ભારતમાં ફેબ્રુઆરી અને માર્ચમાં તમે ક્યાં મળી શકે છે સ્નો ફોલ, આ છે સ્નો ફોલના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માર્ચ અને એપ્રિલ સુધી બરફવર્ષા જોવા મળી શકે છે. તે કયા પર્યટન સ્થળો છે તેના વિશે જાણો.

Image Source

દેશના ઘણા ભાગમાં ઉતરાયણ પછી શિયાળો ધીમે ધીમે ઓછો થવા લાગે છે. લગભગ પૂરા ઉત્તર અને મધ્ય ભારતમાં શિયાળો અલવિદા કહેવા તૈયાર રહે છે અને ઘણા ભાગમાં ધુમ્મસની ચાદર પથરાયેલી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે દેશના ક્યાં ભાગમાં ફેબ્રુઆરી અને માર્ચ સુધી પણ બરફવર્ષા થાય છે. ઘણીવાર જોવામાં આવે છે કે ફેબ્રુઆરી અને માર્ચમાં લોકો હિલ સ્ટેશન જાય છે પરંતુ બરફ વર્ષા ન જોઈને ઘણીવાર નિરાશ થાય છે.

શિમલા, મસુરી, નૈનીતાલ જેવા હિલ સ્ટેશન પર બરફ વર્ષા ફેબ્રુઆરી કે માર્ચ સુધી નથી થતી અને તેથી તમારે તે ધ્યાન રાખવાની જરૂર છે કે ફેબ્રુઆરી અને માર્ચ ના ટ્રાવેલ પ્લાન બનાવતી વખતે તમે તે મુસાફરી સ્થળને પસંદ કરો જે તે સમયે બરફવર્ષા માટે પ્રખ્યાત છે. જો તમે આગળના બે મહિનામાં ક્યાંય ફરવાની યોજના બનાવી રહ્યા છો અને ઈચ્છો છો કે તમને બર્ફીલા પહાડો અને સુંદર નજારા જોવા મળે તો અમે તમને જણાવીએ છીએ કે તમે કયા શ્રેષ્ઠ મુસાફરી માટેના સ્થળોને તમારી યોજનામાં સામેલ કરી શકો છો.

૧. સોનમર્ગ:

બરફવર્ષા નો સમય – નવેમ્બરના શરૂઆતથી એપ્રિલ સુધી

Image Source

હવે આપણી યાદીમાં પહેલું સ્થળ તો સોનમાર્ગનું જ હતુ. કાશ્મીરનું સોનમાર્ગ બરફવર્ષા માટે સૌથી વધારે પ્રખ્યાત છે અને આજ એક સ્થળ છે જ્યાં તમને એપ્રિલ સુધી બરફવર્ષા પણ જોવા મળી શકે છે. સિઝનનો પહેલો અને છેલ્લો બરફ અહીં પડે છે અને ગ્લેશિયરથી લઈને જામેલા તળાવ સુધી તમને ન જાણે શું શું જોવા મળશે. જો તમે ઉનાળાની ઋતુમાં જેમકે મે મહિનામાં પણ બરફ જોવા ઇચ્છો છો તો થાજીવાસ ગ્લેશિયર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ભારતમાં જો ક્યાંય વિન્ટર વન્ડરલેન્ડ છે તો તે સોનમાર્ગમાં જ છે.

ગરમી અહીં મે મહિનામાં શરૂ થાય છે અને ખૂબ ઓછા સમય માટે રહે છે તેથી તમે તેના હિસાબે યોજના બનાવી શકો છો.

૨. ગુલમર્ગ :

બરફવર્ષા નો સમય – ડિસેમ્બરથી માર્ચ સુધી

Image Source

સોનમાર્ગમાં જ્યાં તમને એપ્રિલ સુધી બરફ મળી શકે છે. તેમ કાશ્મીરના ગુલમાર્ગમાં તે માર્ચ સુધી મળશે. જો તમે બરફની રમતો અને સ્કીઇંગના શોખીન છો તો આ સ્થળ સ્વર્ગ જેવું લાગશે. કેમકે ગુલમાર્ગ અને શ્રીનગર ઘણુ નજીક છે તેથી દર વર્ષે અહી હજારો પ્રવાસીઓ આવે છે અને અહી ગંડોલા કેબલ રાઈડ અને ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકાય છે. પિર પિંજાલ રેંજ અને નાગા પર્વત માટે જો ટ્રેકિંગ કરવી છે તો ગુલમાર્ગ બેસ કેમ્પ પણ થઈ શકે છે. અહી તમને શ્રેષ્ઠ નજારા સાથે એડવેન્ચર પણ મળશે.

૩. મનાલી અને રોહતાંગ પાસ:

બરફવર્ષા નો સમય – નવેમ્બર થી માર્ચ સુધી

Image Source

જો તમે દિલ્હીની આજુબાજુ રહો છો તો સૌથી નજીક ડેસ્ટીનેશન મનાલી જ હોઈ શકે છે. હિમાલયનું તે સુંદર ડેસ્ટીનેશન ખૂબજ આકર્ષિત છે અને અહી ઘણીવાર પ્રવાસીઓ ફકત રોહતાંગ પાસ માટે જ આવે છે. પરંતુ તકલીફ એ છે કે રોહતાંગ પાસ ખૂબ ભારે બરફવર્ષાના સમયે બંધ થઈ જાય છે અને અહી ઘણો ટ્રાફિક જામ થઈ જાય છે. તેથી અહી જતા પહેલા જોવું પડશે કે રસ્તો ખુલ્લો છે કે નહિ. જો તમે તેની તાત્કાલિક યોજના કરો તો સારું રહેશે. આ ઉપરાંત જાન્યુઆરીથી માર્ચ સુધી તમને ભારે બરફવર્ષા જોવા મળી શકે છે. તે સ્થળ ખૂબ ખાસ છે અને જો તમે અહી એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માંગતા હોય તો સોલાંગ વેલી જરૂર જાઓ. સોલાંગ વેલીમાં પણ તમને માર્ચ સુધી બરફવર્ષા જોવા મળી શકે છે.

હા, તમે ચોમાસામાં અહી ન જાઓ કેમકે રસ્તા ઘણા લપસણા હોય છે અને ત્યાં ભૂસ્ખલનની પણ સમસ્યા રહે છે. રોહતાંગ પાસ સામાન્ય રીતે એપ્રિલમાં જ ખુલ્લે છે કેમકે તેના પહેલા અહી ખૂબ વધારે બરફ પડેલો છે.

૪. ઓલી:

બરફવર્ષા નો સમય – જાન્યુઆરી થી માર્ચ સુધી

Image Source

જો તમે સ્કીઇંગના શોખીન છો અને કોઈ સારા સ્કી રિસોર્ટમાં જઈને આરામ કરવા ઇચ્છો છો અને રજાઓ તમને માર્ચમાં જ મળશે તો ઑલી ખુબજ સારો વિકલ્પ હોઈ શકે છે. અહી માર્ચમાં પ્રવાસીઓની ઘણી ભીડ જોવા મળશે, પરંતુ અહી તે બધા લોકો હશે જેને એડવેન્ચર પણ પસંદ છે. તે ઓફબીટ હિલ સ્ટેશન હાલના સમયમાં ઘણુ પ્રખ્યાત થઈ ગયુ છે અને હવે તો ઑલીમાં પ્રવાસીઓ માટે વધારે ઉત્તમ સુવિધાઓ આપવામાં આવી રહી છે. અહી નંદા દેવી, માના પર્વત વગેરે દ્ર્શ્યો જોતા સ્કીઈંગ કરી શકાય છે.

૫. નોર્થ સિક્કિમ:

બરફવર્ષા નો સમય – ડિસેમ્બરથી માર્ચ સુધી

Image Source

આમતો સિક્કિમનું યુમથાંગ દર વખતે બરફથી ઢંકાયેલું રહે છે, પરંતુ જો તમારે સાચી બરફવર્ષા જોવી હોય તો ઉતર સિક્કિમ જાઓ. આમતો અહી ખૂબ બરફ પડે છે અને ક્યારેક તો ઘણા ફૂટ બરફ એક જ દિવસમાં પડી જાય છે તેથી તમારે અહી જતા પહેલાં હવામાનની માહિતી લઈ લેવી જોઈએ. ભારતમાં સૌથી ખતરનાક શિયાળો અહી પડે છે. પરંતુ અહી તમે ઘણાબધા એડવેન્ચર ટ્રેક નો આનંદ લઇ શકો છો.

૬. દ્રાસ:

બરફવર્ષા નો સમય – ઓક્ટોમ્બર થી એપ્રિલ સુધી

Image Source

ભારતનું ઠંડું શહેર દ્રાસ છે. અહી મે મહિના સુધી તમને બરફ જોવા મળશે અને એટલું જ નહિ અહીનું તાપમાન-૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તેથી તમારે તે ધ્યાન રાખવુ પડશે કે તે ખુબજ વધારે એડવેન્ચર પ્રેમીઓ માટે જ છે. અહી તમે એપ્રિલના અંતમાં અથવા મે માં પણ જશો તો પણ તમને બરફ જોવા મળશે. તેટલું જ નહિ હવે દ્રાસમાં એડવેન્ચર ટુરિઝમ માટે ઘણીબધી સુવિધાઓ થઈ ચૂકી છે તેથી તમારે અહીં જતા પહેલા તમારી તૈયારી પૂરી કરીને જવું જોઈએ.

આ બધા સ્થળો તમને એપ્રિલ સુધી ઠંડકની લાગણી આપશે અને બરફ ન પડતો હોય તો પણ, પરંતુ આ બધી જગ્યાઓ એપ્રિલ પહેલા બરફથી ઢંકાયેલ રહે છે અને કેટલાક મે સુધી. તેથી હવે ઉનાળા માટે આ હિલ સ્ટેશનની મુલાકાત લેવાની યોજના છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો ફકત ગુજરાતી સાથે.

#Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *