એકદમ જાગ્રત મંદિર – “કાશી વિશ્વનાથ મહાદેવ” તમામ પાપ-કષ્ટ દૂર કરતું જ્યોર્તિલિંગ

દેવોના દેવ એવા મહાદેવના ગુણગાન ગાઈએ એટલે ઓછા. સર્વ કર્તાહર્તા એવા મહાદેવના ૧૨ જ્યોર્તિલિંગ દુનિયાભરમાં જાણીતા છે. એવું ‘કાશી વિશ્વનાથ મંદિર’ પણ મહાદેવનું બાર જ્યોર્તિલિંગમાનું એક સ્થાન છે. હિંદુ ધર્મ સંસ્કૃતિમાં મહાદેવનું સ્થાન બહુ ઊંચું છે સાથે મહાદેવના મંદિરોને લોકમાન્યતા મળી છે, એમાં પણ કાશી નગરીની વાત અનેરી છે. કહેવાય છે કે, કાશી ત્રણ લોકમાં ન્યારી નગરી છે, જે ભગવાન શિવના ત્રિશુળ આધારે ટકી છે. સાથે એવું પણ કહેવાય છે કે, જયારે આ પૃથ્વીનું સર્જન થયું હતું ત્યારે સૂર્યનું સૌથી પહેલું કિરણ કાશીની ધરતી પર પડ્યું હતું. ત્યારથી કાશી જ્ઞાન અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે. ભગવાન ભોલેનાથ અહીં સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે.

આજના લેખમાં ‘કાશી વિશ્વનાથ મંદિર’ની અદ્દભુત જાણકારી જાણવાના છીએ તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં. આ લેખને મિત્ર સાથે શેયર પણ કરજો જેથી હિંદુ સંસ્કૃતિની માહિતી દરેક માણસ સુધી પહોંચે.

કાશીને ભગવાન શિવની પ્રિય નગરી માનવામાં આવે છે. એ સાથે અહીં ભક્તો પણ કાશી મંદિરના દર્શનાર્થે આવે છે.

કાશી વિશ્વનાથના આ મંદિરમાં ભોલેનાથ, મા ભગવતી સાથે બિરાજે છે. એટલે આ મંદિરને જાગૃત મંદિર માનવામાં આવે છે. અહીં, દેવ અને દેવી શક્તિનો સમન્વય છે.

આ મંદિરનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં છે. ભક્તો જેવા આ મંદિરની અંદર પ્રવેશ કરે કે તરત જ તેને મહાદેવના અઘોર સ્વરૂપના દર્શન થાય છે. આ મંદિરના ચોગાનમાં માત્ર પગ મુકવાથી જ જીવનના બધા પાપ-કષ્ટ દૂર થાય છે.

ભોલેનાથ બાબા અહીં કાશીમાં દ્વિરૂપમાં બિરાજમાન છે. ગુરુ અને રાજા બંને સ્વરૂપને અહીં માન આપવામાં આવે છે. દિવસ દરમિયાન બાબા ગુરૂના સ્વરૂપમાં કાશીમાં ભ્રમણ કરે છે, ત્યાર બાદ રાત્રીના નવ વાગ્યે શ્રૃંગાર આરતી થયા પછી બાબા રાજ વેશમાં હોય છે. આ કારણે શિવને, ‘રાજરાજેશ્વર’ પણ માનવામાં આવે છે.

વિશ્વના નાથ એવા વિશ્વનાથ, શિવરાત્રી દરમિયાન અઘોરી રૂપમાં ચારે દિશાએ વિચરણ કરે છે. ત્યારે તેની સાથે ભૂત, પ્રેત, જાનવર, દેવતા, પશુ-પક્ષી વગેરે શામેલ હોય છે.

બાબા વિશ્વનાથના દરબારમાં તંત્રની દ્રષ્ટિએ ચાર પ્રમુખ દ્વાર છે : (૧) શાંતિ દ્વાર (૨) કલા દ્વાર (૩) પ્રતિષ્ઠા દ્વાર (૪) નિવૃત્તિ દ્વાર.

કહાની મુજબ, અત્યારે જે કાશી મંદિર છે એ વાસ્તવિક નથી. પ્રાચીન કાશી મંદિરનો ઈતિહાસ ઘણા વર્ષો જૂનો છે. આ મંદિરને ઔરંગજેબે નષ્ટ કરી નાખ્યું હતું. પછી ફરીથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી જેની હાલ અત્યારે પૂજા કરવામાં આવે છે.

કાશી વિશ્વનાથ મંદિરનું પુનઃનિર્માણ ઇન્દોરની રાણી ‘અહલ્યા બાઈ’એ કરાવ્યું હતું. એવું પણ માનવામાં આવે છે ૧૭ મી સદી દરમિયાન ભગવાન શિવ, અહલ્યા બાઈના સપનામાં આવીને આ જગ્યાએ મંદિર બનવાનું કહ્યું હતું.

આ મંદિરના નિર્માણ પછી મહારાજ રણજીતસિંહે મંદિર માટે સોનાનું દાન આપ્યું હતું. એ સમયમાં લગભગ એક ટન જેટલું સોનું આપવામાં આવ્યું હતું. જેના કારણે મંદિરમાં સોનાનું છત્ર રાખવામાં આવ્યું છે.

મંદિરમાં રાખેલા આ છત્રને ચમત્કારિક માનવામાં આવે છે. જો કોઈ ભક્ત આ છત્રના દર્શન કરીને મનની ઈચ્છા ભગવાન કાશીવિશ્વનાથને કહે તો, તેની મનોકામના જલ્દીથી પૂર્ણ થાય છે.

ભગવાન શિવના અદ્દભુત સ્વરૂપના દર્શન આ કાશી મંદિરે થાય છે. સાથે આ મંદિરની પ્રદક્ષિણાથી જીવનના બધા જ કષ્ટ દૂર થાય છે. આ મંદિરને વિશ્વના ખૂણે-ખૂણે લોકો જાણે છે સાથે એથી વિશેષ ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. માત્ર આ સમયમાં જ નહીં; હજુ સેંકડો વર્ષો સુધી ભગવાન શિવ અને માતા ભગવતીના આ સ્થાનને લોકો માનતા રહેશે, પૂજતા રહેશે. કારણ કે, અહીં જ છે ભગવાન શિવની શક્તિ – કાશી વિશ્વનાથ મંદિર.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment