વિદેશોમાં પણ છે આલીશાન અને ખૂબસૂરત હિંદુ મંદિર – વિદેશના આ પાંચ મંદિર ભારતની જેમ પ્રખ્યાત છે.

ઘણા લોકોને વિચાર આવતો હશે કે વિદેશમાં કયો ધર્મ હશે? તો આ આર્ટીકલમાં એ તમને આરામથી જાણી શકશો. એથી વિશેષમાં એ કે વિદેશમાં પણ ભારતની જેમ હિંદુ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. વિદેશોમાં હિંદુ સંસ્કૃતિના ખૂબસૂરત એવા મંદિરો આવેલા છે. વિદેશમાં વસતા લોકો માટે એ ભગવાન તેના તારણહાર તરીકે ગણાય છે.

ભારતની સંસ્કૃતિ બહુ સમૃદ્ધ છે. તેમજ ભારતમાં હિંદુ સંસ્કૃતિ છે તેની છાપ વિદેશોમાં પણ જોવા મળે છે. હિંદુ સંસ્કૃતિના ખૂબસૂરત મંદિરો વિદેશોમાં પણ સ્થિત છે. જ્યાં પણ દેવી-દેવતાઓને માન આપવામાં આવે છે. આવો જાણીએ એવા ક્યાં મંદિરો છે અને કઈ જગ્યાએ આવેલા છે. વિદેશોમાં હિંદુ સંસ્કૃતિને બહુ માન આપવામાં આવે છે એ જાણીને ઘણો આનંદ થાય છે.

(૧) અંગકોર વટ, કંબોડિયા

૧૨ મી સદીનું આ મંદિર હજુ પણ અહીં સ્થિત છે. ખમેર રાજા સૂર્યવર્મણામ દ્વિતીયએ તેનું નિર્માણ કરાવ્યું હતું. અંગકોર વટ દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારકોમાનું એક મંદિર છે.

(૨) શ્રીસુબ્રમન્યમ દેવસ્થાન, મલેશિયા

બાતૂ ગુફા કુઆલાલંપૂરના ઉતર ભાગમાં ૧૩ કિમીના અંતર પર છે. ૧૮૯૦માં લાલકૃષ્ણ પિલ્લાઇએ આ ગુફાની બહાર ભગવાન મુરૂગનની સ્થાપના કરી હતી.

(૩) મૂરૂગન મંદિર, ઓસ્ટ્રેલિયા

ભગવાન મુરૂગનનું મંદિર સિડનીના ન્યુ સાઉથ વેલ્સના પહાડો પર સ્થિત છે. એક તમિલ વ્યક્તિએ સદીઓ પહેલા અહીંનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરની દેખભાળ શૈવ-મનરામ નામની હિંદુ ધર્મની એક સોસાયટી કરે છે.

(૪) આફ્રિકા હિંદુ મઠ, ધાના

ધનાનંદ સરસ્વતીએ આફ્રિકામાં હિંદુ મઠની સ્થાપના કરી હતી. હિંદુ મઠ હોવાથી અહીં બહુ ઓછા ભક્તો આવે છે. આ મંદિર હિંદુ સંસ્કૃતિના રીત-રીવાજોનું પાલન કરે છે.

(૫) બાલાજી મંદિર, ઈંગ્લેંડ

શ્રી વેંકટેશ્વર બાલાજી મંદિર યુરોપમાં ભગવાનનું પહેલું મંદિર છે. આ મંદિરનું ઉદ્દઘાટન ૨૩ ઓગસ્ટ ૨૦૦૬માં કરવામાં આવ્યું હતું. અહીં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે, જે લગભગ ૧૨ ફૂટ જેટલી ઉંચી છે.

એથી વિશેષ હજુ સ્વામિનારાયણ મંદિર લંડનમાં પણ છે જે ભક્તોની આસ્થા માટેનું ભવ્ય સ્થાન છે. આ મંદિર હિંદુ સંસ્કૃતિનો અમુલ્ય વારસો છે, જે વિદેશોમાં પણ હિંદુ સંસ્કૃતિનું મહત્વ દર્શાવે છે. ઉપર જણાવેલા લોકેશન પર હિંદુ ધર્મને માનવાવાળી પબ્લિક તો બહુ ઓછી છે પણ છતાં એ લોકો માટે અહીં મંદિર બનાવવામાં આવ્યા છે. સાથે અહીં જે મંદિર બનાવવામાં આવ્યા છે બહુ આલીશાન અને કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel


Leave a Comment