તાવ આવ્યો હોય તો આ ઘરેલું ઉપચારોથી રાહત મળી શકે છે… જાણો તમામ ઉપચારો વીશે વિગતવાર

આપણા જીવનમાં તાવ એક એવી બિમારી છે જે ક્યારેય પણ કોઈને પણ આવી શકે છે. અને અત્યારે કોરોના કાળમાંતો તાવ આવતાની સાથેજ આપણને મનમાં ડર પેસી જાય છે. કે ક્યાંક કોરોના સંક્રમણનો ભોગ ના બની જઈએ. પરંતુ તાવ આવવો એક સામાન્ય બાબત કહી શકાય. જોકે આપણે મોટા ભાગે તાવ આવે ત્યારે ડોક્ટર પાસે દવા લેવા માટે જઈએ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તાવનો ઈલાજ આપણે ઘરેલું ઉપચાર દ્વારા પણ કરી શકીએ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરેલું ઉપચાર વડે તાવ સામે રક્ષણ મેળવી શકો છો.

હળદરનું દૂધ સૌથી ફાયદાકારક

Image source

જો તમને થાવ આવ્યો હોય તો તમે હળદરનું દૂધ પીને તમારો તાવ ભગાડી શકો છો. કારણકે હળદરના દૂધમાં કરક્યુમિન નામનું તત્વ રહેલું હોય છે. જેમા એંટી બેંક્ટિરિય અને એંટી ફંગલ તેમજ એંટી વાયરલ જેવા તમામ ગુણો શામેલ છે. જેથીજો તમને તાવ આવ્યો છે. તો તમે રાતે સુતા પહેલા દૂધમાં હળદર નાખીને પી લો જેથી તમને સવારે ઉઠતાની સાથેજ તાવથી રાહત મળી રહેશે.

ચંદનથી દુર થશે માથાનો દુખાવો

Image source

તાવ આવ્યો હોય ત્યારે તમે ચંદનને તામારા માથા પર લગાવી શકો છો. કારણકે તાવને કારણે તમારા માથામાં સૌથી વધારે દુખાવો થતો હોય છે. બીજી વસ્તુ એ કે ચંદનમા મોટા પ્રમાણમાં ઠંડક રહેલી હોય છે. જેથી તમારા માથાને ઠંડક મલી રહેશે, મહત્વનું છે કે અડધી ચમચી ચંદનનો પાવડર લઈને તેને પાણીમાં ભેળવી દો અને ત્યારબાદ તમે માથામાં લગાવજો. જેથી તમારા તાવમાં તમારા માથાનો દુકાવો તમે દુર કરી શકશો.

ફુદીનો પણ અસરકારક

Image source

જેટલા પ્રમાણાં ચંદન ઠંડુ હોય છે. તેટલાજ પ્રમાણમાં આપણા ફુદિનો પણ ઠંડો હોય છે. જે આપણા શરીરનું તાપમાન ઓછું કરવા માટે મદદરૂપ છે.. જેથી ગરમ પાણીમાં એક ચમચી ફુદિનો નાખીને ભેળવી દો અને 10 મીનીટ સુધી તેને ગેસ પર ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને પી લો જેથી તમને તાવથી રાહત મળી રહેશે. અને જો તમને ફુદિનાનો સ્વાદ ન ગમતો હોય. તો તમે ત પાણીમાં મધ નાખીને પણ ખાઈ શકો છો.

આદુનુ સેવન કરો

Image source

જો તમે તાવ આવ્યો છે. તો તમે આદુંનું સેવન કરીને પણ તમારો તાવ ભગાડી શકો છો. કારણકે આદુંમા એંટીવાયરલ તેમજ એંટીબેક્ટેરિયલ જેવા ગુણ રહેલા છે. સાથેજ તેમા રોગ પ્રતિકારકક્ષમતા પણ વધું પ્રમાણમાં હોય છે. જેથી તમને કોઈ પણ પ્રકારના સંક્રમણનું જોખમ પણ નહી રહે. જેથી જો તમને તાવ આવ્યો હોય તો પાણીમાં આદું નાખીને ઉકાળો અને પછી તે પાણીને પી જાવ જેથી તમારો તાવ પણ ભાગી જશે. અને તમને માથાના દુખાવાથી પણ રાહત મળી રહેશે.

તુલસી વાળી ચા પીવો

Image source

તાવ આવ્યો હોય ત્યારે તુલસી વાળી ચા પીવી પણ ખુબ ફાયદાકારક છે. કારણકે તેમા પણ પ્રાકૃતિક રૂપે એંટીબાયોટિક ગુણ રહેલા હોય છે. જે તમારા તાવને તમારા શરીરમાં બહારકાઢે છે. પરંતુ એક કપ ચામા તમારા 20 જેટલા તુલસીના પાન નાખવા પડશે અને જો કુટીને નાખશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. સાથેજ જો તમને શરદી હશે તો તેનાથી પણ તમને રાહત મળી રહેશે. જેથી જો તમને તાવ આવ્યો હોય તો તમે તુલસી વાળી ચા પીવાનું રાખો જે તમારા શરીર માટે ખુબજ ફાયદાકારક રહેશે

મહત્વનું છે કે આ તમામ ઉપચારો ઘરેલું ઉપચાર છે. જેના દ્વારા તમે તાવને તમારા શરીરમાંથી દુર કરી શકો છો. પરંતુ જો તમે આ ઉપચાર કરો અને તેમ છતા તમને રાહત ન મળે તો તમે બને તેટલી વહેલી તકે ડોક્ટર પાસે જાવ અને ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાનો રાખજો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *