કોઈ નાની-મોટી વસ્તુ નહીં પણ આખો પહાડ ખરીદીને આ ભાઈ પહાડ પર તેનું અને પરિવારનું સ્ટેચ્યુ બનાવશે…

લોકો ફેમસ થવા માટે ઘણા ખરા અવનવા પ્રયત્નો કરતા જોવા મળે છે. દુનિયામાં ઘણા ખરા એવા લોકો છે, જેને ફેમસ થવાની ચાહના એટલી મોટી છે કે, એ કંઈ પણ કરવા માટે તૈયાર છે. જેમ કે, એક માણસ એવો છે જે પોપ્યુલર થવા માટે આખો પહાડ ખરીદ કરવા માટે તૈયાર છે. જેના પર તે તેનું સ્ટેચ્યુ બનાવવા માંગે છે.

દુનિયાના વિશાળ વસ્તી ગણમાં અલગ તરી આવવાની ચાહના માણસને ક્યાં થી ક્યાં સુધી લઈ જાય છે, એ વાતનું જીવિત ઉદાહરણ જોઈએ આજના આર્ટીકલમાં.

એક વ્યક્તિ આખો પહાડ ખરીદીને તેના પર ખુદનું અને પરિવારનું સ્ટેચ્યુ બનાવવા માંગે છે, એવું સ્ટેચ્યુ જેમ ‘પોપુલ માઉન્ટ રશમોર’ છે. આખા પહાડ પર માત્ર તેનું અને પરિવારનું સ્ટેચ્યુ હોય એવું કંઈક કરવા માંગે છે. સાથે એ કારણે તો આખા પરિવારની ખરીદી કરવા માટે પણ તૈયાર છે.

આ વ્યક્તિએ કોઇને તેની ઓળખાણ જણાવી નથી પરંતુ આ બિઝનેસમેને હુશ-હુશ ડોટ કોમ પર ઓનલાઇન પોસ્ટ કરી હતી, જે એક માર્કેટિંગ સાઇટ છે. વધુમાં વ્યક્તિ પહાડ ખરીદવા માટે ૧ અરબ ૯ કરોડ ૬૯ લાખ રૂપિયા ખર્ચ કરવા પણ ઈચ્છે છે. આ વ્યક્તિને કોણ સમજાવે આટલામાં તો એક નાનું ગામ ઊભું થઈ જાય!!

પરિવારને અનોખી રીતે યાદગાર બનાવવા ઈચ્છે છે, જેના માટે તો આખો પહાડ ખરીદીને તેના પર સ્ટેચ્યુ બનાવવાનું વિચારે છે. આ પહાડ પર ખુદના સ્ટેચ્યુ સાથે તેની પત્ની, તેના ત્રણ દીકરા અને એક દીકરી સાથે એક કૂતરાનું સ્ટેચ્યુ બનાવવાનું ઈચ્છે છે. આ વ્યક્તિ વર્લ્ડ રેકોર્ડ બનાવીને જશે એવું લાગે છે. જો આ સ્ટેચ્યુ બન્યું તો વિશ્વની સૌથી મોટી યાદગીરી આ બનશે. જેના માટે વર્લ્ડ રેકોર્ડની બુકમાં પણ તેનું નામ નોંધવામાં આવશે.

આ વ્યક્તિનું કહેવું છે કે, પરિવારની યાદીને અમર બનાવવા માટે આ મજેદાર અને અનોખો વિચાર કર્યો છે. સાથે આખા ફેમિલીની યાદી કાયમ એમની એમ સચવાય એ માટે આ વિચારધારા અપનાવી છે. જો કે, બે વર્ષ પહેલા તેને નિજી આયર્લેન્ડ ખરીદી લીધો હતો. સાથે તેને ઓરીજીનલ ડાયમંડ હાર પણ ખરીદ્યો હતો. તે હારનું શું કરશે? એ તો હજી કોઈ જાણતું નથી, પણ આ પહાડ પર પરિવાર સાથે તેનું પણ સ્ટેચ્યુ જરૂર બનાવશે. કહેવાય છે ને, “શોખ બહુ અલગ વાત છે, ઉંચે લોગ ઉંચી પસંદ.”

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!