ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવામાટે અપનાવો આ સરળ ઘરેલુ અને નેચરલ ઉપાય 

Image Source

લગભગ દરેક મહિલા તેમના ચહેરા પરના અણગમતા વાળ ને દુર કરવા માટે કેમિકલયુક્ત બ્લીચનો ઉપયોગ કરે છે.પરંતુ બ્લીચ ચહેરાને નુકશાન પહોંચાડી શકે છે. ચહેરાપર ઉપસ્થિત અણગમતા વાળ કોઈ પણ મહિલાઓને પસંદ નથી. આમ તો દરેક વ્યક્તિના ચહેરા પર નાના વાળ જોવા મળે જ છે પરંતુ જયારે મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજન હોર્મોન્સની માત્રા વધુ થઈ જાય છે જેના કારણે ચહેરા પર સામાન્યથી વધુ વાળ નીકળી આવે છે. મહિલાઓની આ સ્તિથીને હર્ષુટીજ્મ કહેવામાં આવે છે.ચહેરા પરના અણગમતા વાળ ની સમસ્યા આનુવંશિકતાના કારણે પણ હોઈ શકે છે.

મહિલાઓ આ ચહેરા પરના અણગમતા વાળ ને દુર કરવા માટે કેમિકલયુક્ત બ્લીચનો ઉપયોગ કરે છે,અને તે આપણા ચહેરા માટે હાનિકારક સાબિત થાય છે. એવામાં તમે આ ઘરેલુ ઉપયો ને અપનાવીને તમે ચહેરાપરના અણગમતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો.

લીંબુ અને મધ

ચહેરા પરના અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુ અને મધ એક કારગર ઉપાય છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેની માટે એક ચમચી ખાંડ, મધ અને લીંબુનું સારી રીતે મિશ્રણ કરી લો. ત્યારબાદ આ પેસ્ટને વાડકીમાં મૂકીને ગરમ કરો. ત્યારબાદ જ્યારે આ પેસ્ટ ઠંડી થાય ત્યારે જે જગ્યા ઉપર વાળ કાઢવાના હોય ત્યાં પાવડર લગાવીને વેક્સસ્ટ્રીપ ની મદદથી અણગમતા વાળને દૂર કરો.

ઓટમિલ અને કેળા

 તેની માટે કેળાને સૌપ્રથમ એક મિક્સર બાઉલમાં બ્લેન્ડ કરો. ત્યારબાદ તેમાં બે ચમચી ઓટમીલ ઉમેરો, આ પેસ્ટને તમારા ચહેરા ઉપર લગાવો 15 મિનિટ થઈ જાય ત્યાર બાદ ચહેરાની હલકા હાથોથી મસાજ કરો ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઇ નાખો. ઓટમીલ ત્વચાને એક્સફોલિએટ  કરવા માટે મદદ કરે છે. ઓટમીલ માં ઉપસ્થિત એન્ટીઓક્સીડેન્ટ સ્કિનની રેડનેસને દૂર કરવા માટે મદદ કરે છે.

બટાકું અને દાળ

દાળ સ્કિન ઉપરની ઉપસ્થિત મૃત ત્વચા ના સેલ્સને હટાવવા માટે ખુબ કારગર સાબિત થાય છે. તેની માટે 5 ચમચી દાળને પલાળી લો, હવે એક વાડકીમાં અડધા બટાકાનો રસ એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો, હવે દાળને પીસી ને આ વાટકીમાં ઉમેરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવો, આ પેસ્ટને 20 મિનિટ સુકાવા દો ત્યાર બાદ હળવા હાથે ત્વચા પર મસાજ કરો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરાને ધોઈ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment