20 મિનિટમાં તમારા જીવનનો ઉદ્દેશ્ય જાણો


Image Source

મિત્રો આજે faktgujarati.com પર હું તમારી સાથે કઈક ખાસ શેર કરવા જઈ રહ્યો છુ. ખાસ એટલે કેમકે આજે મેં જે articles ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે એક એવા વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યો છે જેને હું મારા ઓનલાઇન ગુરુ માનું છું. તેનું નામ steve pavlina છે. તેણે તેના articles થી કરોડો લોકોના જીવનમાં એક પોઝીટીવ બદલાવ લાવ્યો છે અને આજે જે article હું તમારી સાથે શેર કરી રહ્યો છું તે તેના દ્વારા લખવામાં આવેલ અને સૌથી વધારે વાંચવામાં આવતા articles માંથી એક છે. તેને ખૂબ ધ્યાનપૂર્વક વાંચો કેમકે અહીંથી તમે જાણી શકો છો તમારા જીવનનો ઉદ્દેશ્ય.

તમે તમારા જીવનનો સાચો ઉદ્દેશ કેવી રીતે જાણી શકશો? હું તમારી જોબ વિશે વાત નથી કરી રહ્યો, કે પછી તમારી દરરોજની જવાબદારીઓ અથવા તમારા લાંબાગાળાના ધ્યેયો વિશે પણ વાત કરી રહ્યો નથી. મારો અર્થ તે સાચા કારણથી છે જેના માટે તમે અહી છો – તે કારણ જેના માટે તમે exist કરો છો.

લગભગ તમે એક નાસ્તિક વ્યક્તિ છો જે તે વિચારો છો કે તેના જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી, અને જિંદગીનો કોઈ મતલબ નથી. તેનાથી કોઈ ફરક પડતો નથી. આ વાતમાં વિશ્વાસ રાખવો કે જીવનનો કોઈ હેતુ નથી, તમારે તેને શોધ કરતું નથી અટકાવતું તેવી જ રીતે જેમ ગુરુત્વાકર્ષણમાં વિશ્વાસ ન હોવું એ તમને ખાતરી થી રોકી શકતું નથી, તો જો તમે આ પ્રકારના વ્યક્તિ છો તે આ પોસ્ટમાં જે આંકડા છે તેને 20 થી વધારીને 40 કરી દો ( અથવા 60 જો તમે સાચેજ જિદ્દી છો) વધારે તક છે કે જો તમે તે માનો છો કે તમારા જીવનનો કોઈ હેતુ નથી તો હું જે કેહવા જઈ રહ્યો છું તમે તેને પણ માન્ય કરશો નહીં, પરંતુ 1 કલાક આપવામાં શું જાય છે, શું ખબર કઈક જાણવા પણ મળે?

એક નાની વાર્તામાં બ્રુસ લી વિશે વાત કરી મે આ નાની કવાયતનો મંચ નક્કી કર્યો છે. એક માર્શલ આર્ટિસ્ટે બ્રુસ લીને કહ્યું કે તું માર્શલ આર્ટિસ્ટ વિશે જે કંઈ પણ જાણે છે મને શીખવ. બ્રુસ લી એ પાણીથી ભરેલા બે કપ લીધા અને કહ્યું ‘ પેહલો કપ માર્શલ આર્ટિસ્ટ વિશે જે કંઈ પણ તારું જ્ઞાન છે તેને દર્શાવે છે, બીજો કપ માર્શલ આર્ટિસ્ટ વિશે મારું જ્ઞાન દર્શાવે છે. જો તમે તમારા કપ મારા જ્ઞાનથી ભરવા ઇચ્છો છો તો પેહલા તમારે તમારા કપનું જ્ઞાન ખાલી કરવું પડશે.’

જો તમે તમારા જીવનનો સાચો હેતુ જાણવા ઈચ્છો છો તો પહેલા શિખવવામાં આવે બધા નકામા હેતુઓને તમારા મગજ માંથી કાઢી નાખો.

તો તમે તમારા જીવનનો ઉદ્દેશ્ય કેવી રીતે જાણી શકશો? આમતો આ તપાસ કરવાની ઘણી રીત છે, પરંતુ અહીં હું તમને એક ખુબજ સાધારણ રીત જણાવીશ જે કોઈપણ અજમાવી શકે છે. તમે આ રીતને જેટલી વધારે અપનાવશો, તેટલી વધારે તેના કામ કરવાની અપેક્ષા કરશો. તે તેટલા ઝડપથી તમારા માટે કામ કરશે. પરંતુ જો તમે તેનાથી વધારે અપેક્ષા કરી રહ્યા નથી, અથવા તેના પર શંકા કરો છો , તો વિચારો કે આ તો મૂર્ખતા છે, સમયનો બગાડ છે તો પણ તે તમારા માટે કામ કરશે, માત્ર જરૂર છે કે તમે તેની સાથે રહો – પરંતુ હા, સમય થોડો વધારે લાગશે.

તમારે આ કરવાનું છે

1. એક ખાલી પાનું લઈ લો અને પછી એક word file ખોલી લો.

2. સૌથી ઉપર લખો ‘મારા જીવનનો સાચો ઉદ્દેશ્ય શું છે?’

3. કોઈ પણ જવાબ લખો જે તમારા મનમાં આવી રહ્યો હોય, પૂરું વાક્ય લખવાની જરૂર નથી. એક નાનું વાક્ય પૂરતું છે.

4. Step 3 નું ત્યાં સુધી પુનરાવર્તન કરો જ્યાં સુધી કે તમે કોઈ એવો જવાબ લખી લો જેનાથી તમને રડવું આવી જાય. આ તમારા જીવનનો ઉદ્દેશ્ય છે.

બસ, તેનો કોઈ મતલબ નથી કે તમે counselor છો, engineer છો, અથવા કોઈ bodybuilder છો. કેટલાક લોકોને આ કસરત એકદમ યોગ્ય લાગશે, કેટલાક લોકોને માત્ર બકવાસ. જીવનનો ઉદ્દેશ્ય શું છે તેને લઈને આપણા મનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે અને આપણી સામાજિક સ્થિતિના કારણે આપણે જે કંઈ પણ આ વિષયમાં વિચારીએ છીએ તેને સાફ કરવામાં સામાન્ય રીતે 15-20 મિનિટ લાગશે. ખોટો જવાબ તમારી યાદશક્તિ અને મનમાંથી આવશે, પરંતુ જ્યારે તમને સાચો જવાબ મળશે, ત્યારે તમને અનુભવ થશે કે આ સવાલ કોઈ અલગ જગ્યા પરથી જ આવી રહ્યો છે.

તે લોકો જેમણે પોતાના મૂળને જાગૃતિના ખૂબ નીચા સ્તર પર સંચિત કાર્ય છે. તેને બધા ખોટા જવાબ કાઢવામાં ઘણો સમય લાગશે, લગભગ એક કલાકથી પણ વધારે, પરંતુ જો તમે 100, 200 અથવા 500 જવાબ પછી પણ જોડાવવાનું ચાલુ રાખો છો તો તમને તે જવાબ મળી જશે જે તમારી ભાવનાઓને વધારી દેશે, જે તમને રડાવી દેશે, જો તમે પેહલા ક્યારેય આ કર્યું નથી તો લગભગ તે તમને ખૂબ મહત્વપૂર્ણ લાગશે, લાગવા દો પરંતુ તેને જરૂર કરો.

જેમ તમે આ પ્રક્રિયામાંથી પસાર થશો, તમારા કેટલાક જવાબો ઘણા એક જેવા લાગશે, જો તમે ઇચ્છો તો તમે જૂના જવાબો પણ ફરીથી લખી શકો છો. તમે અચાનક એક નવી દિશામાં વિચારી શકો છો અને 10-20 નવા જવાબો પણ લખી શકો છો. તે બરાબર છે. તમારા મનમાં જે પણ જવાબ આવે તે તમે લખી શકો છો, જો તમે લખતા રહો.

આ દરમિયાન, એક સમય એવો પણ આવશે ( લગભગ 50-100 જવાબો પછી) જ્યારે તમે છોડવા માંગશો, અને તમે તમારી જાતને તે જવાબ સુધી પહોંચતા જોશો. તમને એવું લાગી શકે છે કે તમે કોઈ કારણથી ઉઠીને કંઈક બીજું કરવા લાગશો. તે સામાન્ય છે. આ અવરોધને પાર કરો અને માત્ર લખતા રહો. અવરોધનો અનુભવ થોડા સમયમાં પૂર્ણ થઈ જશે.

લગભગ તમને એવા કેટલાક જવાબો મધ્યમાં મળશે, જે તમને થોડા ભાવુક કરશે, પરંતુ તે તમને રડાવશે નહીં, તેવા જવાબોને પ્રકાશિત કરતા આગળ વધો, જેથી પછીથી તમે તેમની પાસે પાછા આવીને નવા સંયોગો બનાવી શકો. દરેક જવાબ તમારા હેતુના ભાગને દર્શાવે છે, પરંતુ પોતે જ તે પૂર્ણ નથી. જ્યારે તમને એવા જવાબ મળવાનું શરૂ થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે તમે ગરમ થઈ રહ્યા છો. બસ આગળ વધતા રહો.

તે જરૂરી છે કે તમે એકલા કોઈ રોકટોક વગર રોકાયેલા રહો. જો તમે નાસ્તિક છો તો તમે આ જવાબથી શરૂઆત કરી શકો છો, મારા જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી, અથવા જીવન નિરર્થક છે અને ત્યાથી આગળ વધો, જો તમે વળગી રેહશો તો તમને જવાબ જરૂર મળશે.

જ્યારે મેં આ કસરત કરી ત્યારે મારે લગભગ 25 મિનિટ લાગી હતી અને હું મારા છેલ્લા જવાબ 106 માં સ્ટેપ પર પહોંચ્યો. જવાબના કેટલાક ભાગો (જ્યારે હું થોડો ભાવુક થઈ ગયો) મને સ્ટેપ નં. 17,39 અને 53 માં મળી. અને સૌથી વધારે 100-106 ના સ્ટેપમાં મને મારો જવાબ મળ્યો અને સુધારવા મળ્યો. મને સ્ટેપ 55-60 ની આજુબાજુ ઘણા અવરોધો અનુભવ થયા, લાગ્યું કે મારે આ છોડીને કંઈક કરવું જોઈએ નહિંતર, મને લાગ્યું કે આ પ્રક્રિયા નિષ્ફળ જશે, મને ઘણું અધીરા અને બળતરા જેવું લાગ્યું. સ્ટેપ નં. 80 પછી મેં 2 મિનિટનો વિરામ લીધો, મારી આંખો બંધ કરી અને થોડો આરામ કર્યો, મારું મન સાફ કર્યું અને તે વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે મારો હેતુ જવાબો મેળવવાનો છે. આ મદદરૂપ સાબિત થયું કારણ કે વિરામ બાદ મને સ્પષ્ટ જવાબો મળવા લાગ્યા.

મારો છેલ્લો જવાબ હતો : જાગૃતતા અને સાહસની સાથે જીવન જીવવું, પ્રેમ અને દયાને અપનાવવી, બીજાના અંદરની મહાન આત્માઓને જગાવવી અને આ દુનિયાને શાંતિમય બનાવીને છોડવી.

જ્યારે તમને તેનો જવાબ મળી જશે કે તમે અહી કેમ છો, ત્યારે તમે અનુભવ કરશો કે તમારા અંત તમને સ્પર્શી રહ્યો. તે શબ્દ તમને ઉર્જસભર લાગશે અને તમે જ્યારે પણ તેને વાંચશો ત્યારે તમે આ ઉર્જાનો અનુભવ કરશો.

ઉદ્દેશ્ય જાણવો ખૂબ સરળ છે. મુશ્કેલ તો તે છે કે તેને દરરોજ તમારી સાથે રાખી અને પોતાની પર કામ કરવું કે એક દિવસ તમે પોતે તે ઉદ્દેશ્ય બની જશો.

જો તમે તે પૂછવા માંગો છો કે આ પ્રક્રિયા કેમ કામ કરે છે તો તમે ત્યાં સુધી આ પ્રશ્નને બાજુ પર રાખો જ્યાં સુધી તમે આ કસરત સફળતાપૂર્વક પૂર્ણ કરી લેતા નથી અને જ્યારે તમે આ કરશો ત્યારે લગભગ તમારી પાસે તમારો પોતાનો જવાબ હશે કે આ કેમ કામ કરે છે. જો તમે આ જ પ્રશ્નો 10 લોકોને પૂછો (જેમણે આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે), આ જ પ્રશ્ન કરશો તો સંભાવના વધારે છે કે તમને દસ અલગ અલગ જવાબ મળશે,જે તેની માન્યતા પ્રણાલી મુજબ હશે અને દરેકમાં સત્યની પોતાની છબી હશે.

દેખીતી રીતે,જો તમે છેલ્લો જવાબ આવવાથી પહેલા છોડી દેશો, તો આ પ્રક્રિયા તમારા માટે કામ કરશે નહીં. મારું અનુમાન છે કે 80-90% લોકોને 1 કલાકની અંદર જવાબ મળી જશે. જો તમે તમારી ધારણાઓમાં ખૂબજ વધારે વ્યસ્ત છો, તો તે તમને 5 સેશન અને કુલ 3 કલાકનો સમય લાગી શકે છે, પરંતુ મને શંકા છે કે તેવા લોકો વહેલા છોડી દેશે (લગભગ પ્રથમ 15 મિનિટમાં) નહીં તો તેઓ આ પ્રયાસ કરશે. તેમ ન કરો. પરંતુ તમે આ બ્લોગ વાંચવા માટે આકર્ષિત થયા છો (અને હજુ સુધી આ તમારા જીવનમા બનાવવાનો વિચાર કર્યો નથી), તેથી કદાચ તમે આ જૂથના છો.

તેને અજમાવી જુઓ. વધુમા વધુ બે વસ્તુ થઈ શકે છે: તમને તમારા જીવનનો ઉદ્દેશ્ય જાણ થશે અથવા તમે આ બ્લોગને unsubscribe કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment