ચહેરાને પાતળો અને શાર્પ જોલાઈન મેળવવા માટે અપનાવો આ આસાન ટિપ્સ 

Image Source

ચહેરાને પાતળો અને શાર્પ બનાવવા માટે અપનાવો આ ટિપ્સ તમે તમારા ચહેરાને પાતળો અને આકર્ષક દેખાવા માટે તથા શાર્પ જોલાઈન મેળવવા માંગો છો તો આ આર્ટીકલમાં એક્સપર્ટ દ્વારા જણાવેલી ટિપ્સ જાણો

શક્તિશાળી, કમાન્ડિંગ જોલાઈન સાથે ઉત્પન્ન થવું કોઈ પર્સનલ આનુવંશિક કારણો ઉપર નિર્ભર કરે છે. જ્યારે અમુક મહિલાઓને નેચરલ શાર્પ જોલાઈનના આશીર્વાદ મળે છે. ત્યાં અમુક એવા પણ છે જેમને પોતાની જોલાઈનનો ટોન બનાવી રાખવા માટે સંઘર્ષ કરવાની જરૂર હોય છે.

રેગ્યુલર એક્સરસાઇઝની ઉણપ, જંકફૂડ પર નિર્ભરતા અને ગતિહીન લાઈફ સ્ટાઈલના કારણે વ્યાપક જોલાઈન,ડબલ ચીન અને સુજેલા ચહેરાના કારણે થાય છે.પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે જો તમે વેબ પર શોધી રહ્યા છો કે શાર્પ જોલાઈન કેવી રીતે મેળવવું તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને શાર્પ જોલાઈન મેળવવાની ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની તમે હંમેશા રાહ જોઈ રહ્યા છો.

યોગથી મન, શરીર અને આત્માને અસંખ્ય લાભ મળે છે.અને તેનાથી સારા સ્વાસ્થ્યને ખૂબ જ સારા લાભ મળે છે.શોલ્ડર સ્ટેન્ડ, પ્લો પોઝ અને હેડસ્ટેન્ડ અથવા ક્રેન પોઝ જેવી આસનની મદદથી યોગ ચહેરાને સુંદર બનાવે છે.આવો શાર્પ જોલાઈન મેળવવામાં મદદ કરતા આવા જ અમુક યોગાસન વિશે આપણને યોગા માસ્ટર પરોપકારી, ધાર્મિક ગુરુ અને લાઇફસ્ટાઇલ કોચ અક્ષર જી આ યોગાસન વિશે જણાવી રહ્યા છે. તમે આ આસનોને 10-15 સેકન્ડ સુધી કરી શકો છો.

Image Source

હલાસન 

 • તેને કરવા માટે પીઠના બળ પર સૂઇ જાવ અને હથેળીને બગલમાં ફર્શ ઉપર રાખો.
 • પગને 90 ડિગ્રી ઉપર ઉઠાવીને પેટની માંસપેશીઓનો પ્રયોગ કરો.
 • હથેળીને ફર્શ ઉપર મજબૂતીથી પ્રેસ કરો અને પગને માથાની પાછળ છોડો.
 • જરૂર મુજબ પીઠના નીચેના ભાગને હથેળીઓનો સહારો આપો.
 • આ આસનમાં અમુક સમય સુધી રહો.

સાવધાની

લુમ્બેગો,ગરદનમાં દુખાવો,સ્પોન્ડીલઈટીસ, અને હાઇ બ્લડપ્રેશરની જેને બીમારી હોય તેને આ આસનનો અભ્યાસ કરવો જોઈએ નહીં.

Image Source

સર્વાંગાસન

 • પીઠના બળ પર સૂઇ જાવ અને તમારા હાથ તમારી બાજુઓ ઉપર રાખો
 • તમારા પગને ધીમે ધીમે ફર્સની ઉપર ઉઠાવો અને આકાશની તરફ રાખો.
 • ધીમે-ધીમે તમારા પેલ્વિસને ઉપર ઉઠાવો અને ફર્શથી પાછળની તરફ હટો
 • ખભા, ધડ, પેલ્વિસ, પગ અને પગને સંરેખિત કરવાનો પ્રયાસ કરો.
 • તમારી નજર તમારા પગ પર કેન્દ્રિત કરો.

Image Source

શિર્ષાસન

 • વજ્રાસન થી શરૂઆત કરો
 • તમારી કોણીને જમીન ઉપર મૂકો
 • જોડાયેલી હથેળી અને કોણીને જોડાયેલી રાખો અને તેનાથી એક સમબાજુ ત્રિકોણ બનાવો
 • તમારા માથાને હથેળીની સામે ફર્શ ઉપર મૂકો.
 • હથેળીઓ માથાના પાછળના ભાગને ટેકો આપવાનું કામ કરશે
 • પગની આંગળીઓની સાથે માથાની તરફ ત્યાં સુધી ચાલો ત્યાં સુધી તમારી પીઠ સીધી થઈ જાય
 • સૌપ્રથમ તમારા પગને ઉપરની તરફ ઉઠાવો અને તેનાથી તમારા ઉપર ના શરીર ને ગોઠવો
 • મુખ્ય તાકાતનો ઉપયોગ કરો તથા સંતુલન બનાવીને ડાબા પગને ઉપરની તરફ ઉઠાવો
 • પગ જોડો અને પગના અંગૂઠાને નીચે કરો
 • જ્યાં સુધી તમને સહન થાય ત્યાં સુધી આ સ્થિતિમાં રહો

સાવધાની

કાંડા, ગરદન અથવા ખભામાં સમસ્યા હોય તો આ આસન કરવું જોઈએ નહી.

મહિલાઓને પીરિયડ્સ અથવા પ્રેગ્નેન્સી દરમિયાન આ આસન કરવાથી દૂર રહેવું જોઈએ. વધેલું થાઇરોડ, લીવર, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, સ્લિપ ડિસ્ક અને હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય હૃદય રોગથી પીડાતા લોકોએ આ આસન કરવું જોઈએ નહીં.

આ પોઝની સાથે ગાલમાં હવા પણ ભરી શકાય છે તેને અમુક સેકન્ડ માટે તમારા મોમાં રાખો અને બહાર કાઢો.શાર્પ જોલાઈન માટે તેને ઘણી બધી વખત કરો.તમે પણ શાર્પ જોલાઈન મેળવવા માટે આ યોગઆસન કરી શકો છો પરંતુ જો તમે પહેલી વખત યોગાસન કરો છો તો કોઇ એક્સપર્ટની સલાહ લઇને આ આસન કરો. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment