ડાયાબિટીસ ના દર્દીઓ ને ફિટ રાખશે મેરુવકરાસાન, આજે જ જાણો ફિટનેસ ટિપ્સ..

Image Source

આજ ના આ યુગ માં અને બદલાઈ રહેલ  જીવન શૈલી માં પોતાને ફિટ રાખવું અઘરું થઈ ગયું છે. ખાસ કરી ને ડાયાબિટીસ ના દર્દીઓ માટે પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવું થોડું મુશ્કેલ થયું છે. ડાયાબિટીસ ના દર્દી ને કોરોના નો સૌથી વધારે ખતરો છે. આવા માં તમને અહી એવા ઉપાય બતાવવામાં આવશે કે જે બીમારી થી બચવા માટે જ નહીં, પરંતુ ફિટ રાખવામાં પણ મદદરૂપ થશે. સુર્યનમસ્કાર ના કેટલાક ચક્રો નું નિયમિત અભ્યાસ કરવા થી આ સમસ્યા ને દૂર રાખી શકાય છે. આની સાથે એ લોકો કે જે આ બીમારી થી એક-બે વર્ષ પહેલા જ સંક્રમિત થયા  છે એ લોકો પણ યોગ્ય માર્ગદર્શન થી સુર્યનમસ્કાર ના અભ્યાસ થી રોગ ને પોતાના થી દૂર રાખી શકે છે. પરંતુ ગંભીર રોગ વાળાઓ એ બીજા પણ યોગાસન કરવા જોઈએ. જેમાં, પવનમુક્તાસન,જાનુશિરાસન,ઉષ્ટ્રાસન, સુપ્ત વ્રજસાન, મેરુવકરાસન, અને હલાસન પ્રમુખ છે.

મેરુવકરાસન ની અભ્યાસ વિધિ:

Image Source

 બંને પગ ને સામે ની બાજુ સીધા ફેલાવી ને બેસી જાઓ. બંને પગ ને જોડેલ જ રાખજો. જમણા પગ ના ઘૂટણ ને વાળી ને તેનો  પંજો ડાબી બાજુ એ રાખવો. ડાબા હાથ  ની કોણી ને જમણા પગ ના ઘૂટણ સુધી પહોંચડવાનો પ્રયત્ન કરવો. જમણા હાથ ને પીઠ ની પાછળ રાખતા તેને જમણી બાજુ વાળવાનો પ્રયત્ન કરવો. આ સ્થિતિ માં આરામદાયક અવધિ સુધી રહો. તે પછી મૂળ સ્થિતિ માં આવું અને આ જ ક્રિયા બીજી બાજુ માટે પણ કરવી.

પ્રાણાયામ:

Image Source

  મધુમેહ જેવી બીમારી માટે પ્રાણાયામ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આના માટે કપાલભાતી,

અગ્નિસાર, બંધ તથા નાડી શોધન જેવા પ્રાણાયામ કરવા માં આવે છે.

અગ્નિસાર પ્રાણાયામ ની અભ્યાસ વિધિ:

Image Source

ધ્યાન નું કોઈ પણ આસન પદ્માસન, સિદ્ધાસન, અથવા સુખસાન પર કરોડરજ્જુ, ગળું અને માથા ને સીધું કરી ને બેસી જવું.. સૌથી સરળ પદ્માસન હોય છે. એક ઊંડો સ્વાસ લઈ ને તેને મોઢા દ્વારા બહાર કાઢો. હવે સ્વાસ ને રોકી ને, બંને હાથ ને ઘૂટણ પર સીધા રાખીને પેટ ને જલ્દી જલ્દી અંદર બહાર કરવું. જ્યાં સુધી સ્વાસ ને સહજતા થી રોકી શકો છો ત્યાં સુધી પેટ ને અંદર બહાર કરતાં રહો. કોઈ પણ પ્રકાર ની અસહજતા થાય તો  પેટ ને સામન્ય સ્થિતિ માં કરી દેવું. ત્યાર બાદ હાથ ને પણ સામાન્ય સ્થિતિ માં રાખી સ્વાસ લેવો. આની ત્રણ -ચાર આવૃતિ પર અભ્યાસ કરવો.

ધ્યાન આપવા જેવી બાબત:

કાર્બોહાયડરેટ, સ્ટાર્ચ,અને ચરબીયુક્ત આહાર નો ઉપયોગ ટાળવો.બ્રાઉન બ્રેડ, દહી,શાકભાજી, અને સલાડ નું સેવન વધુ કરવું.

Image Source

ભોજન નિયમિતપણે કરવું. ભૂખ થી વધુ ભોજન ન કરવું. વારે-વારે ભોજન કરવું પણ સારું નહીં.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment