બોલીવુડ ની આ ફિલ્મો તમને કરાવશે ભારત દર્શન.. નથી જોઈ ફિલ્મ તો આજે જ જોઈ લો.

બોલીવુડ માં એવી ઘણી ફિલ્મો બની છે જે ભારત ના ટુરિસ્ટ પ્લેસ ના દર્શન કરાવે છે. ફિલ્મ ઇંડસ્ટ્રી ની ખાસ વાત એ છે કે અહિયાં દરેક મોકા અને દરેક પ્રસંગ પર ફિલ્મ બને છે.

Image Source

 

જો તમને ટ્રાવેલ કરવું પસંદ હોય તો તે લાયક પણ ફિલ્મ મળી જ રહેશે. જેમ કે, સ્પેન જોવા માટે ‘ જિંદગી ના મિલેગી દોબરા’ મૂવી જોવું જ પડે. પેરિસ માટે ફિલ્મ’ક્વીન’ છે. ચાલો જાણીએ બીજી ફિલ્મ વિશે..

દિલ ચાહતા હે(2001)

Image Source

આ ફિલ્મ માં ગોવા ની ખૂબસૂરતી અને રોડ ની ટ્રીપ ની વાત ખૂબ સારી રીતે દર્શાવી છે. આ ફિલ્મ ને  બીજી ઘણી વાતો થી યાદ કરી શકાય પણ 3 મિત્રો ની ગોવા ની ટ્રીપ ને  કેમ ભૂલી શકાય? આ મૂવી માં ગોવા નો બીચ, ક્રૂસ, ખાસ કરી ને અગોડા ફોર્ટ ને  ખૂબ જ સારી રીતે દર્શાવ્યું છે.

હાઇવે(2013)

Image Source

આલિયા ભટ્ટ અને રંદીપ હુડ્ડા ની ફિલ્મ હાઇવે માં કાશ્મીર ના ખૂબ જ મસ્ત દ્રશ્યો બતાવ્યા છે. અને સાથે જ હિમાચલ ને  પણ બતાવ્યુ છે. કાશ્મીર ની અરુ અને હિમાચલ ની સાંગલા વેલી ને બતાવી છે. આ ફિલ્મ માં બંને કલાકાર જે રીતે પહાડ ની સહેર કરતાં જોવા મળે છે તે મન મોહી લે તેવા છે.

ચેન્નાઈ એક્સપ્રેસ(2013)

Image Source

ચેન્નાઈ એક્સપ્રેસ ફિલ્મ તો આમ તો ઘણા બધા કારણો થી જોવી ગમે તેવી મૂવી છે. આ એવી ફિલ્મ છે જેને 300 કરોડ કમાયા હતા. અને એ પણ ખૂબ જ ઓછા સમય માં. આ મૂવી માં દક્ષિણ ભારત ને ખૂબ સારી વર્ણવ્યું છે. તે ઉપરાંત ગોવા નો દૂધસાગર અને કેરળ નો મુન્નાર પણ દર્શાવ્યો છે.

એ જવાની હે દિવાની(2013)

Image Source

મિત્રો સાથે ટ્રીપ પર જવું ખૂબ જ સારું લાગે છે. અને આવા માં ટ્રાવેલ ગોલ્સ પણ આપે છે આ મૂવી. અહિયાં મનાલી ની વાત કરી છે પણ ગુલમર્ગ પણ બતાવ્યું છે. મનાલી નું ફેમસ ટુરિસ્ટ પ્લેસ હિડિંબા ટેમ્પલ પણ બતાવ્યું છે.

3 ઈડિઓટ્સ(2009)

Image Source

આ ફિલ્મ ને આ લિસ્ટ માં તો હોવું જ જોઈએ. દિલ્હી ના રસ્તા, શિમલા ના ચૈલ પેલેસ, વૂડવીલ પેલેસ હોટેલ, જેવા ટુરિસ્ટ પ્લેસ આ મૂવી માં બતાવ્યા છે. ફિલ્મ ના ક્લાઇમેક્સ માં શૂટ થયેલ લદ્દાખ નો સીન તો હવે લદ્દાખ ના ટુરિસ્ટ નો હિસ્સો બની ગયો છે. જો તમારે લદ્દાખ ની ખૂબસૂરતી જોવી હોય તો આ ફિલ્મ જોવાનું ચુકતા નહીં.

પિકુ(2015)

Image Source

રોડ ટ્રીપ ને લગતી હજી એક ફિલ્મ છે પિકુ. આ ફિલ્મ માં દિલ્હી થી કોલકત્તા ની રોડ ટ્રીપ બતાવેલી છે. ઈરફાન ખાન, અમિતાભ બચ્ચન, દિપીકા પાદુકોણ આ ફિલ્મ ના મુખ્ય કલાકાર છે. આ ફિલ્મ માં વારાણસી ના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર બતાવ્યા છે.

જબ વી મેટ(2009)

Image Source

મુંબઈ ના રેલ્વે સ્ટેશન થી શરૂ થયેલ રેલ યાત્રા રતલામ, કોટા,ભટિંડા,શિમલા,મનાલી ની બર્ફીલા રોડ સુધી જાય છે. આ ફિલ્મ માં તમે ભારત ના કેટલાય શહેર ના દર્શન તમે કરી શકશો. આ ફિલ્મ માં લીધેલા લોકેશન ખૂબ જ સરસ છે.

Finding fenny(2014)

Image Source

ગોવા સુધી જવાની રોડ ટ્રીપ બતાવી એક અલગ વાત છે અને રિયલ ગોવા બતાવું અલગ વાત છે. આ  ફિલ્મ માં ગોવા ની એવી જગ્યા ને બતાવી છે કે જેને બીજી કોઈ ફિલ્મ માં નથી બતાવી. આ ફિલ્મ માં રાજ્ય ના અનોખા ગામ અને અને ત્યાં ની શાંત જગ્યા બતાવી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment