જીવનમાં ફુલોને કારણે સ્વાસ્થ્યને થાય છે ઘણા ફાયદાઓ…વાંચો બધાજ ફાયદાઓ વિશે વિગતવાર માહિતી

શરીરને યોગ્ય માંત્રામાં પોષણ મળી રહે તે માટે અમે અત્યાર સુધી તમને ફળો અને શાકભાજીઓની વાત કરી હતી. પરંતુ સાંભળીને તમે ચોકી જશો કે ફુંલો દ્વારા પણ આપણા શરીરને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે. જીહા, ફુલોને કારણે આપણા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો મળી રહે છે. અને ઘણા ફુલનો ઉપયોગ તો વૈકલ્પિક રીતે દવામાં પણ થાય છે. ફુલોમાં એક અનોખો અહેસાસ રહેલો છે. જે આપણા મન અને મગજને ખુશી આપે છે. સાથેજ આમુ ફુલની સુગંધતો આપણા મૂડને પણ સારો કરી નાખે છે. પરંતુ ફુલોને કારણે આપણા સ્વાસ્થ્યને ફાયદો થતો હોય છે. અને તે ફાયદાઓ વીશે આજે અમે તમને વીગતવાર જણાવીશું.

હકારાત્મક ભાવના

ફુલોની સુગંધ આપણા શરીરમાં જાય છે. ત્યારે આપણા શરીરમાં શરીરમાં રહેલી ભાવનાઓ પર તેનો પ્રભાવ પડે છે. જેના કારણે આરામદાયક માહોલ બનતો હોય છે. અને સાથેજ તે ભાવનાઓમં હકારાત્મક વિચારોનો પ્રભાવ પડે છે. જેના કારણે તે ભાવનાઓ જો નકારાત્મક હશે તો તે હકારાત્મક થઈ જતી હોય છે.

બીમારી માટે મદદરૂપ

જ્યારે કોઈ વ્યક્તિ બિમાર હોય છે. ત્યારે આપણે તેના માટે ફુલો લઈને જતા હોઈએ છે. સાથેજ તેનો એવો વિશ્વાસ પણ આપતા હોઈએ છે. કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અને એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફુલોની સુગંધ બિમાર વ્યક્તિને જલ્દીથી સાજો કરી દે છે. સાથેજ બિમારીમાં તેનું મન પણ હળવું રહેતું હોય છે. અને તેની માનસીક સ્થીતીમાં પણ સુધારો થતો જોવા મળતો હોય છે.

ગુલાબ સોથી વધારે ફાયદાકારક

આપને જાણીને નવાઈ લાગશે કે જો તમને પાચન સંબંધી કોઈ પણ બીમારી હોય તો ગુલાબના ફુલ તમારા માટે સૌથી વધારે ફાયદાકારક છે. અને જુદી જુદી ચિકિત્સક પદ્ધતિઓમાં એ વાત સાબિત પણ થઈ છે. સાથેજ કમળા અને એનીમીયના ઈલાજ માટે પણ ગુલાબના ફુલ કામ લાગતા હોય છે. અને સાંભળીને તમે ચોકી જશો કે ગુલાબને કારણે આપણા શરીરમાં રહેલું લોહી પણ શુદ્ધ થઈ જતું હોય છે.

ગલગોટાના ફુલ પણ ફાયદાકારક

ગલગોટાના ફુલ પણ આપણા શરીર માટે ઘણાજ ફાયદાકારક છે. અને તેનો દવા તરીકે પણ ઉપયોગ થતો હોય છે. આપને જણાવી દઈએ કે જ્યારે આપણા શરીરના બહારના ભાગે કોઈ ઈજા થઈ હોય તો તેને ઠી કરવા માટે પણ ગલગોટાના ફુલનો ઉપયોગ થતો હોય છે. કારણકે તેમા એંટીસેપ્ટીક તેમજ એંટી ફંગલ જેવા ગુણ રહેલા હોય છે. સાથેજ માથાના દુખાવા માટે તેમજ ઉંઘ સારી ન આવતી હોય તેના માટેની દવા બનાવા પણ ગલગોટાના ફુલનો ઉપયોગ થતો હોય છે.

સૂરજમુખી પણ લાભદાયક

આપને સાંભળીને નવાઈ લાગશે કે સૂરજમુખીના ફુલનો ઉપયોગ પણ દવા બનાવા માટે થાય છે. ગળામાં તમે ખરાસની પ્રોબ્લેમ હોય તો તેના માટે સુરજમુખીના ફુલ દ્વારા દવા બનાવામાં આવે છે. સાથેજ સ્ત્રીઓને માસીક ધર્મમાં જે દુખાવો થતો હોય છે. તેના માટે સૂરજમુખીની દવા બનાવામાં આવે છે.સાથેજ શરીરના બાહ્ય ભાગોમાં જો કોઈ ઘા થાય તો તેના ઈલાજની દવા બનાવા માટે સૂરજમુખીના ફુલોનો ઉપયોગ થતો હોય છે.

સવારે તાજા ફુલો જોવાથી માનસીક શાંતી અનુભવશો

અમુક લોકોએ તેમના અભ્યાસમાં એવો દાવો કર્યો છે કે સવારના સમયે જો તમે તાજા ફુલો જોવાનું રાખશો તો તમારી ચિંતા ઓછી થશે. અને સાથેજ તમને માનસીક શાંતીનો પણ અનુભવ થશે. સાથેજ તમારા શરીરમાં મતમે અનોખી ઉર્જાનો અનુભવ કરશો. જેના કારણે તમારો દિવસ પણ સ્ફુર્તી ભર્યો રહેશે.

ઓશીકા નીચે ફુલ મુકવાનું રહસ્ય

તમે જોયું હશે કે ઘણા લોકો સુતા વખતે તેમના ઓશીકા નીચે ફુલો રાખતા હોય છે. તેના પાછળનું કારણ છે. કે ઓશીકા નીચે અને પથારીમાં ફુલો હોવાને તમને માનસીક શાંતીનો અનુભવ થાય છે. સાથેજ જો કમને ઉંઘ ન આવતી હોય તો તેના કારણે તમને પણ જલ્દી આવી જશે .

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment