજ સત્તુ રાખીને લઇ જતા હતા. ઘરમાં પણ વધારે લોકો આનું સેવન કરતા હતા. હકીકતમાં સત્તુ પાચનમાં હલકું હોય છે તેમજ શરીરને ચોખ્ખું બનાવી દે છે.

લીમડાનું દાંતણ

આ પરંપરા હવે અમુક ગામમાં જ પ્રચલિત છે કે લીમડાની છાલ અથવા ડાળી તોડીને એનાથી દાંત કરવામાં આવતા. ક્યારેક ક્યારેક ૪ ટીપાં સરસાના તેલમાં મીઠું નાખીને પણ દાંત કરવામાં આવતા હતા. આ બંને જ કામોને કરવાથી દાંત મજબુત તેમજ પેટ સાફ રહેતું હતું. વૈજ્ઞાનિક કહે છે કે દાંત અને જડબાને મજબુત બનાવી રાખવાથી આંખ, કાન અને મગજ પણ સ્વસ્થ રહે છે.

કાજળ લગાવવી

કાજળ એક રત્ન છે જે કાળા રંગનું હોય છે. કાજળ નો ઉપયોગ આંખ આંજવા માટે થાય છે. કાજળ બે પ્રકારની હોય છે – એક સફેદ અને બીજી કાળી. કાજળ લગાવવાનું પ્રચલન મધ્ય એશિયામાં પણ રહે છે અને ભારતમાં પણ. બંને જ પ્રકારની કાજળ લગાવવાથી વ્યક્તિ જોઇની નજરથી બચી જાય છે. તેમજ એની આંખ પણ લાંબી ઉમર સુધી સ્વસ્થ રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment