ચમકદાર અને ગોરી ત્વચા માટે આ ૧૮ પ્રકારના બ્યુટી જ્યુસ જરૂર ટ્રાય કરો.

સુંદર ત્વચા માટે કલિંજિંગ, ટોનિંગ, મોઈશ્ચરાઈઝર ની સાથે આ જ્યૂસને પણ તમારા બ્યુટી રૂટિનમાં સમાવેશ કરો.

Image Source

ચમકદાર ત્વચા માટે જ્યુસ:

Image Source

સફરજનનું જ્યુસ:

સફરજન ના જ્યુસમાં એન્ટિ ઓક્સીડેંટ હોય છે, જે ડાઘ રહિત અને ચમકદાર ત્વચા આપે છે, તે ત્વચાને અકાળે વૃદ્ધત્વ અને કરચલીઓથી બચાવે છે.

પપૈયા નું જ્યુસ:

પપૈયા નું જ્યુસ ફક્ત તમને ચમકદાર ત્વચા જ નથી આપતી, પરંતુ તમારી ત્વચાની બધી જ અશુદ્ધિઓને દૂર કરીને ત્વચાને સ્વસ્થ પણ બનાવે છે.

Image Source

લીંબુનું જ્યુસ:

વિટામિન સી થી ભરપૂર લીંબુનું જ્યુસ તમારી ત્વચા માટે ઉત્તમ ક્લીન્ઝર છે. તે ત્વચાના પીએચ સ્તરને જાળવીને તમારી ત્વચાને સુંદર ચમક પણ આપે છે. વધારે અસર માટે ખાંડને બદલે મધનો ઉપયોગ કરો.

Image Source

ગાજરનું જ્યુસ:

વિટામીન એ થી ભરપુર ગાજર નું જ્યુસ ખીલ, દાગ-ધબ્બા, કરચલીઓ અને બીજી ત્વચાની સમસ્યાઓથી ત્વચાને સુરક્ષિત રાખે છે અને તમારા ચહેરા ને તેજસ્વી બનાવે છે.

Image Source

નારંગી નું જ્યુસ:

સ્પષ્ટ અને ચમકતા રંગ માટે દરરોજ નારંગી નું જ્યુસ પીવું. તે ત્વચાના ટોનને પણ સુધરે છે.

સેલેરી જ્યુસ:

સોડિયમ થી ભરપુર સેલેરી જ્યુસ ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને કુદરતી ચમક જાળવી રાખે છે.

Image Source

બીટનું જ્યુસ:

બીટ માં વિટામિન એ, સી અને કે ના ગુણ હોય છે. તેમાં આયર્ન અને પોટેશિયમ પણ હોય છે, જે દાગ-ધબ્બાને દૂર કરે છે.

ઘરે બનાવો આ જ્યુસ:

Image Source

બ્રાઇટનિંગ જ્યુસ:

  • ત્રણ ગાજર, કેટલાક પાલકના પાન, થોડું પાર્સલે અને અડધું લીલું સફરજન બધાને પીસી લો પછી ગાળીને પીવું.
  • ફાયદા:પાર્સલે જ્યાં શરીરની ટીટોક કરીને પાણીની રીટેન્શન ઘટાડે છે, ક્યારે પાલક ચમકદાર ત્વચા માટે જરૂરી છે. લીલું સફરજન ત્વચાને બ્રાઇટનિંગ અને ટોનિંગ અસર આપે છે.

ત્વચાની ચમક માટેનું જ્યુસ:

  • ચાર ગાજર, અડધુ સફરજન અને સ્વાદ મુજબ આદુને ભેળવીને પીસી લો અને ગાળીને પીઓ.
  • ફાયદા: દરેક પ્રકારની ત્વચા માટે એક ઉત્તમ જ્યૂસ છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે.

ઓલ ક્લિયર જ્યુસ:

  • પાઈનેપલ ના ટુકડા, અડધી કાકડી અને અડધું સફરજન નુ જ્યુસ બનાવો. તેને સવારે અને સાંજે પીવું.
  • ફાયદા: પાઈનેપલ માં રહેલા ઉત્સેચકો પાચન અને સ્વસ્થ ત્વચાને પ્રોત્સાહન આપે છે. કાકડી અને સફરજન ત્વચાની શુદ્ધિકરણનું કામ કરે છે અને ત્રણેયને ભેળવીને બનાવવામાં આવેલું જ્યુસ ત્વચાને સ્વસ્થ રાખે છે અને ખીલ, દાગ ધબ્બા જેવી સમસ્યાથી બચાવે છે.

સ્કીન રિફ્રેશિંગ જ્યુસ:

  • એક કાકડી, ત્રણ પાલક, ૧/૪સફરજન, ૧૦-૧૫ ફુદીનાના પાન, એક નારિયેળ પાણી. નારિયેળ પાણી સિવાય બાકી બધી જ સામગ્રીને ભેળવીને જ્યુસર માં જ્યુસ બનાવી લો. ત્યારબાદ તેમાં નારિયેળ પાણી ભેળવીને પીવું.
  • ફાયદા: આ રિફ્રેશિંગ એનર્જી જ્યુસ છે. તેના સેવનથી ત્વચા સુંદર બને છે.

સ્વસ્થ વાળ માટે:

  • અડધી કાકડી, એક લીંબુ, ત્રણ દાંડી સેલેરી, એક સફરજન. આ બધાને ભેળવીને જ્યુસ બનાવી લો અને નિયમિત રીતે તેનુ સેવન કરો.
  • ફાયદા: આ ખનીજોથી ભરપૂર પૌષ્ટિક જ્યુસ છે, જે વાળ અને નખને સ્વસ્થ બનાવે છે.

આ બ્યુટી જ્યુસિસ પણ ટ્રાય કરો:

Image Source

ટામેટાનું જ્યુસ:

  • બે ટામેટા, મરી પાઉડર, જીરું, મીઠું, બરફ, એક કપ પાણી બધાને ભેળવીને પીસી લો અને ગાળી લો.

દૂધી નું જ્યુસ:

  • પાંચથી છ ટુકડા દૂધીના, ૩ પાંદડા ફુદીનાના તેમજ તુલસીના પાંદડા, આદુ, લીંબુ, મીઠું, મરી પાવડર, જીરુ બધાને પીસીને ગાળી લો.

કાકડી નું જ્યુસ:

  • બે કાકડી, મીઠું, મરી પાવડર, જીરૂ, બરફ આ બધાને પીસીને ગાળી લો.

આમળા નું જ્યુસ:

  • બે આમળા, આદુ, સ્વાદ મુજબ મીઠું, જીરુ આ બધાને પીસીને ગાળી લો.

ગાજર નું જ્યુસ:

  • એક મોટુ ગાજર, એક કપ પાણી, આજ મુજબ મીઠું મિક્સરમાં પીસી લો અને ગાળી લો.

બીટ નું જ્યુસ:

  • અડધો ટુકડો બીટ, બે ફુદીનાના પાન, સ્વાદ મુજબ જીરુ મીઠું, એક કપ પાણી માં નાખીને મિક્સરમાં પીસી લો.

કુવારપાઠા નું જ્યુસ:

એક કપ કુંવારપાઠા નો રસ, તુલસી, આદુ, એક કપ પાણી, સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સરમાં પીસી લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment