મજબૂત અને સુંદર નખ મેળવવા માટે અપનાવો આ આસાન ટિપ્સ 

દરેક છોકરી સુંદર નખ ઈચ્છે છે. પરંતુ આજની વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે નખના કેર રૂટીન ને ફોલો કરવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. છેલ્લા અમુક સમયમાં નખને મેન્ટેન અને સ્ટાઇલ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ પોપ્યુલર થયો છે. લાંબા અને સુંદર નખમાં નેઈલ આર્ટ પણ તમે કરાવી શકો છો.એવી પરિસ્થિતિમાં છોકરીઓને લગભગ તકલીફ હોય છે કે નખ વધારવાની સાથે જ ખૂબ જ જલ્દી તૂટી જાય છે. જેના કારણે પરફેક્ટ શેપ મળી શકતો નથી. જો તમારા પણ નખ જલદી છૂટી જાય છે તો બિલકુલ ચિંતા ન કરશો. અમે તમને જણાવીએ છીએ કે નખને મજબૂત રાખવા માટે શું કરવું જોઈએ અને શું નહીં.

નખને મજબૂત રાખવાની ટિપ્સ

1 હાથને સાફ રાખવા માટે મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જરૂર કરતાં વધુ તેને સ્ક્રબ ન કરો. હાથ સાફ કરતી વખતે થોડુંક જ ઘસો જેથી ત્વચાની ડેડ સ્કિન દૂર થઈ જાય. જેનાથી હાથની ત્વચા મુલાયમ થઈ જાય છે.

2 હાથમાં તેલ લગાવવું એક ખૂબ જ સારી એક્સરસાઇઝ છે જેનાથી તમે તમારા ખાલી સમયમાં કોઈપણ વખતે કરી શકો છો.તમે તમારા હાથમાં બદામ, જરદાળુ અથવા કોઈપણ તેલનો ઉપયોગ કરીને ક્યુટિકલ્સની માલિશ કરી શકો છો.

3 નખમાં નિયમિત રૂપથી ફીલિંગ અને ક્લિપિંગ કરાવો. તેનાથી તમારા નખ મજબૂત થાય છે અને તેની સાથે જ દેખાવમાં સાફ અને સ્વસ્થ લાગે છે.

4 તમારા નખને નેચરલ રીતે સુંદર દેખાડવા માટે બાયોટિન નો ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન અને મિનરલ તથા ઘણાં પોષક તત્વો હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના બાયોટિન નો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો.

5 હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે. ત્વચા વાળ અને નખ ને સ્વસ્થ રાખવા માટે હાઇડ્રેશન ખૂબ જ ઉપયોગી છે.

6 અઠવાડિયામાં એક વખત મેનીક્યોર અને પેડીક્યોર કરાવો.

શું ન કરવું જોઇએ

1 નખ ને ક્યારેય પણ ખુલ્લા રાખવા જોઇએ નહીં જો તમને નેલપોલીસ લગાવવાનું પસંદ નથી તો ટ્રાન્સપરન્ટ પોલીસનો ઉપયોગ કરી શકો છો આમ કરવાથી નખ મજબૂત રહે છે.

2 જો તમને નખ ચાવવાની આદત છે તો તેનાથી છુટકારો મેળવવા માટે જેલ નેઇલ પોલીસ નો ઉપયોગ કરો. જેલ નેઈલ પોલીસ નખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.તથા તેની સાથે જ નખ ને ચાવવાથી પણ બચાવે છે.

3 જો તમે તમારા નખ ને એક્સ્ટેંશન કરાવ્યા છે અને તે ચીપકી ગયા છે તો તેને જાતે કટ અથવા તો ક્લિપ ન કરો. તમારી આસપાસના નેઇલ ટેકનિશિયનને મળીને તેને રીપેર કરાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment