આયુર્વેદથી તણાવ દૂર કરવાના આ ચાર પ્રભાવશાળી ઉપાયો વિશે જાણીએ.

આ કોરોના મહામારી દરમિયાન આપણે બધા જ માનસિક સ્વાસ્થ્યના સંકટનો સામનો કરી રહ્યા છીએ, એનસીબીઆઇ મુજબ આ મહામારી દરમિયાન ભારતીય આબાદીમાં તણાવ, ચિંતા, અવસાદ, અનિંદ્રા અને આત્મહત્યા ની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. જ્યારે આ સ્થિતિ હજુ પણ વધારે ભયાનક થઈ ગઈ છે, કેમ કે બાળકો, વૃદ્ધ, ફ્રન્ટલાઈન કાર્યકર્તા અને જૂની બીમારીઓથી પીડાતા દર્દીઓ પણ તેની ઝપેટમાં વધારે આવી રહ્યા છે. આ સંદર્ભે મિલેનિયમ હર્બલ કેરના સીઇઓ ચિંતન ગાંધીજીએ આયુર્વેદના મહત્વને બતાવ્યું અને ઘણી ઉપયોગી જાણકારીઓ આપી.

આયુર્વેદ અનુસાર, એક સ્વસ્થ મગજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમગ્ર વિજ્ઞાન મુજબ આયુર્વેદ મન, શરીર, આત્મા, ઇન્દ્રિયો અને ઘણા કામકાજ વચ્ચે સંબંધને શોધતા રહ્યા છે અને જણાવતા રહ્યા છે. એક તરફ જોઈએ તો તણાવ રોગપ્રતિકારક શક્તિને દબાવી શકે છે. બ્લડ પ્રેશર વધારી શકે છે, યાદશક્તિમાં ઘટાડો કરી શકે છે, અવસાદ, ચિંતા અને બીજા વિચારો ને પણ વધારી શકે છે. એવામાં મન અને શરીરને સારુ કરવામાં મદદ કરવા માટે આયુર્વેદના સિદ્ધાંતો વર્ષોથી પ્રચલિત છે. ચાલો સંક્ષેપમાં તેના વિશે જાણીએ.

માલિશ:

આયુર્વેદમાં તેલ માલિશ એ દૈનિક સ્વ – સંભાળ ની વિધિ છે. જેનો ઉપયોગ શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પ્રથમ આપવા માટે કરવામાં આવ્યું છે. અશ્વગંધા અને ચંદન જેવા જુદા જુદા ઔષધીય તેલની સાથે તેલનુ માલીશ સેરોટોનિન અને ડોપામાઇન નવા ઉત્પાદનને પ્રોત્સાહિત કરી શકે છે અને તણાવને ઓછું કરે છે.

યોગ:

યોગ એક આત્મા સુખદાયક તકનીક છે, જે તણાવની પ્રતિક્રિયાને નિયંત્રિત કરે છે. સાથે જ તંત્રિકા તંત્રને આરામ કરવામાં મદદ કરે છે. યોગ અનુશાસન એ ત્રણ પહેલું માં કેન્દ્રિત છે-મન, શરીર અને આત્મા. અનોખો મન-શરીર અભ્યાસ એટલે કે આસન અને તે નિયંત્રિત શ્વાસની સાથે યોગ વર્તમાન ચળવળ વિશે જાગૃતતા વધારવામાં મદદ કરે છે. સાથે ભાવનાત્મક સ્થિરતાને વધારો આપે છે.

વૈજ્ઞાનિક રૂપે યોગ, સેરોટોનિન, ડોપામાઈન અને ટ્રિપ્ટોફૈન જેવા સુખી ન્યુરોટ્રાન્સમીટરના સ્તરમાં વધારો કરે છે અને કોર્ટીસોલ ના સ્તરને ઓછું કરે છે. આયુર્વેદ શરીર અને મન ને નિયંત્રિત કરવાની શક્તિને વધારવા માટે યોગનું નિયમિત રૂપે અભ્યાસ કરવાની સલાહ આપે છે.

સાત્વિક આહાર:

સાત્વિક આહાર શુદ્ધ શાકાહારી ભોજન છે, જેમાં ઋતુ પ્રમાણે તાજા ફળો, પુરતી તાજી શાકભાજીઓ, આખું અનાજ, દાળ, અંકુરિત અનાજ, સુકામેવા, બીજ, મધ, તાજી જડીબુટ્ટીઓ, દૂધ, ડેરી ઉત્પાદન વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાક સત્વ કે આપણી ચેતનાના સ્તરને વધારે છે. સાત્વિક ભોજન પ્રેમ, કૃતજ્ઞતા અને જાગૃતતા ની સાથે રાંધવામાં અને ખાવામાં આવે છે.
આયુર્વેદિક ક્લાસિક મુજબ, દૈનિક આધારી આ પ્રકારના આહારનો સમાવેશ કરનારા વ્યક્તિ શાંત, સૌંદર્ય અને ઊર્જાથી ભરપૂર હોય છે. તે ઉત્સાહ, સ્વાસ્થ્ય, આશા, આકાંક્ષાઓ, રચનાત્મકતા અને સંતુલિત વ્યક્તિત્વથી સમૃદ્ધ હોય છે.

ઔષધિઓ:

જડીબુટ્ટીઓની અંતર્ગત શક્તિઓ કુદરતી અને સ્વસ્થ રીતે રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદ મેધ્યા અને નોટ્રોપિક જડીબુટ્ટીઓ નો એક સમૂહ પ્રદાન કરે છે. જે મગજની ક્ષમતાઓને શ્રેષ્ઠ બનાવવામાં ફાયદાકારક હોય છે. આ જડીબુટ્ટીઓને આપણા રોજબરોજના જીવનમાં સામેલ કરવી જોઈએ. બ્રમ્હી એ એડેપ્ટોજેનિક જડીબુટ્ટી છે. આ ન્યુરોટ્રાન્સમીટર્સ જેવા સેરોટોનિન, ડોપામાઇન અને ગાબા ને સંશોધિત કરીને તંત્રિકા તંતુઓના કુશળ સંચારણમાં સુધારો કરીને તણાવમાં લચીલાપણું વધારે છે, જે બદલામાં લાગણીઓને સંતુલિત કરે છે.

આ સિવાય જટામાંસી, માંડુકાપર્ણી, શંખપુષ્પી વગેરે પણ કોર્ટિસોલ ના સ્તર અને તણાવ ને ઓછું કરે છે. આ તંત્રિકા તંત્રને શાંત કરે છે અને અનિંદ્રાની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.

આયુર્વેદ દરેક વ્યક્તિ માટે વિશિષ્ટ જીવનશૈલી, આહાર, ઔષધિઓ અને યોગિક સમાધાન પ્રદાન કરે છે, જે ફક્ત તણાવને ફેલાતું જ નથી રોકતું પરંતુ મનની સ્થાયી શાંતિ માટે એક આધાર બનાવવામાં પણ મદદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *