શ્રીમદ ભાગવત ગીતાના પાંચ અનમોલ વચનો, જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધમાં આપેલા

Image Source

શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ધર્મ સાથે જોડાયેલ કેટલાક એવા અનમોલ વિચાર અને વચનને લોકો સામે રાખ્યા હતા, જો તેનું મનુષ્ય પોતાના જીવનમાં અનુસરણ કરે તો આ દુનિયાની કોઈ શક્તિ તેને ક્યારે પણ હરાવી શકતી નથી.

શ્રીમદ ભાગવત ગીતા આપણા પ્રાચીન ભારતનું આધ્યાત્મિક જ્ઞાન દર્શાવે છે, તેમ કહેવામાં આવે છે કે ભાગવત શબ્દનો અર્થ ભગવાન અને ગીતાનું ગીત એટલે કે ભગવાનનું ગાવામાં આવેલ ગીત.

મહાભારત યુદ્ધના સમયે જ્યારે અર્જુન નિરાશ મૂંઝવણની સ્થિતિમાં દેખાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું તે ગીતાના રૂપમાં આપણી સમક્ષ છે. ભગવદ્ ગીતામાં કુલ 700 સંસ્કૃત શ્લોકો, 18 પ્રકરણો મા સમાયેલા છે જે 3 વિભાગોમાં વિભાજિત છે, દરેકમાં 6 પ્રકરણો છે.

આ જીવનમાં સફળતા મેળવવા માટે ઘરમાં જ સૌથી પહેલો અને મોટો રસ્તો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને ધર્મ સાથે જોડાયેલ કેટલાક એવા અનમોલ વિચાર અને વચનને લોકો સમક્ષ રજૂ કર્યા હતા, જો તે મનુષ્ય તેના જીવનમાં અમલ કરે તો આ દુનિયાની કોઈ શક્તિ તેને કોઈપણ ક્ષેત્રમાં હરાવી શકતી નથી.

તો આજે અમે આ પાંચ અનમોલ વિચારને તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. જેના પર અમલ કરી તમે તમારા જીવનને સફળ બનાવી શકો છો.

અનમોલ વિચાર

1. કોઈ બીજાના જીવનની સાથે પૂર્ણ રૂપે જીવવા કરતા સારું છે કે આપણે આપણા ભાગ્ય મુજબ જીવીએ. એટલે કે આપણે આપણા જીવનમાં મહેનત કરવી જોઈએ, બીજાના જીવનની પ્રગતિ અને સફળતાને ભૂલીને આપણા જીવનની નકારાત્મક વિચારોને દૂર કરી આપણા ભાગ્યને ઉજ્જવળ બનાવવું જોઈએ.

2. એક ભેટ ત્યારે જ મૂલ્યવાન અને પવિત્ર છે જ્યારે તે સાચા દિલથી કોઈ સાચી વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળ પર આપવામાં આવે અને તે ભેટ આપનાર વ્યક્તિ તેના હદયમાં તે ભેટના બદલે કઈ મેળવવાની આશા રાખતો ન હોય.

આપણે આ જીવનમાં જે પણ કરવું જોઈએ તે વિચારીને કરવું જોઈએ, અને યોગ્ય સમય પર કરવું જોઈએ. આપણે સમય અને બીજા લોકો બન્ને સમ્માન આપવું જોઈએ અને દિલ ખોલીને મદદ કરવી જોઈએ. આપણે જે પણ ભેટ અથવા દાન આપીએ છીએ ત્યારે તેના બદલામાં તે વ્યક્તિ પાસેથી કંઈ મેળવવાની આશા રાખવી જોઈએ નહીં.

3. જે પણ મનુષ્ય પોતાના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનના ચરણો માટે દ્રઢ નિર્ણયમાં સ્થિર છે, તે સામાન્ય રીતે સમસ્યાઓનો સામનો સહન કરી શકે છે, અને નિશ્ચિત રૂપે તે વ્યક્તિ ખુશીઓ અને મુક્તિ મેળવવાનું પાત્ર છે.

એટલે જો તમે તમારા લક્ષ્યને મેળવવા માટે દ્રઢ નિર્ણય લો છો અને દિવસ-રાત ઘણી મહેનત કરો છો તો તમારા રસ્તામાં જેટલી પણ સમસ્યાઓ આવશે, તમે તેને પાર કરી જશો, અને ત્યારે તમે તમારા જીવનમાં ખુશીઓ મેળવવા પાત્ર થશો.

4. ભગવાન અથવા પરમાત્માની શાંતિ તેમની સાથે છે, જેમના મન અને આત્મામાં એકતા/સંવાદિતામાં હોય, જેઓ ઈચ્છા અને ક્રોધથી મુક્ત હોય, જે પોતાની આત્માને યોગ્ય રીતે જાણે છે.એટલે જે માણસ ખરેખર ક્રોધથી મુક્ત થાય છે, અને જેના મનમાં એક થવાની ઈચ્છા હોય છે, તે સાચો હોય છે, ભગવાન હંમેશા તેની સાથે હોય છે અને ભગવાનની કૃપા તેના પર હંમેશા રહે છે.

5. ત્રણ વસ્તુઓ માટે નરક જ સાચી જગ્યા છે: વાસના, ક્રોધ અને લોભ.

પરમાત્મા કહે છે! જે પણ મનુષ્ય તેના જીવનમાં નફરતની ભાવના, લોભ, મોહ માયા, વાસના રાખે છે તેના માટે નરક જ સાચું સ્થળ છે, તેવા વ્યક્તિ તેમના જીવનમાં ક્યારેય ખુશ રહી શકતા નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment