અમેરિકામાં આ રીતે ચૂનો લાગે.! જાણશો તો ચક્કર આવી જશે

તમે પેલી વાર્તા સાંભળી છે? વાલિયો લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ થયો. સાંભળી જ હશે!! આવો જ એક કિસ્સો અમેરિકામાં પણ બન્યો છે.  જેમાં કુખ્યાત ગુનેગાર પ્રખ્યાત ગુનાશોધક સંસ્થાનો કર્મચારી બન્યો. રસપ્રદ વાત છે હો..! તો ચાલો આ વ્યક્તિની જીવન યાત્રા જોઈએ.

૨૭ એપ્રિલ ૧૯૪૮માં અમેરિકામાં જન્મેલા એબાલન – આજે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ જાસૂસી સંસ્થા એફબીઆઈના સલાહકાર છે. પરંતુ તેમનો ભૂતકાળ ગુનાઓમાં ડૂબેલો હતો. પરંતુ હાલમાં એ કહી ન શકાય. ૨૧ વર્ષની ઉંમર દરમ્યાન એબાલનને એવા કારનામા કર્યા છે કે, અમેરિકાનું જાસૂસી તંત્ર તથા પોલીસ બંને પરેશાન થઈ ગઈ. અન્ય ગુના સંશોધનના નિષ્ણાંતોના મગજ પણ ચકરાવે ચડી ગયા. એબાલને છ વર્ષના સમયગાળામાં કુલ આઠ પ્રકારના અલગ-અલગ વેશ ધારણ કરીને અનેક ગુનાઓને અંજામ દીધો.

એબાલન ફ્રેન્ચ માતા અને યહૂદી પિતાનો પુત્ર હતો. તે ૧૪ વર્ષનો હતો ત્યારે માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. તેના પિતા રાજકારણી હતા. પિતાની એબાલન પર ભારે અસર પડી હતી. પરંતુ એબાલને પ્રથમ છેતરપિંડી તેના પિતા પર જ કરી હતી. એબાલને પિતાના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરી, તેમને ૩૪૦૦ ડોલરનો ચૂનો લગાવ્યો. બસ, અહીંથી જ તેના ગુનાઓનો સિલસિલો શરૂ થયો. એ પછી એબાલને ખૂદની ખોટી ઓળખ ઊભી કરીને બેંકો સાથે અનેક પ્રકારની છેતરપિંડી કરી રૂપિયાનાં ગોટાળા કર્યા.

એબાલને અમેરિકી પાયલોટ તરીકેની ખોટી ઓળખાણ ઊભી કરી, ૧૮ વર્ષની વયે જુદી-જુદી ૨૫૦ ફ્લાઇટમાં, ૨૬ દેશોના, ૧000000 માઈલની મફતમાં મુસાફરી કરી લીધી. કંપનીના પાયલોટ તરીકે મોંઘી મોંઘી હોટલોમાં એશોઆરામ પણ કર્યા.

આ ઉપરાંત બ્રિયાન યંગ યુનિવર્સિટીમાં સોશિયોલોજી પ્રોફેસરની, જ્યોર્જિયા હોસ્પિટલમાં પીડીયાટ્રીશનની, હાર્વર્ડ લો સ્કૂલના ૧૯ વર્ષના વિદ્યાર્થીની તથા બીજી પણ અનેક નકલી ઓળખાણ ઊભી કરી હતી. જે અલગ ઓળખાણનો ઉપયોગ તે ગુનાખોરી માટે કરતો. પોતાની ચાલાકી અને ચતુરાઇથી તે અનેક ગુનાઓ કરવામાં સફળ રહ્યો. એ સમયે તેમની પાછળનો ભેદ ઉકેલવા પોલીસ અને ગુનાશોધક સંસ્થાઓના પરસેવા છૂટી ગયા અને આખરે ૧૯૬૯માં ફ્રાન્સની પોલીસે તેને ગિરફ્તાર કર્યો હતો. આ ખબર મળતા જ જુદા જુદા ૧૨ દેશોની પોલીસે તેની માગણી કરી. જુદા જુદા દેશોમાં સજા કાપીને આખરે અમેરિકામાં બાર વર્ષની સજા ભોગવી. તેણે બે વાર જેલમાંથી ભાગવાની કોશિશ કરી અને તે સમયે એબાલન બંને પ્રયાસમાં સફળ રહ્યો.

આખરે ૧૯૭૪માં એબાલનને ફેડરલ સત્તાવાળાઓને મદદ કરવાની શરતે મુક્ત કરાયો. બસ આ જ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. પોતાની ચાલાકી દ્વારા પોલીસને હંફાવનાર એબાલન, ગુનેગારોને પકડવા પોલીસને મદદ કરવા લાગ્યો. ત્યારબાદ તેણે બેંકના સલાહકાર તરીકે સ્થાયી નોકરી મેળવી.

૧૯૮૦માં એબાલને પ્રસિદ્ધ આત્મકથા “કેચ મી ઇફ યુ કેન” લખી. આ ઉપરાંત “ધી આર્ટ ઓફ સ્ટીલ”, “સ્ટીલીંગ ઓફ યોર લાઈફ”, “ડાયનોસોર ડીટેક્ટીવ” અને “ગાઈડ ટુ આઈડેન્ટીફાઈ થેફ્ટ” જેવા જાણીતા પુસ્તકો લખ્યાં છે. તેની આત્મકથા “કેચ મી ઇફ યુ કેન પર” હોલીવૂડની ખ્યાતનામ ફિલ્મ બની છે. આ ફિલ્મને ઓસ્કાર પુરસ્કાર મળી ચૂક્યો છે.

હાલમાં એબાલન સાઉથ કેરોલીનાના ચાર્લ્સટનમાં પત્ની કેલી અને ત્રણ બાળકો સાથે સુખથી જિંદગી જીવે છે. તથા આખું વિશ્વ તેમને સન્માનથી જુએ છે. તેને માનભર-મનભરીને અને મનથી જીવવા માટે બીજો અવતાર મળ્યો એમ પણ કહી શકાય.

અમે, ખૂણે ખૂણેથી આવા મજેદાર કિસ્સાઓને એકઠાં કરી રહ્યા છીએ. તમે પણ અમારી સાથે આ સફરમાં જોડાવ અને દિમાગી માહિતીનાં ખજાનાને છલોછલ રાખો. આવી રસપ્રદ માહિતી તમને માત્ર “ફક્ત ગુજરાતી” ના પેઇઝ પર જ મળશે. તો લાઇક કરી દો આ સુપર પેઇઝને…

 

#Author : Payal Joshi

Leave a Comment