જાણો કોણ છે મેઘા બાફના, જેમને પોતાના સલાડના બિઝનેસને પહોંચાડ્યો ટોચ ઉપર 

શું તમે તમારી કુશળતા પ્રમાણે કામ કરો છો અને તે જ અનુસાર તમારું કેરિયર પણ પસંદ કરો છો? તો એવું ક્યારેય નહીં થાય કે તમને સફળતા ન મળે સફળતા પણ તમને ત્યારે જ મળે છે જ્યારે તમે સંપૂર્ણ મન અને ધનથી તેને કરવાની કોશિશ કરો છો. આવું જ કંઈક કરી બતાવ્યું છે પુણેમાં રહેતી મેઘા બાફનાએ. જે આજે એક સફળ ઉદ્યોગસાહસિક છે.

મેઘાએ પોતાની ક્ષમતા અને હુન્નરને જાણીને પોતાની નોકરી છોડી દીધી અને પોતાનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમને લગભગ 3000 રૂપિયાથી પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો અને અમુક જ સમયમાં તે દોઢ લાખ રૂપિયા કમાતા શરૂ થઈ ગયા. તેમના આ સફરને અને સફળતાની કહાની ને આપણે જાણીએ.

વર્ષ 2017માં શરૂ કર્યો બિઝનેસ

તમને જણાવી દઈએ કે મેઘા એક રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરી રહી હતી, લગભગ તે પોતાની ઓફિસ માટે સલાડ લઈને જતી હતી અને સવાર સવારમાં સલાડ બનાવવાની પ્રોસેસ તેને સારી લાગતી ન હતી, તેમને લાગતું હતું કે કાશ કોઈ તેમને દિવસમાં ફ્રેશ સલાડ આપી જાય આજ વિચારીને તેમનો આ બિઝનેસને નવું સ્વરૂપ આપવાનું વિચાર્યું.

તેમણે સૌપ્રથમ સલાડ બનાવીને વૉટ્સએપ દ્વારા પોતાના લેડીઝ ગ્રુપમાં પ્રચાર શરૂ કર્યો તેમને સલાડ તૈયાર કરવું અને તેમાં અલગ-અલગ પ્રકારના એક્સપરિમેન્ટ કરવા ખૂબ જ પસંદ હતા, તેમણે પહેલા પોતાના મિત્રો તથા પરિવારને આ સલાહ સુચન કર્યું ત્યારબાદ વૉટ્સએપ ગ્રુપ દ્વારા તેમને એક થી બે ઓર્ડર મળ્યા.

3500 રૂપિયામાં શરૂ કર્યું કે ‘કીપ ગુડ શેપ’

મેઘાએ પોતાના સ્ટાર્ટઅપ ને નામ આપ્યું ‘કીપ ગુડ શેપ’ અને તેમની ટેગલાઈન છે યોર હેલ્થ ઇસ અવર રિસ્પોન્સબલિટી, તેમને વધુ ઈન્વેસ્ટ કરવાની જરૂર પડી નહીં કારણ કે તેમને ખબર હતી કે તેમના જોબની સાથે તે આ ચાલુ રાખશે, તેમણે શરૂમાં અમુક વાસણ જેવા કે પ્રેસર કુકર કન્ટેનર પેકિંગ બોક્સ સિવાય સલાડની શાકભાજી તથા અલગ અલગ પ્રકારના અનાજ તથા અમુક વસ્તુઓ પર માત્ર 3500 રૂપિયા ખર્ચ કર્યા.

પહેલા અમુક સમયે એકલા સંભાળ્યો બિઝનેસ

મેઘાએ પહેલા દિવસે પાંચ પેકેટ નો ઓર્ડર લીધો મેઘા ત્યારે સલાડની પેકેજીંગ ડીલેવરી કોન્ટીટી ની કોઈ જ જાણકારી ન હતી, પરંતુ મેઘાને પોતાના સલાડના ટેસ્ટ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. રિપોર્ટ અનુસાર તે દરરોજ સવારે સાડા ચાર વાગ્યે સલાડ માટે ફ્રેંચ મસાલો તૈયાર કરતી હતી અને ત્યાર બાદ બજારમાં શાકભાજી લેવા જતી હતી અને તેને કાપીને તૈયાર કરવું તથા પેકિંગ કરવાનું કામ પણ તે એકલી જ કરતી હતી. સવારે 9:30 વાગ્યે મેઘા દરેક પેકિંગ કરીને ત્યારબાદ પોતાના કામવાળી બહેન ના છોકરાના હાથે ઓર્ડર પહોંચાડવાનું કામ શરૂ કર્યું.

22 પ્રકારના હોય છે સલાડ

અમુક રિપોર્ટ અનુસાર મેઘા હવે દિવસમાં 200 થી ઉપર ઓર્ડર પૂરા કરે છે અને તેમના ઓર્ડર બલ્ક માં જાય છે. આઇટી ફેક્ટર બીપીઓ અને હોસ્પિટલ થી જોડાયેલા લોકો તેમની પાસે વધુ ઓર્ડર આપે છે. હવે લગભગ 20 લોકો તેમની સાથે કામ કરી રહ્યા છે જેમાં અમુક ડીલેવરી પણ કરે છે. તે લગભગ 22 પ્રકારના સલાડ લોકોને ખવડાવી રહી છે એવામાં તે મહિનામાં ક્યારેય પણ મેન્યુ રિપિટ કરતી નથી.

આટલી છે કમાણી

આજે તે દર મહિને સવાથી દોઢ લાખ રૂપિયા કમાઈ રહી છે, સલાડમાં પેકિંગમાં પણ મેઘા પોતાના અનુભવથી શીખી કે કેવી રીતે સલાડ અને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય. શરૂઆતમાં તેમને સલાડની બે કિંમત રાખી હતી એક 59 રૂપિયા હતી અને બીજી 69 રૂપિયા હતી. તેમને દોઢ મહિના પછી એક સારો પ્રોફિટ થવા લાગ્યો. શરૂઆતના મહિનામાં પાંચથી સાત હજાર રૂપિયા બચવા લાગ્યા. લોકડાઉન પહેલા મેઘા પાસે 200 કસ્ટમર હતા અને દર મહિને મેઘા એક લાખથી સવા લાખ રૂપિયા કમાતી હતી.

ફ્રેન્ચાઇઝી આપવાની પ્લાનિંગ

મેઘાએ લગભગ પાંચ વર્ષમાં પોતાની સલાડ ડિલિવરીને બિઝનેસની એ ટોચ પર પહોંચાડી દીધી કે જ્યારે હવે તે ફ્રેન્ચાઇઝી આપવાની પ્લાનિંગ કરી રહી છે. મેઘા એક લીડિંગ સાઈટના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાના સલાડમાં નવા નવા ફ્લેવર સાથે એક્સપરિમેન્ટ કરે છે, અને તે નવું હોવાના કારણે લોકો તે સલાડને ખૂબ જ પસંદ કરે છે.

આ તો હતી પૂણેની મેઘા બાફના જેમને  પોતાના જુસ્સાને પૂરો કર્યો, અને ખૂબ જ મહેનત કર્યા બાદ આજે તે ખૂબ જ ટોચ ઉપર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Image Credit: facebook

Leave a Comment