જાણો ભારતની અલગ અલગ જગ્યાની મશહૂર જુદા જુદા પ્રકારની પુરી વિશે 

type diffrent indian poori Big

પુરી નું સેવન ભારતમાં લોકોને ખૂબ જ પસંદ આવે છે, દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની પુરી બનાવવામાં આવે છે. પુરીના કેટલા નામ ભારતમાં છે અને તેને બનાવવાની રીત પણ અલગ અલગ છે તથા તેનો સ્વાદ પણ અલગ-અલગ હોય છે. આમ તો પૂરી નું નામ આવતા જ આપણને બટાકાનું શાક યાદ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દરેક પૂરીને બટાકાના સાથે ખાવામાં આવતી નથી. પહેલા આપણે ભારતની સૌથી મશહૂર પુરી વિશે જાણીએ, જે તેનાં સ્વાદની ખાસિયત માટે અને તેને બનાવવા માટે તમારે શું જોઈએ તે પણ તમારે જાણવું જોઈએ. આમ તો પૂરી બનાવી ખૂબ જ આસાન છે પૂરીને આપણે રોટલીની જેમ વણીને તેને કઢાઈમાં તેલ નાંખીને તળીએ તેથી તે બધાથી ખાસ હોય છે, તેનો લોટ બાંધવાની રીત પણ  અને તેમાં ભરવામાં આવતા સામાન પણ ખૂબ જ ખાસ હોય છે. પુરીમાં ઉપયોગમાં લેવાથી સામગ્રી તેને ખાસ બનાવે છે અને સૌથી અલગ બનાવે છે. ભારતની અમુક મશહૂર પુરી વિશે તમને જણાવીશું. અને જાણીએ કે તેમાં શું ખાસ છે કે તે દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે અને તેમની ફેવરેટ પુરી છે.

Bhedawi Poori

Image Source : Tarladalal\Pinterest

ભેડવી પુરી

ભેડવી પુરી બનાવી ખૂબ જ આસાન છે અને તેને અડદની દાળ સાથે મસાલેદાર બનાવી શકાય છે. તેને બનાવવા માટે ઝીણા સમારેલા ધાણા, લાલ મરચું પાઉડર, વરિયાળી, કાળા મરી, મીઠું અને તેલ. ઘઉંના લોટમાં થોડીક કકરી અડદની દાળ અને બીજો સામાન ઉમેરીને તેમાં એક ચમચી તેલ નાખીને તેનો લોટ બાંધો, ત્યારબાદ તમે તેને વણીને ડીપ ફ્રાય કરો.

Methi Bajra Poori

Image Courtesy: Maayeka.blogspot.in

મેથી બાજરીની પુરી

મેથી બાજરી ની પુરીને લોકો લગભગ શિયાળામાં ખાવાની ખૂબ જ પસંદ કરે છે. અને તેની માટે બાજરીના લોટમાં મેથી ઝીણી સમારીને નાખવી, ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખવું, ત્યારબાદ તેમાં મીઠું અને બીજા મસાલા નાખીને તેનો લોટ બાંધવામાં આવે છે. પરંતુ તમે ધ્યાન રાખો કે મેથીની સાથે જ્યારે પણ તમે કોઈપણ લોટ બાંધો છો ત્યારે તમારે તેને થોડાક સમય માટે ઢાંકીને રાખો ત્યારબાદ તેને બનાવો નહીં તો તમારી પૂરી સોફ્ટ બનશે નહીં.

Crispy Masala Poori

Image Courtesy: purevegetarianbites.wordpress.com

ક્રિસ્પી મસાલા પૂરી

તમે આ પુરીને ઘરે આસાનીથી બનાવી શકો છો. આ પૂરી બનાવવા માટે તમારે ઘઉંનો લોટ, લાલ મરચું, હળદર, અજમો, મીઠું અને તેલની જરૂર પડશે. તેને બનાવવા માટે એક બાઉલમાં આ બધી જ વસ્તુ ભેગી કરીને લોટ બાંધો ત્યારબાદ તેને કપડાંથી ઢાંકીને મૂકો પછી દસ મિનિટ બાદ તેને પાતળી વણી ને પૂરી બનાવો. પૂરીને ક્રિસ્પી તળો, તમે તેને સાંજના નાસ્તા સાથે ખાઈ શકો છો.

Beetroot Chana Dal Poori

Image Courtesy: cubesnjuliennes/Pinterest.com

બીટ ચણાદાળની પૂરી

આ પૂરી બનાવવા માટે સૌપ્રથમ ચણાની દાળને પાણીમાં ઉકાળો, તેની સાથે જ તમે બીટને પણ તેમાં ઉકાળો. હવે તમે તેમાં ઘઉંનો લોટ અને રવો નાખો અને તેમાં મીઠું અને ઝીણું સમારેલું મરચું નાખીને લોટ બાંધો. તેની માટે તમારે વધુ પાણીની જરૂર પડશે નહીં. તે ચણાની દાળ અને બીટમાંજ આ લોટ બંધાઈ જશે. હવે તેને વણીને તળી લો. પુરી તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જાણો ભારતની અલગ અલગ જગ્યાની મશહૂર જુદા જુદા પ્રકારની પુરી વિશે ”

Leave a Comment