નવજાત શિશુના શરીર પરથી વાળ કાઢવા આ સરળ ટિપ્સને અનુસરો

Image Source

નવજાત બાળકના શરીર પર ઘણા બધા વાળ હોય છે. આ વાળ સમયસર દૂર ન કરવામાં આવે તો તેઓ કાયમ માટે રહી જાય છે. તેથી, તમે બાળકોના શરીર પરથી તે વાળને કેટલાક ઘરેલું ઉપચારથી દૂર કરી શકો છો.

અમે તમને દાદી નાનીના નુસખાઓ વિશે જણાવીશું, જેનો ઉપયોગ નવજાત બાળકના શરીર પરથી વાળ દૂર કરવા માટે વર્ષોથી કરવામાં આવે છે. નવજાત બાળકની ત્વચા ખૂબ નાજુક હોય છે. તેથી તેને ખૂબ જ સુરક્ષિત રીતે દૂર કરવામાં આવે છે. જેથી બાળકને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

બાળકોના વાળ કાઢવા માટે તમે ઘરે ઉબટનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ચંદન પાવડર, દૂધ, હળદર પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવવી પડશે. બાળકને નાવડવતા પહેલા તેને લગાવો અને પછી હળવા હાથથી તેને મસાજ કરો. તેનાથી વાળ બહાર નીકળી આવશે અને આવું થોડા દિવસો માટે નિયમિતપણે કરવું પડશે. તે પછી બાળકને નવડાવવું.

બાળકના શરીર પરથી વાળ દૂર કરવા માટે જૈતુનના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે વાળવાળા વિસ્તારમાં મસૂરની દાળ અને દૂધની બનાવેલી પેસ્ટ લગાવીને માલિશ કરવાથી વાળ દૂર થઈ શકે છે.

નવજાત શિશુના શરીર પરથી વાળ કાઢવા અથવા નવડાવવા માટે સાબુનો ઉપયોગ કરશો નહીં. કારણ કે નવજાત શિશુની ત્વચા ખૂબ નરમ હોય છે અને સાબુમાં રસાયણો પણ હોઈ શકે છે. તેથી સાબુનો ઉપયોગ ન કરવો જોઇએ. જો તમે તેમના શરીર પરથી વાળ કાઢવા માંગો છો, તો તમે મુલતાની માટીમાં દૂધ મિક્સ કરીને પણ લગાવી શકો છો.

નવજાત શિશુને સવારે અને સાંજે દિવસમાં બે વાર મસાજની જરૂર હોય છે. આ માટે તમે બેબી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. તે બજારમાં સરળતાથી મળી રહે છે. તેનથી માલિશ કરવાથી શરીર પર દેખાતા વાળ પણ દૂર થાય છે.

બાળકોના શરીર પરથી વાળ દૂર કરવા માટે તમે ઉબટનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે ઘઉંનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરીને કણક બનાવો. પછી તેને બાળકના શરીર પર હળવા હાથે ઘસવું. આમ કરવાથી વાળન ​​મૂળ નરમ થઈ જાય છે અને વાળ આપમેળે બહાર નીકળી જાય છે. આ નુસખા વર્ષોથી ચાલી આવે છે.

આ ઉપાય અમે સામાન્ય માહિતીના આધારે આપ્યાં છે. જો બાળકને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા પરેશાની હોય, તો તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment