આ છે અદ્ભુત સૂર્યનું માર્તંડ મંદિર જાણો ક્યાં આવેલું છે અને ક્યાં સ્થાપિત થયું હતું

Image Source

ભારતમાં સૂર્ય દેવના ચાર મુખ્ય મંદિરો છે. તેમાં ઓરિસ્સાના કોણાર્કનું સૂર્યમંદિર, ગુજરાતના મહેસાણાનું મોઢેરાનું સૂર્યમંદિર, રાજસ્થાનના જાલરાપાટણનું સૂર્યમંદિર અને કાશ્મીરના માર્તંડ મંદિરનો સમાવેશ છે. આજે અમે તમને કાશ્મીરના માર્તડ મંદિર વિશે જણાવીશું.

આજે અમે તમને કાશ્મીરના માર્તંડ મંદિર વિશે જણાવી રહ્યા છીએ. કાશ્મીરના દક્ષિણ ભાગમાં અનંતનાગ થી પહગામના રસ્તામાં માર્તંડ નામના સ્થાન પર સૂર્યદેવ નું એક મંદિર આવેલું છે. જેનું નામ માર્તંડ મંદિર છે. આજે આ લેખમાં આપણે તેના વિશે વાત કરીશું. આ મંદિરમાં એક મોટું સરોવર પણ છે. આ મંદિર કાર્કોટા વંશના શાસક લલિતાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચાલો જાણીએ સૂર્યદેવના આ માર્તંડ મંદિર વિશે.

Image Source

માર્તંડ સૂર્યમંદિર વિશે વિસ્તૃતમાં જાણો:

આ મંદિરનું નિર્માણ મધ્યકાલીન યુગમાં ૭મી થી ૮મી સદી દરમિયાન થયું હતું. તે કાર્કોટા વંશના શાસક લલિતાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણની ગણના લલિતાદિત્યના મુખ્ય કાર્યોમાં થાય છે. આ મંદિરમાં ૮૪ સ્તંભ છે. આ સ્તંભોને નિયમિત અંતરાલ પર રાખવામાં આવ્યા છે. મંદિરની રાજસી વાસ્તુકળા ખૂબ જ સુંદર છે જે તેને જુદું બનાવે છે. એવું કહેવામાં આવે છે કે રાજા લલિતાદિત્ય સૂર્યનું પહેલું કિરણ નીકળે ત્યારે સૂર્ય મંદિરમાં પૂજા કરી ચારેય દિશાઓમાં દેવતાઓની પૂજા અર્ચના કરી પોતાના દિવસની શરૂઆત કરતા હતા.

જોકે, હાલના સમયમાં આ મંદિર ખંડેર થઈ ચૂક્યું છે. આ મંદિરમાં તે સમયના વાસણો હજુ પણ અસ્તિત્વમાં છે. આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. કાશ્મીરનું આ માર્તંડ સૂર્યમંદિર પ્રાચીન સૂર્યમંદિરથી ખૂબ જ ભવ્ય અને વિશાળ હતું પરંતુ એવું માનવામાં આવે છે કે મુગલ આક્રમણકારીઓએ આ મંદિરનો નાશ કર્યો હતો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment