જાણો કઈ ટીવી સીરીયલના રેટિંગ છે સૌથી ઉપર અને કઈ છે પાછળ 

તમારી ફેવરિટ ટીવી સીરીયલ ટોપ 10 લિસ્ટમાં છે કે નહીં આવો જાણીએ.

ટીવી જોવું ઘણા લોકો માટે માત્ર મનોરંજન અને ટાઈમપાસનું સાધન નથી પરંતુ ટીવી ઉપર આવતી સિરિયલ અને શોથી લોકો ખુબજ કનેક્ટ થઇ જાય છે કે તે તેમની સાથે જોડાણ નો અનુભવ કરવા લાગે છે. તમારી ફેવરિટ સિરિયલની સ્ટોરી ક્યાં સુધી આગળ વધી અને તમારી ફેવરિટ હિરોઈને કેટલું કામ કર્યું તે જોવું ખૂબ જ જરૂરી થઇ જાય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ફેવરિટ ટીવી સીરીયલ આખરે કેટલા લોકોની ફેવરિટ છે. સપ્ટેમ્બર મહિનાની ટીઆરપી અને  BARC આ રેટિંગના હિસાબથી કઇ સીરીયલ ટોપ પર છે અને કઇ સીરીયલ નીચે છે. ચાલો તમને જણાવીએ.

1 અનુપમા

13 જુલાઈ 2020 થી શરૂ થયેલી આ ટીવી સીરીયલ છેલ્લા ઘણા વખતથી સૌથી ટોપ ઉપર છે. તમને કદાચ ખબર નહીં હોય કે ટીવી સિરિયલ સ્ટાર જલસા બંગાલી ટીવી સીરીયલ 

‘શ્રીમોયી’ ની કોપી છે. હા, તમારી અનુપમા જેવી જ એક વધુ ટીવી સિરિયલ પણ છે. આ અત્યારે સૌથી વધુ જોવાતી હિન્દી ટીવી સીરીયલ છે.

2 ઇમલી

16 નવેમ્બર 2020એ લોન્ચ થયેલી આ સિરીયલ તેની લીડ સુંબુલ તૌકીર ખાનના જોરદાર અભિનયના કારણે ટોપ ઉપર છે. એવી પણ ઘણી તક આવી જ્યાં સીરીયલ અનુપમા ને પાછળ છોડીને સીરિયલની ટીઆરપી લિસ્ટમાં ટોપ પર આવી ગઈ હતી.

3 કુંડલી ભાગ્ય

ઝી ટીવીના શો કુમકુમ ભાગ્યનો સ્પિન ઓફ કુંડલી ભાગ્ય પણ એ જ વાર્તા ઉપર ચાલી રહી છે. આ શો ટીવી ઉપર હીટ છે અને એ ત્યારે છે જ્યારે તેને 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું.આ શોએ પોતાના 543 એપિસોડ પૂરા કર્યા છે.

4 કુમકુમ ભાગ્ય

2014 માં આવેલ ઓરીજનલ શો અત્યાર સુધી ટીઆરપી લિસ્ટમાં સામેલ છે.  આ સૌથી વધુ ચાલતી હિન્દી ટીવી શો માંથી એક છે. અને તેમાં શબીર અહલુવાલિયા અને સ્મૃતિ જા લીડ રોલમાં જોવા મળ્યા છે.

5 યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

જો આ લિસ્ટ માં કોઈ એવો શો છે જે સૌથી જૂનો છે તો તે આ જ શો છે. હિના ખાને જ્યારે આ શો શરૂ કર્યો હતો ત્યારે 2010માં તેલ ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ હતી અને અત્યારે આ શોને શિવાંગી જોષી લીડ કરે છે. આ શોએ અત્યાર સુધી પોતાની જગ્યા ટીઆરપી લિસ્ટમાં બનાવીને રાખેલ છે.અને એ જ કારણ છે કે તેને અત્યાર સુધી ચલાવવામાં આવ્યો છે.

6 તુજસે હે રાબ્તા

ઝી ટીવી નો લોકપ્રિય શો ‘તુજસે હે રાબ્તા’ કોઈ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લાઈન પર ચાલી રહ્યો છે આ શો માં અને દીકરીની વચ્ચેના સંબંધ ને બતાવવામાં આવ્યો છે અને દર અઠવાડિયે તે પોતાની જગ્યા ટીઆરપી લિસ્ટ માં બનાવી જ લે છે.

7 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

આ શો ઘણા લોકોનો ફેવરેટ રહી ચૂક્યો છે અને આ સોની ખાસ વાત એ છે કે તે છેલ્લા ઘણા વર્ષોથી વ્યૂઅર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે આ શોમાં ટપ્પુ હવે મોટો થવા લાગ્યો છે અને તે કોઈ લિપ ના કારણે નહીં પરંતુ નેચરલ ઉંમરના કારણે થયું છે. 2008થી ચાલી રહેલ આ શો હિન્દુસ્તાન નો સૌથી લાંબો ચાલતો શો છે.

8 ધ કપિલ શર્મા શો

આ શો પણ તેની ટીઆરપી રેટિંગ ખૂબ જ વધારે રહ્યો છે પરંતુ અનુપમા સીરીયલ આવવાના કારણે આ શોની ટીઆરપીમાં ખૂબ જ ઘટાડો પણ થયો હતો. ટીઆરપી રેટિંગ માં આ શો માં વધઘટ થયા કરે છે. કેમ છતાં કપિલ શર્મા લોકોને હસાવવાનું કામ ખૂબ જ સારું કરી રહ્યા છે.

9 ગુમ હૈ કિસી કે પ્યાર મે

આ શો પણ ટીઆરપી ની દોડમાં પોતાની જગ્યા બનાવી છે. અને સ્ટાર પ્લસનો આ શો સતત ટોપ 10 લિસ્ટમાં સામેલ છે. આ શોએ પોતાના 300 એપિસોડ પૂરા કર્યા છે અને એક પોલીસ ઓફિસરના પ્રેમની કહાની દર્શાવતો આ શો દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

10 સુપર ડાન્સર ચેપ્ટર 4

તાજેતરમાં જ આ શોના નિર્માતાઓએ એક પ્રોમો લોન્ચ કર્યો છે જેમાં યોગગુરૂ બાબા રામદેવ અને એક કન્ટેસ્ટન્ટ સાથે મળીને યોગ કરતા જોવા મળે છે. ચોક્કસપણે આસોના નિર્માતાઓ જાણે છે કે કેવી રીતે આ શોને જોવા માટે લોકોને આકર્ષિત કરવાના છે. તેથી જ આ શો પણ ટીઆરપી લિસ્ટમાં સામેલ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment