નાની નાની વાતો થી પણ થઈ શકે છે આંખો ને નુકશાન, જો તમે પણ બચવા માંગો છો તો રાખો આ વાત નું ધ્યાન..

પ્રકૃતિ ની સુંદરતા જોવા માટે આપણે આંખો ની જરૂર જીંદગીભર રહે છે. પણ રોજ ની મામૂલી ભૂલ ને કારણે આપણી આંખો ને નુકશાન પહોંચી શકે છે. આંખો ની કાળજી ન લેવી એ જીંદગીભર માટે ની મુસીબત બની શકે છે. આપણે બધા જ જાણીએ છીએ મોડા સુધી સ્ક્રીન ની સામે જોવાથી મગજ અને આંખો પર ખરાબ પ્રભાવ પડી શકે છે. તેના સિવાય પણ રોજ ની કેટલીક આદતો પણ આપણી આંખ ને ભારી પડી શકે છે.

Image Source

આંખો ને ચોળવું.

જાણતા કે અજાણતા દિવસ ભર આપણે આપણી આંખો ને ચોળીએ છીએ. ક્યારેક ક્યારેક આવું ફ્રેશ લાગે તેની માટે પણ કરતાં હોય છે તો ક્યારેક આંખ ની અંદર રહેલા કણ ને કાઢવા માટે પણ તેવું કરતાં હોય છે. પણ જો તમને આવી આદત હોય તો તરત જ છોડી દેવી જોઈએ. કારણકે તમે બેક્ટેરિયા અને કીટાણુ ને પોતાની આંખ માં જવા દો છો. આંખો નું ગુલાબી થવું એ પણ આજ કારણ થી થાય છે.

આંખો ને ચોળવા થી ગંભીર પરિણામ આવી શકે છે. એક રિપોર્ટ ન અનુસાર, આંખો ચોળવા થી આંખ ની અંદર આવેલ કોર્નીયા ને નુકશાન થઈ શકે છે. તે ઉપરાંત, આંખો ની આજુ બાજુ ની નસો પણ તૂટી શકે છે.

એક્સપાઇરી મેકઅપ આંખો પર લગાવો.

Image Source

જ્યારે મેકઅપ ની વાત આવે છે તો આપણે મુશ્કેલી થી તેની એક્સપાઇરી ચેક કરી શકીએ છીએ. મેકઅપ વાપરતા લોકો એ ખરાબ, નકલી અને એક્સપાઇરી ડેટ વાળી વસ્તુ થી દૂર જ રહેવું. એક જ કાજલ, eyeliner નો લાંબા સમય સુધી ઉપયોગ ન કરવો તેના થી આંખો માં બળતરા અને આંખો નું સંક્રમણ થઈ શકે છે. અમેરિકા અકેડેમી ઓફ ઓપથમોલોજી એ કહ્યું છે કે ત્રણ મહિના પછી આંખો નો મેકઅપ હટાવી દેવો જોઈએ.

ખોટા સનગ્લાસ નો ઉપયોગ.

Image Source

તડકા થી પણ આંખો ને ઘણું નુકશાન થાય છે. તડકા થી આંખો ને રક્ષણ મળે તે માટે એક સારો વિકલ્પ છે કે સારી ગુણવત્તા વાળા સનગ્લાસ નો ઉપયોગ કરવો. સનગ્લાસ ના ઉપયોગ થી ન તો તમે સારા દેખાશો પણ તમારી આંખો ને પણ રક્ષણ મળશે. સનગ્લાસ સુર્ય માંથી નીકળતા અલ્ટ્રા violate કિરણો થી રક્ષા કરે છે. એટલે ગુણવત્તા વાળા સનગ્લાસ પર ખર્ચો કરેલો સારો.

મેકઅપ ની સાથે જ સૂઈ જવું.

Image Source

જો તમે વિચારો છો કે સ્કીન પર થી જ મેકઅપ ને દૂર કરવો કાફી છે. તો તમે ખોટું વિચારો છો. કારણકે તમારી આંખો તમારી સ્કીન કરતાં વધુ સંવેદનશીલ હોય છે. બ્રશ અને ટિસ્યૂ થી તમે સ્કીન ને દુરુસ્ત રાખે છે. જો તમે આંખો ના મેકઅપ સાથે જ સૂઈ જાવ છો તો તે કોર્નીયા ની અંદર જતું રહેશે. જેનાથી સંક્રમણ અને સુરખી આવી જશે. એટલે જ સૂતા પહેલા આંખો નો મેકઅપ કાઢવાનું ન ભૂલતા. આ વાત નું પણ ધ્યાન રહે કે તમે આંખો ને સાફ કરવા જાવ છો તો પ્રાકૃતિક ક્લીનર નો ઉપયોગ કરવો. કેમિકલ યુક્ત ક્લીનર નો ઉપયોગ ન કરવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment