આકાશમાં વિહરવાના સપનાં જોતી યુવતી આખરે બની ગઇ ભારતની પ્રથમ નૌસેના પાયલટ

નૌસેનામાં દેશની પ્રથમ મહિલા પાયલોટ બની આ યુવતી

Shubhangi-Swaroop

વિશ્વના પ્રમુખ સૈન્યશક્તિ ધરાવતા દેશોમાં હવે ભારતનું નામ પણ એક ચોક્કસ સ્થાન સાથે જોતરાઇ રહ્યું છે. એ સાથે જ હવે ભારતે મહિલાઓ માટે પણ લડાકુ કૌવતના દ્વાર ખુલ્લા મુકી દીધાં છે.પહેલાં આર્મીમાં,પછી એરફોર્સમાં અને હવે નેવીમાં ભારતીય મહિલાઓ પોતાની ક્ષમતાનો પરિચય આપવા ઉતરી આવી છે. કાલે એક ઔર કદમ ઉઠાવી ભારતે એક વિક્રમસર્જક નિર્ણય લીધો છે. એ નિર્ણય છે – Indian Neavy માં પ્રથમ મહિલા પાયલોટને સ્થાન આપવાનો ! અને એ સ્થાન મેળવ્યું છે ઉત્તર પ્રદેશના બરેલીની યુવતી શુભાંગી સ્વરૂપએ…! શુભાંગી બાળપણથી જ હવામાં વિહરવાના સ્વપનાઓ જોતી હતી અને હવે એ સ્વપ્ન સાકાર થયું છે, જેના બદલામાં ભારતને મળશે પ્રથમ ઇન્ડિયન નેવી કમાન્ડની મહિલા પાયલોટ.

Shubhangi-Swaroop-1

૨૩ નવેમ્બર અને બુધવારે કેરલના એઝીમાલામાં Indian Neavy Academy દ્વારા યોજાયેલ પાસિંગ આઉટ પરેડમાં તેમણે ભાગ લીધો અને ત્યારે તેમને આ ગૌરવવંતા સ્થાનની દ્યોતક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલાં તેમણે “નેવલ ઓરિયન્ટેશન” કોર્સ પાસ કરેલો. અત્રે એ નોંધનીય છે કે, શુભાંગી સ્વરૂપ એક નહિ પણ એની સાથેની બીજી ત્રણ યુવતીઓએ આ હોદ્દો મેળવ્યો છે. જેમાં દિલ્હીની આસ્થા સેગલ, પોંડિચેરીની રુપા એ. અને કેરલની શક્તિ માયા એસ. ને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ચારેય ઉડાનની મહત્વાકાંક્ષી યુવતીઓને “નેવલ આર્મામેન્ટ ઇન્સ્પેક્ટોરેટ” [NAI] શાખામાં દેશની પ્રથમ મહિલા અધિકારી બનવાનું પદ પ્રાપ્ત થયેલ છે.

Shubhangi-Swaroop-2

સુભાંગી સ્વરૂપના પિતા જ્ઞાન સ્વરૂપ નૌસેનામાં કમાન્ડર છે.પિતાનો સાહસિક સ્વભાવ સુભાંગીને વારસામાં મળ્યો છે. સુભાંગી હવે થોડા વખતમાં મેરીટાઇમ રીકાનકાયસન્સ વિમાન ઉડાવતી નજરે પડવાની છે. તે નૌસેનાની ટોહી ટુકડીના કમાન્ડમાં કામ કરતી જોવા મળશે.પણ તે પહેલાં તેમને યોગ્ય પ્રશિક્ષણ આવશે. તે માટે તેમને હૈદરાબાદના એરફોર્સ ટ્રેનિંગ સેન્ટરમાં મોકલાશે.જ્યાં આર્મી,નેવી અને એરફોર્સના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે.એ પછી સુભાંગી Indian Neavyના P-8 આઇ. જેવા વિમાનો ઉડાવશે.

Shubhangi-Swaroop-4

બુધવારે એજીમાલામાં યોજાયેલા કાર્યક્રમમાં નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા પણ મોજુદ હતાં.આ પહેલાં ઇન્ડિયન નેવીમાં વાયુ યાતાયાત નિયંત્રણ અને વિમાનમાં “પર્યવેક્ષણ” અધિકારીની ફરજ પર એવિએશન બ્રાંચ અંતર્ગત કામ કરી ચુકી છે.તે છતાં સુભાંગી સ્વરૂપ નેવીની પ્રથમ મહિલા પાયલટ છે – એવું કમાન્ડર શ્રીધર વોરિયરએ જણાવેલું.

Shubhangi-Swaroop-3

શુંભાગીને પ્રથમ નૌસેના પાયલટ બનવા બદલ શુભેચ્છાઓ અને હવે જલ્દી તેમના હવામાં વિહરવાના સ્વપ્ના સાકાર થાય એ બદલ પ્રાર્થના…! “નારીશક્તિ“નું ફરી એકવાર ઉદાહરણ મળી ચુક્યુ છે અને આગળ પણ ઘણાં મળશે…!

Leave a Comment