સલૂનમાં નહીં પણ મુલતાની માટીથી વાળને ઘરેજ કરો સ્ટ્રેટ💆🏻💆🏻👌 👌
મુલતાની માટીને સુંદરતાનો ખજાનો કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી મુલતાની માટે ચહેરાની સુંદરતા વધારવામાં ઉપયોગી નીવડે છે. તો આજે પણ મોટા મોટા પાર્લરવાળા મુલતાની માટીનો ઉપયોગ કરે છે. પણ, તમને ખબર નહિ હોય કે મુલતાની માટી માત્ર ચહેરાની સુંદરતા માટે જ નહિ, પરંતુ વાળની સુંદરતા વધારવા પણ વપરાય છે.

મુલતાની માટીથી વાળને સ્ટ્રેટ કરી શકાય છે. આ પ્રયોગ એકવાર જાણી લેશો તો તમે ક્યારેય પાર્લરની વાટ નહિ પકડો એની ગેરેન્ટી. તમારા વાળ પર મુલતાની માટીનો પેક લગાવો. તેનાથી તમારા પાર્લર બરબાદ કરવાની જરૂરત નહી છે. આ પેકથી ઘૂઘરીયાળા વાળ પણ સ્ટ્રેટ થઈ જાય છે.

જો તમારા વાળ છેડા ઉપરથી ફાટીને ડબલ થઈ જતા હોય તો મુલતાની માટીમાંથી બનવવામાં આવેલો લેપ લગાવવાથી લાભ થશે. આ લેપ બનાવવા એક ઇંડું ફ્ટીને મુલતાની માટીના પાવડરમાં મિક્સ કરી બરાબર હલાવી લેપ બનાવી લો. પછી તેને તમારા વાળમાં લગાવો. મુલતાની માટી સુકાઈ જાય એ પછી તેને સામાન્ય તાપમાનના પાણીથી બરાબર ધોઈ લો. વાળ સારી રીતે કોરા કરી લો અને ત્યારપછી આખા માથાની ઓલિવ ઓઈલથી સારી રીતે માલિસ કરો. તમારા વાળ સ્વસ્થ થઈ જશે.


ફુદીનાની કેટલાક પાનને મિક્સરમાં વાટી લો. તેમાં થોડું દહીં મિકસ કરી લો.એ પેસ્ટને મુલતાની માટીમાં મિક્સ કરી લો. આ લેપ ચહેરા પર લગાવીને સૂકાવા દો. સૂકાયા પછી સામાન્ય તાપમાનના પાણીથી ધોઈ લો. એમ કરવાથી ચહેરાના ડાઘ દૂર થઈ જશે.

પપૈયાને મસળીને એક ચમચી પેસ્ટ બનાવો પછી તેમાં બે ટીપાં મધ અને થોડીક મુલતાની માટી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેક ચહેરા પર તુરંત નિખાર લાવશે.

મુલતાની માટી પાણીમાં પલાળીને પેસ્ટ બનાવો. ચહેરા પર પેસ્ટ લગાવીને સૂકાવા દો. પછી આંગળી ફેરવીને ધોઈને ચહેરો સાફ કરી લો.

ગુલાબજળ અને મુલતાની માટી મિક્સ કરી લગાવવાથી ચેહરા પર નિખાર આવે છે.

બે ચમચી મુલતાની માટીમાં ટામેટાંનો રસ અને ચંદન પાવડર મિક્સ કરો. જો એક્સ્ટ્રા ગ્લો જોઈએ તો થોડી હળદર નાંખી આ પેસ્ટને 10 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારપછી ચહેરો બરાબર સાફ કરી લો.

ખરબચડા વાળને સિલ્કી કરવા માટે રાત્રે 2 મિનિટ કરેલી આ સરળ ટ્રીકથી ગમે તેવા વાળ થઇ જશે સિલ્કી😍

દરરોજ સવારે ગુંચવાયેલા વાળોને સરખા કરવા કોને પસંદ છે ? જો કે તેમ છતા પણ મહિલાઓની આ સમસ્યામાંથી રોજિંદી રીતે બે ચાર વાર પસાર થવું પડે છે. અમે અહીં જણાવી રહ્યા છઈએ કંઇ એવી સરળ ટીપ્સ જેને રાત્રે કરવાથી સવારે તમને ચમકતા, ગુચ રહિત અને લહેરાતા વાળ મળશે.

– જો તમે ઇચ્છો છો કે સવારે વાળ એકદમ ચમકતા અને સિલ્કી રહે તો સિલ્કનાં પિલ્લોકવરને યુઝ કરો

– લેટ નાઇટ શાવર લીધા બાદ ક્યારે પણ ભીના વાળ સાથે ન સુવો, તેનાં કારણે વાળનું ટેક્સચર ખરાબ થાય છે અને મુળ નબળા પડે છે

– સવારે ઉઠીને ડ્રાઇ શેમ્પુ કરવાથી સારૂ છે કે તમે રાત્રે તેને એપ્લાઇ કરો. તેનાંથી વાળનાં મુળીયા મજબુત બનશે.

– વાળને પોષણ આપવા માટે સૌથી શ્રેષ્ટ સમય રાત્રે બેડમાં જતા પહેલાનો હોય છે. તેનાં પર હેર માસ્ક લગાવો અને શોવર કેપ પહેરો. ઘરનું હેર માસ્ક સારો ઓપ્શન છે

– જો તમારી સવાર રૂક્ષ વાળ સાથે થાય છે તો તેનાંથી વાળનું વોલ્યુંમ ઓછું જોવા મળશે. તેનાંથી બચવા માટે રાત્રે સુતા પહેલા વાળનું વોલ્યુમ વધારનાર સ્પ્રે કરો અને હાઇ પોની બાંધીને સુવો.


Leave a Comment