જીમમાં ગયા વગર કેવી રીતે રહશો ફીટ? કેવી રીતે ઊતારશો વજન ? ઘરેલુ ઉપાય

Photo credit: Google

હાલના સમયમાં સૌ કોઈ તેમના શરીરને ખડતલ રાખવા માંગે છે. પરંતુ કોરાનાને કારણે જીમમાં જતા લોકોને ડર લાગે છે. સાથેજ જો જવું હોય તો ઘરના સભ્યો પણ જીમમાં જવા માટે મંજૂરી નથી આપતા. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જીમ કર્યા વગર ઘરે રહી ને જ વજન કેવી રીતે ઉતારી શકશો. અને તમારા શરીરને ફીટ રાખી શકશો

Photo credit: Google

પાણીમાં જીરુ નાખી ઉકાળીને પીઓ

જો તમે તમારું શરીર ખડતલ રાખવા માગો છો. તો રોજ રાતે તપેલીમાં પાણી અને જીરુ નાખીને મુકી રાખો. અને તેજ પાણીને તમે સવારે ઉકાળો. ત્યારબાદ તે પાણીને ગાળો જેથી જીરુ તે પાણીથી અસલગ થઈ જશે. અને ત્યાર બાદ તમે તે પાણીને પીઓ. આવું કરવાથી આખા દિવસ તમારા શરીરમાં સ્ફુર્તી રહેશે. અને જો તમે તામારુ વજન ઓછું કરવા માગો છો. તો ઝડપથી તમારું વજન ઓછું થશે. મહત્વનું છે કે તમારી ઉકાળેલું જીરાનું પાણી સવારે ખાલી પેટેજ પીવું પડશે

Photo credit: Google

બ્લેક કોફી પીવાથી ચરબી ઓછી થશે

શરીરની ચરબીને ઓછી કરવા માટે જો તમને કસરત કરવાનો સમય પણ નથી મળતો. તો તમારા માટે એક સરળ ઉપાય છે. જેમા તમારે ચા છોડી દેવી પડશે. અને માત્ર બ્લેક કોફી પીવી પડશે. બ્લેક કોફી પીવાથી તમે તમારા શરીરમાં રહેલી ચરબીને ઓછી કરી શકશો. બ્લેક કોફી બનાવા માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નહી પડે. તમારે પાણીમાં કોફી નાખીને ઉકાળવી પડશે. જેમા તમારે દૂધ અને ખાંડને ન ભેળવશો. અને પછી તે બ્લેક કોફીને તમે ગટગટાવી જજો. શરૂઆતના દિવસોમાં તમને બ્લેક કોફી નહી ફાવે. પરંતુ ધીમેધીમે તમને આદત પડી જશે.

Photo credit: Google

તજ, મરી અને મધનું સેવન ફાયદાકાર

વજન ઉતારવા માટે તેમજ શરીરને મજબૂત રાખવા માટે તમે તજ, મરી અને મધની પેસ્ટ બનાવો. અને ગરમ પાણીમાં તેને ભેળવીને પીઓ. આવું કરવાથી તમારુ વજન તમે ઘટાડી શકશો. સાથેજ જો તમે કબજીયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છો. તો તેનાથી પણ તમને રાહત મળશે.

સુકી દ્રાક્ષનું પાણી અસરકારક

સુકી દ્વાક્ષને પાણીમાં રાખીને તે પાણી તમે પીઓ. જેના કારણે તમારા શરીરમાં લોહી પણ સાફ રહેશે. જો તમને કબજીયાતની સમસ્યા છે. તો ઘરેલું ઉપચાર કરવાથી ચાર દિવસમાં તમારું પેટ સાફ થઈ જશે. અને પેટના ભાગે ચરબી પણ ઓછી થશે. મહત્વનું છે રાત્રે તમારે સુકી દ્રાક્ષને પાણીમાં પલાળવી પડશે. અને સવારે તમારે તે પાણી પીવું પડશે.

ગ્રીન ટીથી પણ વજન થશે ઓછું

જો તમે ગ્રીન ટી પીવી ગમે છે. તો આજેજ તમારે ઘરે ગ્રીન ટીનો સ્ટોક મંગાવી લો. કારણકે ગ્રીન ટીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા તમારું વજન થોડાકજ દિવસોમાં ઓછું થશે . સાથેજ તમારું પેટ પણ ગ્રીન ટીને કારણે સાફ રહેશે.

Image by Free-Photos from Pixabay

સીડીઓ ચઢ ઉતર કરો અને ચાલવાનું રાખો

ઘરેલું ઉપચારની સાથે સાથે કુદરતી ક્રિયાઓ પણ તમારા શરીર માટે ખુબજ જરૂરી છે. જેમકે તમારે ખોરાક લીધા બાદ ચાલવું પડશે. અને બને ત્યાસુધી કોઈ પણ જગ્યાએ લીફ્ટનો ઉપયોગ કર્યા વગર સીડીઓ ઉતર ચઢ કરો. આવું કરવાથી 21 દિવસમાં તમને તમારા શરીરમાં ફરક અનુભવશો. અને તમારું વજન તમારે જાતે કેવી રીતે ઓછું કરવું તેના વિશે પણ તમને ખ્યાલ આવી જશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment