રાત્રે કઈ બાજુ સૂવું યોગ્ય છે તે જાણો!!…. આ છે તેની ખાસ માહિતી

Image Source

સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ તો હોવી જ જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી સૂવાની રીત પણ તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે? રાત્રે કઈ બાજુ સૂવું યોગ્ય છે . અહી જાણો, ડાબી બાજુ સૂવાથી થાય છે કયા ૭ ઉતમ ફાયદાઓ –

૧. ડાબી બાજુ સૂવું તમારા શારીરિક સ્વાસ્થયની દ્રષ્ટીએ ખૂબ સારું હોય છે. તેનાથી તમને હદય પર વધારે દબાણ પડતું નથી, અને તે ઉત્તમ રીતે કામ કરી શકે છે. જેનાથી તમે વધારે સમય સુધી સ્વસ્થ રહી શકો છો.

૨. આ રીતે શરીરના વિભિન્ન અંગો અને મગજ સુધી લોહીની સાથે ઓક્સિજનનો પ્રવાહ સારી રીતે થાય છે, અને શરીરના બધા અંગ સ્વસ્થ રહે છે અને સારી રીતે કામ કરે છે.

૩. ગર્ભવતી સ્ત્રીઓ માટે ડાબી બાજુ સૂવું જ સૌથી શ્રેષ્ઠ રહે છે. કેમકે તેનાથી ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી નથી. આ ઉપરાંત એડી, હાથ અને પગમાં સોજાની સમસ્યા પણ થતી નથી.

૪. ડાબી બાજુ સૂવાથી શરીરમાં લોહી સંચાર યોગ્ય રીતે થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. આ રીતે સુવાથી તમને ઊભા થવામાં થાકનો અનુભવ થશે નહીં અને પેટને લગતી સમસ્યાઓનો પણ ઉપાય મળી જશે.

૫. આ રીતે સૂવાથી ભોજન સારી રીતે પચે છે, અને પાચનતંત્ર પર વધારે દબાણ પડતું નથી. ડાબી બાજુ સૂવાથી શરીરમાં જામેલ ટોકસિન લસિકા તંત્રના માધ્યમથી નીકળી જાય છે.

૬. જો તમને હંમેશા કબજિયાતની સમસ્યા રહે છે તો ડાબી બાજુ સૂવાથી કબજિયાતથી રાહત મેળવી શકાય છે. તેના ગુરૂત્વાકર્ષણના કારણે ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ખૂબ સરળતાથી પહોંચે છે અને સવારે પેટ સાફ થવામાં સરળતા રહે છે.

૭. આ રીતે સૂવાથી પેટનું એસિડ ઉપરને બદલે નીચેની બાજુ જાય છે, જેનાથી એસીડીટી અને છાતીમાં બળતરા થતી નથી. ઘણીવાર યોગ્ય રીતે ન સુવાના કારણે પણ એસિડિટી જેવી સમસ્યા થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *