જીવનમાં માનસીક તાણ અનુભવી રહ્યા છો..? આટલું કામ દીવસમાં કરો…તમારું બધુંજ ટેન્શન દુર થઈ જશે…

Image Source

આજની ભાગદોડ વાળી જીંદીગીમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે જીવનમાં કોઈ પ્રકારનો રસ નથી રહેતો અને પછી લોકો માનસીક તાણ અનુભવીએ છે. ખાસ કરીને માનસીક તાણને કારણે શરીરમાં બિમારીઓ પણ પ્રવેશે છે. જેના કારણે આપણાને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી  જો તમે તમારા શરીરને તણાવ મુક્ત રાખવા માગો છો. તો આજે અમે તમને અમુક માહિતી આપવા જઈ રહ્યા છે. જેના દ્વારા તમારું શરીર તણાવ મુક્ત રહેશે સાથેજ તમારું બધું ટેન્શન પણ દૂર થઈ જશે.

Image Source

કસરક કરવાનો રાખો

જીવનમાં હંમેશા કસરત કરવાનું રાખજો. કસરત કરવાથી આપણા શરીરને તો ફાયદો થાય છે. સાથેજ તમને માનસીક તાણ પણ ઓછી અનુભવાશે અને કોઈ પણ પ્રકારનો રોગ પણ જલ્દી તમારા શરીરમાં નહી પ્રવેશે. જે લોકો નીયમીત કસરત કરતા હશે તે લોકોનું શરીર હંમેશા તમને સ્વસ્થ જોવા મળશે. જ્યાકે જે લોકો નીયમીત કસરત નથી કરતા તેમનું શરીર તમને હેવી અને વજન વાળું જોવા મળશે. સાથેજ એ લોકો સ્ટ્રેસમાં પણ એટલાજ રહેતા હોય છે.

Image Source

ઉંઘ પુરી કરવાનું રાખો

તમે ગમે તેટલું સારુ ભોજન કરો, ગમે તેટલી કસરત કરો, ગમે તેટલી ડાયટિંગ કરો. પણ તમારા શરીરને જો તમે પર્યાપ્ત માત્રામાં ઉંઘ નહી આપો તો તે તમારા માટે સૌથી વધારે નુકશાન કારક છે. કારણકે કોઈ પણ વ્યક્તિએ દિવસમાં 6 થી 7 કલાકની ઉંઘતો લેવીજ જોઈએ. તોજ તેનું મગજ ફ્રેશ રહેશે. અને જો તમે ઉંઘ પૂરી નહી લો તો હંમેશા તમે માનસીક તાંણમાં રહેશો. સાથેજ આગળ જતા તમારે ગંભીર બિમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

Image Source

આત્મવિશ્વાસ

ઘણા લોકોને એવી સમસ્યા હોય છે. કે તેઓ કોઈ પણ કામ કરે તે પહેલા તેઓ નકારાત્મક વિચારો પહેલા વિચારશે અને તે વિચારોની અસર તેમના કામ પર પ઼ડતી હોય છે. જો તમે નકારાત્મક વિચારો બંધ નહી કરો તો તમારા આત્મવિશ્વાસ પર તેની અસર પડતી હોય છે. આ વસ્તું સાંભળવામાં તમને અઘરી જરૂર લાગે છે. પરંતુ સાચી છે. અને આત્મવિશ્વાસ ન હોય તો માનસીક તાણ પણ વધારે અનુભવાય છે. જેથી જીવનમાં હંમેશા પોઝિટીવ વિચારો રાખજો. જેથી આત્મવિશ્વાસ તમને રહેશે અને તમે તાણ પણ નહી અનુભવી શકો.

વ્યસન હોય તો બંધ કરો

જો તમે સીગરેટ પાન મલાસાના બંધાણી છો. તો આજેજ તમે બંધ કરો કારણકે તેના કારણે તમારા શરીર પર તેની ગંભીર અસર થતી હોય છે. જ્યારે તમે ટેન્શનમાં હોવ ત્યારે તમે સીગરેટપીવાનું રાખો છો. આવું કરવાથી 2 મીનીટ માટે તમારું ટેન્શન દુર જરૂર થઈ જશે. પરંતુ માનસીક રીતે તમે તેનાં બંધાણી થઈ જશો. અને પછી તમને તે વસ્તુ નહી મળે તો તમે માનસીક તાણ અનુભવશો. જેથી તમને પણઁ કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો આજથીજ તે વ્યસનને ઓછું કરવાનો પ્રયત્ન તમે કરો…

Image Source

લોકો સાથે વાતચીત કરો

જ્યા સુધી ટેન્શનમાં તમે એકલા બેસી રહેશો ત્યા સુધી તમે વધારેને વધારે ગુચવાતા જશો. જેથી જો તમને પણ કોઈ વાત મનમાં ખૂચાઈ રહી છે. તો તે વાતને તમે તમારા મિત્ર સાથે શેર કરો. અને તમારુ મન હળવું કરો. કારણકે જો કોઈ પણ વાતને તમે તમારા મનમાંજ રાખશો. તો પછી તમે માનસીક તાણમાં આવી જશો. જેથી અસર સીધી તમારા સ્વાસ્થ પર પણ પડી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment