તમારા ઘરમાં રહેલ એસેસરીઝને ઝાંખી થતી બચાવવા માટે અપનાવો આ આસાન ટિપ્સ 

Image Source

પોતાના કપડાં ને અનુરૂપ મેચિંગ જ્વેલરીને છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. અને તે તેમને સ્ટાઇલિસ્ટ લુક આપવા માટેનો એક ખાસ ભાગ હોય છે. આ જ્વેલરીને આપણે લઇ લીધા બાદ તેની દેખભાળ કરવી પણ ખૂબ જ જરૂરી હોય છે. ઘણી મહિલાઓ તેની ચમક બનાવી રાખવા માટે તેને વારંવાર સાફ કરતી રહે છે, જ્યારે કે ખોટી રીત છે. તેનાથી તમારી જ્વેલરીનો નેચરલ રંગ ગાયબ થવા લાગે છે. અને એટલું જ નહીં તેને યોગ્ય રીતે ન રાખવાને કારણે એ ઝાંખી થવા લાગે છે. તાપ, પરસેવો અને ધૂળ-માટી જેવી વસ્તુઓ ના કારણે આ જ્વેલરી ઝાંખી થાય છે.

આ જ્વેલરીને પહેર્યા બાદ તેને યોગ્ય જગ્યાએ રાખવાની સાથે સાથે ઘણી બધી વસ્તુઓથી તેને બચાવવાની જરૂર હોય છે. જો તમારી પણ જ્વેલરી ઝાંખી થવા લાગી છે તો તમે અમુક સ્માર્ટ ટિપ્સને ફોલો કરી શકો છો. તેનાથી તે લાંબા સમય સુધી ખૂબ જ નવી દેખાશે તેની માટે તમારે વધુ કાઈ કરવાની જરૂર નથી, પરંતુ આસાન રીત અજમાવી પડશે. આ રીતે દરરોજ ઉપયોગમાં લેવાથી આ જ્વેલેરી ને ઝાંખી થતા બચાવી શકાય છે.

Image Source

બેગમાં સ્ટોર કરો જ્વેલેરી 

ઝીપ બેગ અથવા લેધર બેગ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. તમે તમારી જ્વેલરીની સાઈઝને જોઈને તમે તેને ખરીદી શકો છો. તેમાં આ જ્વેલરીને આસાનીથી સ્ટોર કરી શકો છો ત્યારે એક સાથે ઘણી બધી જ્વેલરી મુકવા ની જગ્યાએ તેને અલગ અલગ બેગમાં મુકો. અને જો તમે ઝીપ બેગનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે પહેલા જ્વેલરી અથવા અન્ય એક્સેસરીઝ ને પેપરમાં રેપ કરો. ત્યારબાદ તેને આ બેગ માં મુકો. તમે આની તમારી હેબિટ માં રાખો. તેનાથી તમારી જ્વેલરી જલ્દી જાંખી થશે નહીં, અને જો તમે ઈચ્છો તો વુડન બોક્સ માં પણ તેને મૂકી શકો છો. તેમાં ઘણા બધા સેક્સન હોય છે, તેમાં મુકતા પહેલા જ્વેલરીને બ્લોટિંગ પેપરમાં રેપ કરો ત્યારબાદ મૂકો.

પરફ્યુમ થી દુર રાખો

જ્યારે પણ આપણે જ્વેલરીને પહેરીએ છીએ ત્યારે તેની ઉપર પર્ફ્યુમ સ્પ્રે કરવું જોઈએ નહીં. તે કેમિકલયુક્ત પ્રોડક્ટ હોય છે જે આપણી જ્વેલરીના નેચરલ રંગની ખરાબ કરે છે જેનાથી તે ઝાંખી થવા લાગે છે હંમેશા જ્વેલરી અથવા બીજી એસેસરીઝ ને લોશન અથવા પર્ફ્યુમ લગાવ્યા બાદ જ પહેરવી જોઈએ. તમે ઈચ્છો તો થોડો સમય રાહ જોઈ શકો છો અને થોડી મિનિટ બાદ તેને પહેરો.

Image Source

તેને વોશ કરવાની રીત

જો તમારી જ્વેલરી મોંઘી છે તો તેને ઘરેલૂ રીતે સાફ કરવાની જગ્યાએ પ્રોફેશનલ રીતે અજમાવો. ઘણી બધી જ્વેલરી આઈટમ ઉપર પહેલેથી જ આપવામાં આવે છે કે તેને આપણે કઈ રીતે સાફ કરવું જોઈએ તમે તેને ફોલો કરીને તેને સાફ કરો.  કોશિશ કરો કે આ જ્વેલરી ઉપર ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ થાય તમે ઈચ્છો તો સોફ્ટ બ્રશ ની મદદ થી તમે અઠવાડિયામાં એક વખત સાફ કરી શકો છો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને કોટનના કપડાથી લૂછવું. ધ્યાન રાખો કે આ દરમિયાન પાણીનું એક ટીપું પણ હોવું જોઈએ નહીં નહીં તો તેનો રંગ ખરાબ થઈ શકે છે.

નેઈલપોલિશનો ઉપયોગ કરો

ક્યારેક-ક્યારેક આર્ટિફિશિયલ સોનુ અથવા તો ચાંદીની જ્વેલરી અમુક ઉપયોગ પછી તે ઝાંખું થવા લાગે છે. ત્યારે તમે નેઇલ પોલિશ નો ઉપયોગ કરી શકો છો. તેની માટે તમારે કંઈ જ કરવાનું નથી માત્ર જ્વેલરી અંદર અને બહારની સાઇડ નેઇલપોલિશ નો એક કોટ લગાવવાનો છે. તેનાથી તેની ચમક લાંબા સમય સુધી રહેશે અને તે ઝાંખા પડશે નહીં. ઉદાહરણ તરીકે વીટી ની અંદર અથવા બહારની સાઈડ ટ્રાન્સપરન્ટ રંગની નેઇલ પોલિશ નો એક કોટ લગાવો ત્યારબાદ તેનો ઉપયોગ કરો.

Image Source

દર વખતે તેનો ઉપયોગ ન કરો

આર્ટિફિશિયલ જ્વેલરી નો ઉપયોગ દર વખતે ન કરવો જોઈએ. જો તમે જીમ અથવા શાવર લેવા જઈ રહ્યા છો તો તેને બહાર કાઢીને બેગ માં મુકો. તે સિવાય દરરોજ જ્વેલેરી ને પહેરવાથી તે જાંખી થઇ શકે છે તેથી કોશિશ કરો કે જ્યારે તમે બહાર ફરવા જાવ છો ત્યારે જ તેને પહેરો. પાણી અથવા પરસેવો આવે ત્યારે તેને તૈયારીમાં બહાર કાઢીને કોટનના કપડાથી લુછો. અને તેની પહેરીને સૂઈ જવાની ભૂલ ન કરશો ઘણી વખત તેના કારણે પણ જ્વેલરી ઝાંખી પડી જવાની બીક રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment