ડિલિવરી પછી ચમકતી ત્વચા માટે અપનાવો આ 6 સરળ ટીપ્સ

નવી માં બનવાના આનંદ ની સાથે સાથે  આ સરળ ટીપ્સ અપનાવીને ત્વચાની કાળજી રાખી શકે છે.

Image Source

ડિલિવરી પછી મહિલાઓના શરીરમાં ઘણા બદલાવ આવે છે. તેના થી તેમની ત્વચા પર પણ ઘણા બધા પરિવર્તન થાય છે. આ સમય દરમિયાન મહિલાઓ તેમની ત્વચાની બિલકુલ કાળજી લેતી નથી. પરંતુ આપણે ધ્યાન આપવું જોઈએ  કે આ તે સમય છે જ્યારે ત્વચાને સૌથી વધુ સંભાળ ની જરૂર હોય છે. આ માટે તમે ઘણા સ્કીન કેર પ્રોડક્ટસ વાપરી શકો છો. પરંતુ નવી માતાઓ બાળકની સંભાળ રાખવામાં એટલી વ્યસ્ત હોય છે કે તેમને પોતાની સંભાળ લેવાનો વધારે સમય નથી મળતો. તેને  ધ્યાનમાં રાખીને,  ડરમેટોલોજીસ્ટ અને એસ્થેટિક ફિજિશિયન ડૉ. અજય રાણા, એ  નવી માતા માટે ત્વચાની ખૂબ જ સરળ સંભાળની સલાહ આપી છે. ચાલો જાણીએ આ સરળ ટીપ્સ વિશે.

સનસ્ક્રીન ઉપયોગ

Image Source

નવી માતાઓએ હંમેશા ડિલિવરી પછી સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. ગર્ભાવસ્થા પછી ત્વચામાં મેલાસ્મા થવાની શક્યતા વધી જાય છે. મેલાસ્મા એ ત્વચાથી જોડાયેલ એક સ્થિતિ છે જેમાં ચહેરા પર, ખાસ કરીને નાક, ગાલ અને કપાળ પર ભુરા અથવા આછા ભુરા રંગ ફોલ્લીઓ થવા લાગે છે. આ ભુરા રંગ ની  ફોલ્લીઓ ગળા, ખભા અને હાથથી કોણી સુધી ફેલાય છે. મેલાસ્મા એ સ્કીન પેગમેન્ટેશન થી જોડાયેલ સમસ્યા છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં આંતરસ્ત્રાવીય બદલાવ વધે છે. આ માટે હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે ત્વચાના સ્કીન પેગમેન્ટેશન ની સંભાવના ઓછી થાય છે.

ભરપૂર પાણી પીવું

Image Source

પાણી શરીર ની સાથે સાથે ત્વચા ની પણ સારી દેખભાળ કરે છે. હા, ત્વચાને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરુરી છે. તેનાથી ત્વચા ગ્લોઇંગ થાય છે. જ્યારે બાળક ના જન્મ પછી નવી માતાઓમાં સૌથી સામાન્ય સમસ્યા એ છે કે તેઓ એ પાણી પીવું જ નથી. તેની અસર ચહેરા પર દેખાય છે અને તે ડ્રાય અને ડલ થઈ  જાય છે. તેથી, દિવસમાં ઓછામાં ઓછા 4 થી 5 લિટર પાણી પીવો.

ત્વચાને મોઈશ્ચરાઈજ કરો

બાળકના જન્મ પછી, નવી માતાઓએ સારા મોઈશ્ચરાઈજર અને અંડર આઇ ક્રીમ પર વધુ ધ્યાન આપવું જોઈએ.આ માટે તમારે તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઈશ્ચરાઈજર અને અંડર આઇ ક્રીમ નો ઉપયોગ કરવો જોઈએ. તે આઇ બેગ્સ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ એવા પ્રોડક્ટ નો ઉપયોગ કરો કે જે ડેમેજ સ્કીન અને અજિંગ ની સમસ્યા થી બચાવે. સાથે જ ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારવું, જેનાથી  ડિલિવરી પછી ફાઇન લાઇનસ નથી થતી.

નાઇટ સ્કીન કેર રૂટિન ને ફોલો કરો

Image Source

નવી માતાએ સરળ સ્કીન કેર રૂટિન ફોલો કરવું જોઈએ. જેમા ક્લીનજીનગ અને મોઇશ્ચરાઇઝિંગ શામેલ હોય. તેને રાત્રે ઊંઘતા પહેલા પણ તમારી ત્વચા પર લગાવા  જોઈએ.

હેલ્થી ડાયટ

Image Source

નવી માતાએ તેના આહારની સૌથી વધુ કાળજી લેવી જોઈએ. તેનાથી તેમના ચહેરા પર  ગ્લો આવે છે અને ત્વચા ને સ્વસ્થ પણ બનાવે છે. આ માટે, તમારા આહારમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ત્વચાને  સ્કીન પિગમેન્ટેશન થી બચાવે છે.

એક્સેસાઈજ કરો

Image Source

નવી માતા માટે મોટાભાગની સમસ્યાઓ ઓછી ઊંઘ ને કારણે થાય છે. હા, નાના બાળકનો સૂવાનો કોઈ સમય નથી હોતો, તેથી માતાને પણ બાળકની સાથે જાગવું પડે છે. તેથી, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. ઊંઘ લેવાની કોશિશ કરવી જોઈએ અને કોઈ ના કોઈ રીતે ઘર માં હળવી કસરત કરવી જોઈએ.

નવી માતાઓ નિષ્ણાતોની ટીપ્સ અપનાવીને તેમની ત્વચાને ગ્લોઇંગ કરી શકે છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment