ઉનાળાની ઋતુમાં અપનાવો આ ૧૫ કુલ ટિપ્સ અને રાખો પોતાને સુપર સ્વસ્થ

Image Source

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિની સ્થિતિ ખરાબ હોય છે. દરેક ગરમીને હરાવવા ઈચ્છે છે. ચાલો જાણીએ કે ગરમીની ઋતુમાં જુદી જુદી સમસ્યાઓથી કઈ રીતે રાહત મેળવી શકાય છે.

યાદ રાખો આ ત્રણ જરૂરી બાબતો.

છાશ ફાયદાકારક છે:

છાશને દહીં, પાણી,મીઠું અને અન્ય મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ અને પાણી હોય છે, જે ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિનો સામનો કરવામાં અસરકારક હોય છે. છાશ શરીરમાં પ્રવાહીની માત્રાને નિયંત્રિત રાખે છે. જોકે તેમાં ખૂબ જ ઓછી માત્રામાં ચરબી મળી આવે છે, તેથી તેને હૃદય માટે પણ સારું માનવામાં આવે છે.

Image Source

ખંજવાળથી રાહત મળે છે:

લાંબા સમય સુધી પગરખા પહેરી રાખવાથી કે પરસેવાને લીધે પગમાં ખંજવાળ આવવી એ સામાન્ય વાત છે. આવી સ્થિતિમાં તાજા લીંબુના રસને પાણીમાં ભેળવીને તેમાં પગ ડુબાડી રાખો, જેથી તમને તરત જ રાહત અનુભવાશે. પાણી અને તાજા ફુદીનાના પાનનું મિશ્રણ તૈયાર કરીને તેમાં પગ રાખી શકો છો. તેનાથી પણ ખંજવાળમાં રાહત મળશે.

ગરમીમાં આંખોને સુરક્ષિત રાખે છે:

ગરમીના લીધી આંખોમાં મેલાનોમાં કે લાયમોફોમા જેવા ઘણા પ્રકારના રોગો થવાનો ભય વધે છે. તડકાના ચશ્મા જોખમી અલ્ટ્રાવાયોલેટ ‘એ’ અને અલ્ટ્રાવાયોલેટ ‘બી’ કિરણોને રોકે છે. ભેજ તમારા આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું બે લીટર પાણી જરૂર પીવું, જેથી આંખો અને ત્વચાને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય. ડિહાઇડ્રેશનથી તમારી આંખોમાં લુબ્રિકેશન ની ઉણપ આવી શકે છે, જેનાથી ઝેરોફ્થાલેમિયા જેવા રોગો થવાનો સંભવ રહે છે.

ઉનાળામાં આ સામાન્ય સમસ્યાઓ થાય છે.

હીટ સ્ટ્રોક:

હીટ સ્ટ્રોક લક્ષણોમાં શ્વાસ લેવાની તકલીફ, ધબકારાનું વધવું, શરીરનું તાપમાન વધી જવું, આભાસ થવો વગેરેનો સમાવેશ થાય છે. હીટ સ્ટ્રોક ઉનાળામાં લાંબા સમય સુધી કામ કરવાથી શરીરનું ઓવરહીટ થવાથી થાય છે. તેવા વ્યક્તિનો તત્કાળ ઉપચાર કરવો જોઈએ. સતત પ્રવાહી પદાર્થ લેવા, ગરમીથી બચવા, હવાદાર કપડાં પહેરવાથી ગરમીમાં ઘણી રાહત મળે છે.

ડિહાઇડ્રેશન:

શરીરમાં પાણીની ઉણપથી ડીહાઇડ્રેશન થાય છે. વધુ પડતી કસરત, ગંભીર ડાયરિયા, ઉલટી, તાવ કે વધુ પડતો પરસેવો તેના સામાન્ય લક્ષણો છે. તેથી ઉનાળામાં પાણી પીતું રહેવું જોઈએ.

ફૂડ પોઈઝનીંગ અને ડાયરિયા:

વધેલા ખોરાકને ફ્રિઝમાં રાખો. ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે રાંધવા. સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખવું. બજારનો ખોરાક ખાવાથી બચવું. પાણી ઉકાળીને પીવું.

ચેપ ની સમસ્યા:

અછબડા અને ઓરી પણ ગરમીમાં થાય છે, કારણકે ત્યારે તેના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેથી તેનુ રસીકરણ લેવું જરૂરી છે. મૂત્રમાર્ગમાં ચેપ પણ સામાન્ય બીમારી છે. પાણી ન પીવાથી ચેપ લાગે છે. પાણીમાં જો ઓર્સેનિક, રસ્ટ, જંતુનાશક વગેરે મળે તો તેને પીવાથી ડાયરિયા, કોલેરા, ટાઈફોઇડ વગેરે થઈ શકે છે.

સનબર્ન:

આ સૂર્યના કિરણોથી થતું બર્ન છે. તે વ્યક્તિની ત્વચા પર અસર કરે છે. સનબર્નના લક્ષણોમાં ચેહરા પર લાલાશ, ધબ્બા અને થાકનો અનુભવ થાય છે. ઘરેથી નિકળતા પહેલા ૨૦ મીનીટે સનસ્ક્રીન લગાવીને નીકળવું અને ગરમ હવાથી શરીરના ખુલ્લા ભાગોને બચાવવાનો પ્રયત્ન કરવો.

તાવ:

શરીરમાં જ્યારે પણ કોઈપણ પ્રકારનો ચેપ લાગે છે ત્યારે તેનું પરિણામ તાવ સ્વરૂપે જોવા મળે છે. આ ઋતુમાં માખી અને મચ્છર તાવનું એક મોટું કારણ છે. વાયરલ, મેલેરિયા, ફ્લૂ, લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લૂ વગેરે તાવ ઉનાળાનું પરિણામ છે. ઉનાળામાં મોટાભાગના લોકો પેટની સમસ્યાથી પણ પરેશાન રહે છે. મોટાભાગે દૂષિત પાણી અને ખાણીપીણીથી વાઇરસ આપણા શરીરમાં પહોંચીને ચેપ ફેલાવે છે. તેનાથી આંતરડામાં ચેપ અને ડાયરિયા જેવા રોગો થઈ શકે છે.

નાકમાંથી લોહી નીકળવું:

ઉનાળામાં હવામાં શુષ્કતાને લીધે આ પ્રકારની સમસ્યાઓ થાય છે. તેથી નાકના બંને છિદ્રોમાં ભેજનુ સ્તર જાળવી રાખો. જ્યારે નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે શરીરને આમથી તેમ હલાવવું નહીં, પરંતુ આરામથી માથાને ઊપર તરફ કરીને બેસવું. તેનાથી નાકમાંથી વધુ પડતું લોહી નીકળતું અટકાવી શકાય છે.

લૂ લાગવી:

ઉનાળાની ગભરામણ ક્યારેક ક્યારેક નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે. શરીરની સાથે સાથે મગજ પણ તેની ઝપેટમાં આવી જાય છે. તેને લૂ લાગવી કહેવાય છે. તડકામાં બહાર ન જવું, ભૂખ્યા પેટે ન જવું અને તડકા સામેના રક્ષણ માટેના બધા જ ઉપાય તમારી સાથે રાખો.

યુટીઆઈ:

કંપન સાથે સખત તાવ આવવો અને મૂત્રમાર્ગમાં ચેપ એ ગરમીમાં થતાં સામાન્ય રોગો છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશનથી બેક્ટેરિયા મૂત્રાશયમાં પ્રવેશ કરે છે. આ રોગ સ્ત્રીઓમાં વધારે થાય છે. સાફ-સફાઈ અને સ્વચ્છતાનુ સંપૂર્ણ ધ્યાન રાખવું. પાણીનું સેવન વધારે કરવું. તેની સાથે સાથે પ્રવાહી પદાર્થો વધારે પ્રમાણમાં લેવા.

ઠંડક માટેના આ ત્રણ સૂત્રો યાદ રાખો.

શરીરને ઠંડુ રાખવું:

તમારા પલ્સ પોઇન્ટ અને કાંડાને ભીના કરો. તે શરીરને ઠંડુ રાખવાનો ઉત્તમ ઉપાય છે. એક મુલાયમ કપડામાં બરફ બાંધીને ત્વચા પર લગાવવો. તે શરીરની ઠંડકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. ઘર હોય કે ઓફિસ, થોડા થોડા સમયાંતરે મોઢું ધોતા રહેવું. સુતરાઉ અને હવાદાર કપડા પહેરવા.

કંઈક ઠંડુ લેતા રહો:

શરીરને ઠંડુ રાખવા માટે ઠંડી વસ્તુઓ ખાવી અને પીવી જરૂરી છે. તેના માટે જરૂરી નથી કે ફક્ત તમે પાણી પીવો, પરંતુ ડીહાઇડ્રેશન અને શરીરમાં થતી પાણીની ઉણપને ફરીથી સંચિત કરવા માટે થોડા થોડા સમયાંતરે પ્રવાહી પદાર્થો લેતા રહો. ઇલેક્ટ્રોલાઇટથી સંતુલિત પીણાં રીહાઇડ્રેશનમાં મદદરૂપ થાય છે, પરંતુ ઠંડા પીણાં અને બીજા સુગર યુક્ત પીણાં લેવાથી બચવું જોઈએ. તેના બદલે તરબૂચ, તાજા ફુદીનાથી બનાવેલું પીણું, જ્યુસ વગેરે લઇ શકાય છે.

ઘરને ઠંડું બનાવો:

કેટલાક ઉપાયો કરીને ઘરને પણ ઠંડુ રાખી શકાય છે. તમારા ઘરમાં વધુમાં વધુ છોડ લગાવો, જેથી સૂર્યના સીધા કિરણોથી થતી ગરમીથી બચી શકાય. એવા વૃક્ષ છોડની પસંદગી કરો જે તમને પૂરતો છાયડો આપી શકે. સીધો તડકો આવતો હોય તો પડદાનો પણ ઉપયોગ કરી શકાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *