લોકડાઉન રહેતા પુરા કરી લો આ 3 કામ, પછી નહી મળે આવી તક

કોરોના વાયરસના ચાલતા દેશભરમાં લોકડાઉન માં લોકોને ઘરમાં રહેવાની જ અપીલ કરવામાં આવી રહી છે. કેમકે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એટલા માટે વધારે મોડે સુધી ઘરમાં બાંધી રાખવાથી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. ભારતના સંદર્ભમાં, આવું કરવું ખુબ જ મુશ્કેલ છે, કેમ કે અહીંના લોકો એક બીજાને મળવાનું વધારે પસંદ કરે છે. મૂવી જોવા માટે સિનેમા હોલમાં જાય છે અને દોસ્તો સાથે પાર્ટી કરે છે.

પરંતુ હજી પણ, રોગચાળાની મહામારીથી માનવજાતને બચાવવા માટે, લોકડાઉન કરવું જરૂરી છે. ‘ધ ચોપડા ફાઉન્ડેશન’ના સંસ્થાપક દીપક ચોપડાએ આ વિષય માં લોકોને વિસ્તૃત માહિતી આપી હતી. ક્વોન્ટમ હીલિંગ પુસ્તકના લેખક દિપક ચોપડાએ ઇ-કોન્કલેવના સેશન ‘રીસેટ બોડી એન્ડ માઇન્ડ’ માં લોકોને લોકડાઉન દરમિયાન ત્રણ વાતો પર વિશેષ ધ્યાન આપવાનું કહ્યું હતું.

ડો. ચોપડા એ જણાવ્યું કે લોકડાઉન દરમ્યાન ભારતીઓ ને ત્રણ ખાસ વાત યાદ રાખવી જોઈએ- સેવા, સ્મરણ અને સંઘ. સેવા એટલે આપણા વિશે વિચારવાનું છોડી બીજા અસહાય લોકો વિષે વિચારવાનું શરુ કરવું.

‘સ્મરણ’ એટલે સ્વ-પ્રતિબિંબ. આ લોકડાઉનમાં પોતાને સમજવાનો પ્રયત્ન કરો. હું શું છું? હું શું કરવા માંગું છું ? મારું લક્ષ્ય શું છે ? આ પ્રકારના બધા જ સવાલોના જવાબ પોતાનામાં શોધવાની આ એક બેહતરીન તક છે.

‘સંઘ’ એટલે સમુદાય. તમારે સમજવું પડશે કે તમારું પરિવાર, તમારા બાળકો, તમારા મિત્રો, તમારા કુટુંબ અને સંબંધીઓ બધા આ સમુદાયનો ભાગ છે. તેમની સાથે સંપર્ક સ્થાપિત કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે આવું નહીં કરો, તો તમારું મન અસંતુલિત થઈ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *