ચાલો જાણીએ ગુજરાત ના પ્રખ્યાત મંદિરો વિશે..

ગુજરાત તેના ઐતિહાસિક સ્થળો, હેરીટેજ સ્થળો અને વિવિધ તીર્થસ્થળો માટે પ્રખ્યાત છે. આ મંદિરો ગુજરાતના રાજ્યનું મુખ્ય પર્યટન આકર્ષણ કેન્દ્ર છે.

સોમનાથ મંદિર, સોમનાથ

Image Source

ભગવાન શિવજી ના 12 જ્યોતિલિંગ માંથી એક જ્યોતિર્લિંગ ગુજરાત માં વેરાવળ નજીક સોમનાથ મંદિર માં છે. આ એક મહત્વ નું આકર્ષણ નું કેન્દ્ર છે.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા

Image Source

દ્વારકાધીશ મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે જે ભગવાન શ્રી કૃષ્ણ ને સમર્પિત છે. અને તે ચાર ધામ ની યાત્રા નો એક ભાગ છે.

અક્ષરધામ મંદિર, ગાંધીનગર

Image Source

સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર એ ગાંધીનગર નું ખૂબ જ જાણીતું મંદિર છે. અને તે ઈન્ડિયા નું સૌથી મોટુ મંદિર છે.

નાગેશ્વર મંદિર, દ્વારકા

Image Source

ભારતના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે, જે દ્વારકા શહેર વચ્ચેના માર્ગ પર સ્થિત છે અને બેઠક મુદ્રામાં ભગવાન શિવની 25 મીટર ઊંચી પ્રતિમા નાગેશ્વરનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.

બાલા હનુમાન મંદિર, જામનગર

બાલા હનુમાન મંદિર ઈન્ડિયા નું સૌથી મહત્વ નું મંદિર છે. અને ત્યાં સાંભળતા મંત્ર જય શ્રી રામ, જય જય રામ માટે ખૂબ જ જાણીતું થયું છે.

અંબાજી મંદિર, બનાસકાંઠા

Image Source

બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી મંદિર એ ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. આ મંદિર આરાસુર ટેકરી પર અરવલ્લી માં સ્થિત છે.

કાલિકા માંતા મંદિર, પાવાગઢ

Image Source

પાવાગઢ માં આવેલ કાલિકા માંતા નું મંદિર એ ચાંપાનેર ના પુરાતત્વીય ઉદ્યાન નો એક ભાગ છે. આ મંદિર એક શક્તિ પીઠ છે. જે પાવાગઢ પર્વત પર આવેલ છે.

હનુમાન મંદિર, સાળંગપૂર

કસ્ટભંજન તરીકે ઓળખાતા અને સ્વામિનારાયણ ના પ્રસિદ્ધ એવા હનુમાન જી નું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અને આ મંદિર આખા ઈન્ડિયા માં પ્રસિદ્ધ છે.

સુર્ય મંદિર, મોઢેરા

Image Source

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું  સૂર્ય મંદિર નું  પુરાતત્ત્વીય સર્વેક્ષણ ભારત દ્વારા જાળવણી કરવામાં આવે છે.

બહુચરાજી મંદિર,મહેસાણા

બહુચરાજી મંદિર એ માં બહુચર ને સમર્પિત મંદિર છે. અને ગુજરાત નું પ્રસિદ્ધ શક્તિ પીઠ છે.

રૂકમની મંદિર, દ્વારકા

દ્વારકાધીશ મંદિર થી રૂકમની મંદિર 2 km જેટલું દૂર છે. અને તે દેવી-દેવતા ઓ ના શિલ્પ થી સારી રીતે સજ્જ થયેલું છે.

ભાલકા તીર્થ, સોમનાથ

સૌરાષ્ટ્ર માં વેરાવળ નજીક આવેલું ભાલકા તીર્થ મંદિર એ સોમનાથ મંદિર થી 4 km જેટલું જ દૂર છે.

ચામુંડા માં નું મંદિર, ચોટીલા

ચોટીલા પર્વત પર આવેલું ચામુંડા માં નું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જે સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલું છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *