લગ્ન પહેલા નહીં પણ લગ્ન પછી ફીટનેશ ખાસ જરૂરી છે કારણ કે…

શરીરનો દેખાવ એટલે કોઈ વસ્તુની અદ્દભુત ડીઝાઇન. વસ્તુની ડીઝાઇન મનમોહક હોય તો કોઇપણને પહેલી નજરમાં જ ગમી જાય એવી રીતે માણસના શરીરનું પણ કંઈક એવું જ છે. એકદમ પરફેક્ટ અને ફીટ બોડી હોય એ છોકરો કે છોકરી પહેલી વખતમાં જ આંખોને આકર્ષણ આપે છે. એનું કારણ હોય છે શરીરનો આકર્ષક દેખાવ. કસરત, યોગા અને જીમનો ડેઈલી બેઝીઝમાં ઉપયોગ કરવાનું કારણ શું? બસ, જવાબ છે શરીરને સુડોળ બનાવવા…

પેટની ચરબી, સાથળ પર જામેલા ચરબીના સ્તર, બેડોળ શરીર આવી બધી નિશાની જણાવી દે છે કે તમારા લગ્ન થઇ ચુક્યા છે અને તમે લગ્ન જીવનની રીફેશ મોમેન્ટને ભૂલીને રેગ્યુલર બોરિંગ લાઈફ જીવવા લાગ્યા છો. જો તમારી સાથે પણ કંઈક આવું હોય તો આ લેખની જાણકારી વાંચવાનું ભૂલતા નહીં. સાથે લગ્ન પહેલા નહીં પણ લગ્ન પછી શરીર ફીટ રહેવું જોઈએ. શા માટે? આ મુદા પર વધુ ચર્ચા પણ કરીશું. 

 • શા માટે શરીરને લઈને લાપરવાહ થઇ જવાય છે?
 • લગ્ન પછી પતિ-પત્નીની એક નવી જિંદગી શરૂ થાય છે. એવામાં કપલ બધું ભૂલીને હરવા-ફરવાથી લઈને બધી રીતે એકબીજામાં વ્યસ્ત હોય છે અને આ પીરીયડ પૂર્ણ થાય ત્યાં સુધીમાં બંને શરીરથી ફુલાય ગયા હોય છે કારણ કે, નો એકસરસાઈઝ…નો વર્કઆઉટ…
 • ઘરની પરિસ્થિતિ, ઘરના કામ, માનસિક તણાવ, વડીલોની દેખભાળ, બાળકોની ચિંતા આ બધું સાથે આવે ત્યારે શરીર પ્રત્યેની બેપરવાહી આવી જાય છે.
 • કરિયરની સકસેસ માટે ભાગદોડ, નોકરી માટે બીઝી શેડ્યુલ અને વેપારમાં વધુ ઇન્કમ કરવા માટેની માથાકૂટ શરીરના આકરને બેડોળ બનાવી દે છે.
 • આખા દિવસનો થાક અને ટેન્શન કસરત અને યોગા પ્રત્યે નફરત લાવી દે છે.
 • જિંદગીમાં ન કોઈ ચાર્મ રહે અને ન કોઈ નવું કામ કરવાન ઈચ્છા. કારણ કે શરીરમાં એનર્જી તો જોઈએ ને!!
 • લગ્ન પહેલા જે વ્યક્તિનો શારીરિક દેખાવ એકદમ હટકે હોય એ વ્યક્તિ લગ્નના બે-ત્રણ વર્ષમાં જ કદરૂપું દેખાવા લાગ્યું હોય છે. કારણ કે, ઓવર ઇટીંગ હેબીટ. પછી એ તબદીલ થાય છે ડેઈલી વર્ક આઉટની આળસમાં..
 • શા માટે લગ્ન પહેલા કરતા લગ્ન પછી ફિટનેસ અત્યંત જરૂરી છે?
 • જયારે તમે લગ્ન કરવાના પ્લાનિંગ કરી રહ્યા હતાં અને છોકરો કે છોકરીને પસંદ કર્યા હતા એ સમયે તેની બોડી દેખાવમાં ઇન્ટરેસ્ટીંગ લાગતી હતી એ લગ્ન બાદ બેડોળ લાગવા લાગે એટલે એકબીજા પ્રત્યેનું સ્ટ્રોંગ અટેચમેન્ટ વિક પડ્યું હોય એવું દેખાય આવે.
 • વિક અટેચમેન્ટ બતાવે છે કે, લગ્ન થયાનો ઘણો સમય થઇ ગયો અને હાલ રેગ્યુલર લાઈફ થઇ ગઈ છે એ પણ બોરિંગ.
 • બોડીમાં એનર્જી નથી રહી એટલે સેક્સ લાઈફમાં પણ નાખુશ હોય એવા બે વ્યક્તિઓ એકબીજા સાથે એક ઘરની છત નીચે રહે છે.
 • પાર્ટનર સાથે વાતચીત કરો કે, ‘તું મારા માટે ફીટ રહે અને હું તારા માટે ફીટ રહું.’ બંને એકબીજાના આજીવન ક્રશ ફીલિંગ બની શકીએ એવી રીતે બોડીને મેન્ટેઇન કરવું જોઈએ.
 • ઘણા કપલનું કહેવું છે કે, ફિટનેસ પર ધ્યાન દેવાનું શરૂ કર્યું ત્યારથી તેના શરીરને શેપ મળ્યો એટલું જ નહીં પણ પતિ-પત્નીના સંબંધોમાં પણ ફિલ અને એનર્જી આવી છે.
 • આખા દિવસ દરમિયાન નાની વાતના ઝધડા અને ચીડિયા સ્વભાવને દૂર કરી શકાયો, જે રિલેશનશિપને એક અલગ નજર આપે છે અને સ્ટ્રોંગ રીલેશન બનાવે છે.

અહીં જણાવેલા કારણો જણાવીને તમને એ કહેવા માંગીએ છીએ. બોડી ફિટનેસ લગ્ન પહેલા નહીં પણ લગ્ન પછી સૌથી વધુ અગત્યની હોય છે. બે વ્યક્તિ એકબીજાનું આકર્ષણ બનીને રીલેશનને આજીવન નિભાવતા રહે તો મેરીડ લાઈફને આજીવન ન્યુ કપલની રીતે જીવી શકાય છે.

નવી માહિતીને જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *